ઘરમાં કામવાળીની જગ્યાએ ક્યાંક આફત ન આવી જાય

વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ કરતી વેબસાઇટથી સાવધાન: ઑનલાઇન એજન્સીઓ મારફત આવતી બાઈ થોડા દિવસ કામ કર્યા પછી હાથફેરો કરીને ગાયબ થઈ જાય છે

e commerce



મમતા પડિયા

ડોમેસ્ટિક હેલ્પ સર્વિસના નામે મુંબઈમાં ચાલી રહેલી ઑનલાઇન એજન્સીની છેતરપિંડીનો ભોગ મહિલાઓ અને સિનિયર સિટિઝન બની રહ્યાં છે. ગોરેગામમાં રહેતાં ફૅશન-ડિઝાઇનર નિરુશા નિખતે એક વેબસાઇટ પરથી ઘરમાં નોકરાણી રાખી હતી, પરંતુ અમુક જ દિવસમાં તેના ઘરમાંથી વાસણથી માંડીને મોંઘાં ડ્રેસ મટીરિયલ અને સોનાના દાગીના પર હાથફેરો કરીને બાવીસ વર્ષની કામવાળી જતી રહી હતી. આ એજન્સીઓના વિરોધમાં જઈને ભવિષ્યમાં અન્ય આફતને આમંત્રણ દેવા નહીં માગતાં સિનિયર સિટિઝન કે મહિલાઓ ફરિયાદ નોંધાવતાં નથી. જોકે નિરુશા નિખતના ઘરે ચોરી કરનાર કામવાળી વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યારે આ વેબસાઇટ બંધ થઈ ગઈ હોવા છતાં આવી બીજી કેટલીક વેબસાઇટ પરથી આવા જ ફ્રૉડ થતા હોવાની શક્યતા રહેલી છે.

ઑનલાઇન ચાલતી એજન્સીઓ પરથી એક નહીં, અનેક છેતરપિંડી થઈ ચૂકી છે એમ જણાવીને ગોરેગામ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘પંજાબ, હરિયાણા અને અન્ય જગ્યાએથી પણ મુંબઈની ઑફિસનું સરનામું આપીને રજિસ્ટ્રેશન-ફીના નામે ૧૦,૦૦૦ રૂપિયા અથવા એથી વધુ પડાવીને મોબાઇલ-નંબર બંધ કરી નાખે છે. આ રીતે ડોમેસ્ટિક હેલ્પરની જાળમાં ફસાયા હોય તેમણે નિરુશા નિખતની જેમ આગળ આવીને ફરિયાદ નોંધાવવી જોઈએ.’

એજન્સીનું કામકાજ

ઑનલાઇન એજન્સી ચલાવતી ઠગ-કંપની કોઈ પણ નામે સોશ્યલ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવે છે, જેને કામવાળીની જરૂરત હોય તે એજન્સીનો સંપર્ક કરે છે. નોકરાણીના ફોટોથી માંડીને જરૂરી વિગત આપીને ફોન પર વાત પણ કરાવે છે. એજન્સીઓ વિવિધ રીતે સામેવાળી પાર્ટીની છેતરપિંડી કરવાની રીત અજમાવે છે. અન્ય રાજ્યની ૧૬ વર્ષ કે ૧૮ વર્ષની છોકરીને સિનિયર સિટિઝનના ઘરે મોકલે છે અને તેનો એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ બનાવે છે. એની સામે એક મહિનાનો નક્કી કરાયેલો પગાર કમિશનપેટે એજન્સી લેતી હોય છે. દરમ્યાન કામવાળી ચારથી પાંચ દિવસ ઘરમાં કામ કરીને અચાનક પલાયન થઈ જાય છે. એજન્સી જવાબદારીથી હાથ ખંખેરી નાખે છે અને કમિશનના પૈસા પણ પાછા આપતી નથી. બીજા કેસમાં એજન્સી કામવાળીને મોકલે છે અને ઘરના માલિકનો વિશ્વાસ સંપાદન કરવા માટે પોતાના ઉપજાવેલા દુ:ખી ભૂતકાળને વાગોળીને રડે છે. એક અઠવાડિયામાં ઘરમાં કીમતી વસ્તુ ક્યાં રખાઈ છે એની તપાસ કરીને મોકો મળતાં હાથફેરો કરીને રફુચક્કર થઈ જાય છે.

પોલીસ-ફરિયાદ નહીં કરવાનું કારણ

વિદેશ અથવા બીજા રાજ્યમાં કે અલગ રહેતા દીકરાઓ વૃદ્ધ માતા-પિતાની સેવા માટે ચોવીસ કલાક તેમના ઘરમાં રહી શકે એવી કામવાળીને એજન્ટના માધ્યમથી બુક કરે છે, પરંતુ છેતરપિંડી થયા બાદ પોલીસ-ફરિયાદ નોંધાવતા નથી. નજીવી રકમ માટે હત્યા થવાના બનાવ ભૂતકાળમાં બની ચૂક્યા છે એથી ભવિષ્યમાં કંઈ અજુગતું બને નહીં એના ભયે મોટે ભાગે છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો ફરિયાદ નોંધાવતા નથી. ૯૦ વર્ષની ઉંમરનાં મમ્મી અને પપ્પાની સુવિધા માટે ચોવીસ કલાકની કામવાળી રાખીએ છીએ એમ જણાવીને બોરીવલીમાં રહેતા એક પત્રકારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સાથે પહેલાં બે વખત છેતરપિંડી થઈ હતી. કામવાળીએ સાત દિવસ કામ કર્યું હતું અને તેને ઘરની બધી જાણકારી મળી ગઈ હતી. એથી એકલાં રહેતાં વૃદ્ધ મમ્મી-પપ્પાને ભવિષ્યમાં બીજી સમસ્યા થાય નહીં એ માટે પહેલી વખત ફરિયાદ કરી નહોતી, પરંતુ બીજી વખત પણ આવું જ થયા બાદ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK