ચોરી કરવા આવ્યો અને યુવતી પ્રત્યે આકર્ષણ થતાં રેપ કર્યો

યુવકની હત્યા અને યુવતી પર રેપના આરોપીની આખરે પોલીસે ધરપકડ કરી

rape

અંબરનાથ-ટિટવાલા રસ્તા પર યુવકની હત્યા કરી યુવતી પર રેપ કર્યો હોવાના આરોપસર થાણે રૂરલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આખરે ૩૦ વર્ષના આરોપી સંજય નરવડેની ઉલ્હાસનગરમાં ટ્રૅપ ગોઠવી ધરપકડ કરી છે. પૈસાની લાલચમાં ચોરી કરી અને યુવતી પ્રત્યે આકર્ષણ થતાં રેપ કર્યો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી છે. સંજય ઉલ્હાસનગરમાં રહે છે અને રિક્ષા-ડ્રાઇવર તરીકે કામ કરે છે. સંજયને આજે કલ્યાણની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ઘટનામાં મૃત્યુ પામનારા ગણેશની જેમ અનેક પ્રેમીઓ એકાંત મેળવવા માટે આ વિસ્તારમાં આવે છે. એ પૈકી અનેક સાથે આવા લૂંટમારીના અથવા અત્યાચારના બનાવો બન્યા હોઈ શકે છે, પરંતુ બદનામીના ડરને કારણે ફરિયાદ કરતા નથી. અત્યાર સુધી અમને આ પ્રકારની એક પણ ફરિયાદ મïળી નથી એમ જણાવતાં પોલીસે અપીલ કરી છે કે આવી ઘટના કોઈની સાથે બની હોય તો ગભરાયા વિના તેઓ પોલીસ પાસે આવે અને વિગતો આપે. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.                   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy