વડા પ્રધાનને ધમકીઆપતા પત્રોના કેસમાં માઓવાદી શુભેચ્છકોની ધરપકડ

ભીમા-કોરેગાવ પ્રકરણમાં પણ આ બધા લોકોની સંડોવણીને પગલે પુણે પોલીસે દેશભરમાં કરી કાર્યવાહી


arun

ભીમા-કોરેગાવમાં થયેલી હિંસા બાદ અરેસ્ટ કરવામાં આવેલા પાંચમાંથી એક આરોપીના ઘરમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા પણ રાજીવ ગાંધીની હત્યાની જેમ જ કરવાની વાત લખવામાં આવી હતી અને આ પ્રકરણે વધુ તપાસ કરીને માઓવાદીઓના શુભેચ્છકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પુણે પોલીસે ગઈ કાલે કાર્યવાહી કરતી વખતે પ્રોફેસર વરવરા રાવના ઘર પર રેઇડ પાડી હતી અને તેમની ધરપકડ કરી હતી. માઓવાદનું સમર્થન કરનારા વરવરા રાવના અન્ય સાથી ગૌતમ નવલખાને પણ પોલીસે તાબામાં લીધો છે.

ભીમા-કોરેગાવ હિંસા પ્રકરણમાં એલ્ગાર પરિષદના આયોજકો પર પોલીસ નજર રાખી રહી છે કેમ કે આ પરિષદમાં જ ઉશ્કેરણીજનક ભાષણ કરીને હિંસા ભડકાવવામાં આવી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. એક આયોજક સુધીર ઢવળે સહિત બીજા ચાર જણની ધરપકડ કર્યા બાદ ગઈ કાલે ફરી અમુક લોકોનાં ઘરો પર પુણે પોલીસે રેઇડ પાડી હતી. નક્સલવાદીઓના સમર્થક હોવાની શંકાથી મુંબઈ, હૈદરાબાદ, છત્તીસગઢમાં અમુક લોકોના ઘર પર પોલીસે રેઈડ કરી હતી.

હૈદરાબાદમાં વરવરા રાવ, મુંબઈમાં અરુણ ફરેરા, વર્નોન ગૉન્સાલ્વિસ, ગોવામાં આનંદ તેલતુંબડે, છત્તીસગઢમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખાના ઘરની પણ પોલીસે ગઈ કાલે તપાસ કરી હતી અને બાદમાં તેમની અટકાયત કરી હતી. એલ્ગાર પરિષદ બાદ ધરપકડ કરવામાં આવેલા પાંચે જણે કરેલી આશરે ૨૦૦થી ૨૫૦ ઈ-મેઇલ તપાસવામાં આવી હતી. આ ઈ-મેઇલના આધાર પર પોલીસે ગઈ કાલની કાર્યવાહી કરી હોવાની ચર્ચા છે.

આ પહેલાં જૂન મહિનામાં પાડવામાં આવેલી રેઇડ દરમ્યાન દલિત ઍક્ટિવિસ્ટ સુધીર ઢવળેની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. એ સાથે લૉયર સુરેન્દ્ર ગડલિંગ, ઍક્ટિવિસ્ટ મહેશ રાઉત અને શોમા સેનની પણ નાગપુરથી ધરપકડ કરવામાં આવી હતી. રોના વિલ્સનની તેના દિલ્હીના ફ્લૅટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

koregaon

કોણ છે પાંચ જણ?

મુંબઈથી ધરપકડ કરાયેલા અરુણ ફરેરાની આ પહેલાં પણ કથિત નક્સલવાદી તરીકે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અમુક દિવસમાં જ અરુણ ફરેરાનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હતો. એ પછી તેણે કાયદાનું શિક્ષણ પૂરું કરી વકીલાતની ડિગ્રી મેળવી હતી.

વર્નોન ગૉન્સાલ્વિસને આ પહેલાં પણ માઓવાદીઓનો સાથ આપવાના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને તેણે ૭ વર્ષની જેલની સજા પણ ભોગવી હતી.

વરવરા રાવ નક્સલી વિચારવંત અને કવિ હોવાથી શહેરી નક્સલવાદના થિન્ક ટૅન્ક હોવાનો આક્ષેપ તેના પર આ પહેલાં પણ કરવામાં આવ્યો છે.

ગૌતમ નવલખા કાશ્મીરમાં અલગતાવાદીઓ અને નક્સલવાદીઓ સાથે સંપર્કમાં હતો અને એમાં કડી તરીકે કામ કરતો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

એલ્ગાર પરિષદ સંબંધિત અનેક પત્રોમાં સુધા ભારદ્વાજનો ઉલ્લેખ મળી આવ્યો છે. એને કારણે શહેરમાં નક્સલવાદ ફેલાવવામાં તેનો પણ સહભાગ હોવાની શંકા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK