મહારાષ્ટ્રમાં બાંધકામ પર હંગામી પ્રતિબંધ

રાજ્ય સરકાર સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પ્લાન રજૂ કરવામાં નિષ્ફળ ગઈ: આની પ્રતિકૂળ અસર મેટ્રો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પર પડશે

મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં બાંધકામ પર હંગામી પ્રતિબંધની અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પડવાની શક્યતા છે. રાજ્ય સરકારની બેદરકારીને કારણે એવું બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એ બાબતમાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ પાસે સ્પષ્ટતાની માગણી કરી છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પ્લાનના સંદર્ભમાં ઊભા થયેલા પ્રfનના અનુસંધાનમાં BMC સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ ફાઇલ કરશે.

રાજ્ય સરકાર સમયસર સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ (SWM) પ્લાન ઘડીને સુપરત કરવામાં નિષ્ફળ જતાં સર્વોચ્ચ અદાલતે ૧ સપ્ટેમ્બરથી બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. યોગાનુયોગ મહારાષ્ટ્રમાં એક વર્ષથી SWM પૉલિસી હોવા છતાં કોર્ટને જાણ કરીને કોઈ આદેશ માગવામાં આવ્યો ન હોવાથી એ પૉલિસીના અમલનો આદેશ આપવામાં નહોતો આવ્યો. રાજ્ય સરકારની એ બેદરકારીને કારણે અત્યારનાં બાંધકામો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ વિલંબમાં પડે એવી શક્યતા છે. એ પ્રતિબંધને કારણે મેટ્રો રેલવે, મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે તથા મુંબઈ-ગોવા હાઇવે પહોળો કરવાની યોજનાઓ વિલંબમાં મુકાવાની કે ખોરંભે ચડવાની શક્યતા છે.

દરમ્યાન BMCએ બાંધકામના કાટમાળના નિકાલ તથા SWM પ્લાન બાબતે પોતાની કેફિયત રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ ફાઇલ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ છ મહિના પહેલાં પણ આવા પ્રતિબંધનો સામનો કર્યો હતો. જોકે એ બાબતે પૉલિસી ઘડાયા પછી એ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. હવે BMCએ આ પ્લાનનો અસરકારક રીતે અમલ કેવી રીતે થઈ રહ્યો છે એની સ્પષ્ટતા કરવાની રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK