મોબાઇલચોરને પકડવા પ્રવાસીએ ચાલતી ટ્રેનમાંથી ઝંપલાવ્યું, જીવ ગયો

આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં રેલવે પોલીસે આપ્યો તપાસનો આદેશ

thief

સેન્ટ્રલ રેલવેના કળવા સ્ટેશન પર દોડતી લોકલ ટ્રેનમાં દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરી રહેલા પ્રવાસીનો મોબાઇલ ફોન પ્લૅટફૉર્મ પર ઊભેલા ચોરે ખેંચી લીધો હતો. ચોરે ફોન ખેંચ્યા બાદ પ્રવાસીએ પોતાનો ફોન બચાવવા માટે દોડતી લોકલમાંથી પ્લૅટફૉર્મ પર કૂદકો માર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પ્લૅટફૉર્મ પૂરું થઈ ગયું હોવાથી પ્રવાસી ટ્રૅક પર પડ્યો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ૧૯ ઑગસ્ટનો આ બનાવ પ્લૅટફૉર્મના CCTV કૅમેરામાં કેદ થઈ ગયો છે. આ ફુટેજ વાઇરલ થયા બાદ સેન્ટ્રલ રેલવેની પોલીસે તપાસનો આદેશ આપતાં થાણે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

૧૯ ઑગસ્ટે મધરાત બાદ ૧૨.૫૩ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર એક પરથી કલ્યાણ તરફ જતી લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. આ ઘટના બાદ હજી સુધી ચોર કે મૃત્યુ પામેલા પ્રવાસીની ઓળખ થઈ શકી નથી. પ્લૅટફૉર્મ પર આંટા મારી રહેલા એક છોકરાએ લોકલ ટ્રેનમાં દરવાજે ઊભેલા પ્રવાસીનો દોડતી લોકલમાંથી મોબાઇલ ખેંચ્યો હોવાનું વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ટ્રેન શરૂ થયા બાદ ટ્રેનની સ્પીડ વધતાં ચોરે આ તકનો લાભ લઈને પ્રવાસીનો મોબાઇલ ખેંચ્યો હતો. એ પછી પ્રવાસીએ ટ્રેનમાંથી કૂદકો મારતાં તે ટ્રૅક પર પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.

ગયા વર્ષે મોબાઇલચોરીની અંદાજે ૧૮,૦૦૦ ફરિયાદો નોંધાઈ

૨૦૧૭માં અંદાજે ૧૮,૦૦૦ મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મોબાઇલ-ચોરીના ૧૦૦ કેસ દરરોજ નોંધાય થાય છે એવી માહિતી બે મહિના પહેલાં ગવર્નમેન્ટ રેલવે-પોલીસે આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK