કણકવલીથી મુંબઈ ફરવા આવેલા ચાર ભાઈઓ ટ્રેન નીચે કચડાઈ ગયા

ઘરે પહોંચવાની ઉતાવળમાં ઊભેલી ટ્રેનમાંથી કૂદકો માર્યો ત્યાં સામેથી જતી ટ્રેન હેઠળ આવી ગયા

પોઇસર વિસ્તારમાં રહેતો યુવાન ગામથી પાછા ફરતી વખતે વેકેશન માણવા માટે પોતાના પિતરાઈ ભાઈઓને સાથે લઈ આવ્યો, પરંતુ સોમવારે સવારે સાડાપાંચ વાગ્યે મુંબઈમાં પગ મૂકતાં જ કાંદિવલી અને બોરીવલી વચ્ચે ચારેય ભાઈઓને ટ્રેન-અકસ્માત નડ્યો હતો. પોઇસરમાં રહેતો ૨૩ વર્ષનો સાગર ચવાણ સિંધુદુર્ગના પોતાના ગામ કણકવલી ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેના ૧૭ વર્ષના ભાઈ સાંઈપ્રસાદ ચવાણ, ૧૭ વર્ષના મનોજ ચવાણ અને ૨૦ વર્ષના દત્તપ્રસાદ ચવાણને મુંબઈ તેની સાથે લાવ્યો હતો. ચવાણ પરિવારે તો પહેલાં દીકરાઓની ડેડ-બૉડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ટ્રેન-અકસ્માતમાં એકાદ જણનું મૃત્યુ થઈ શકે છે અને એકસાથે ચારેય જણ કેવી રીતે એનો ભોગ બન્યા હશે એવો પ્રfન તેમણે રેલવે-પ્રશાસન અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને કર્યો હતો. જોકે બપોર બાદ આ મામલો શાંત પડ્યો હતો.

બોરીવલીની લોકલ ટ્રેનમાં આ ચારેય જણ વહેલી સવારે પ્રવાસ કરી રહ્યા હતા એમ જણાવીને બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેશ ધિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કણકવલીથી જનશતાબ્દીમાં ચારેય ભાઈ દિવા પહોંચ્યા હતા અને ત્યાંથી લોકલ ટ્રેનમાં દાદર આવ્યા હતા. દાદરથી બોરીવલીની ટ્રેનમાં તેઓ બેઠા હતા. આ ઘટના વહેલી સવારે બની હતી. તેમની ટ્રેન કાંદિવલી બાદના સિગ્નલ પર ઊભી રહી હતી. ચારેય ભાઈઓએ ઘરે વહેલા પહોંચવાની ઉતાવળમાં ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. તેઓ રેલવે-ટ્રૅક ક્રૉસ કરવા જતા હતા ત્યારે જ અચાનક વિરુદ્ધ દિશાથી ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લોકલની અડફેટમાં આવ્યા હતા. GRPને અકસ્માત વિશે માહિતી મળતાં ટ્રૅક પર પડેલા ચારેય યુવાનોને સારવાર માટે કાંદિવલીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાનું ડૉક્ટરે જાહેર કર્યું હતું. ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy