હાઈ કોર્ટની મનાઈ છતાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ પણ દહીહંડી ફોડી હતી?

મુંબઈની એક સામાજિક સંસ્થાએ કર્યો આવો આક્ષેપ, હવે એ અદાલતના અનાદર બાબતે કોર્ટનો દરવાજો ખખડાવશે

court

પ્રીતિ ખુમાણ ઠાકુર

મહારાષ્ટ્રભરમાં સોમવારે જન્માષ્ટમી નિમિત્તે ધામધૂમથી દહીહંડીના કાર્યક્રમો યોજાયા હતા. ગોવિંદા-ટીમમાં ૧૪ વર્ષની ઉંમરથી નાનાં બાળકો સહભાગી ન થવાં જોઈએ એવા કોર્ટના આદેશ બાદ અમારી ચાંપતી નજર રહેશે એવા દાવા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે મુંબઈના એક ફોરમ દ્વારા દહીહંડીના દિવસે મુંબઈભરમાં વિવિધ જગ્યાએ મોટા પાયે એટલે કે જેનું ઇનામ ૫૦ હજાર રૂપિયા કે એનાથી વધુ હોય એવા કાર્યક્રમમાં પોતાના વૉલન્ટિયર મોકલીને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે ફોરમે એવો આરોપ મૂક્યો છે કે ઘણી જગ્યાએ ગોવિંદા-ટીમમાં ૧૪ વર્ષથી નાની ઉંમરનાં બાળકોએ પણ ભાગ લીધો હતો એટલું જ નહીં, કોર્ટે મહારાષ્ટ્ર સરકારને થરની ઊંચાઈ નક્કી કરવા વિશે આદેશ આપ્યો હતો પરંતુ બે વર્ષ થવા આવ્યાં એ વિશે સરકારે કોઈ નિર્ણય લીધો નથી એવી ઝાટકણી કાઢતાં ફોરમ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ થયો હોવાથી કોર્ટનો દરવાજો ખખડાવવાની બધી તૈયારી કરી રહ્યું છે.

દહીહંડીના કાર્યક્રમમાં જઈને અમે તપાસ કરી હતી એમ જણાવતાં ભારત સિટિઝન ઍક્શન ફોરમ (BCAF)ના પ્રવક્તા અને જનરલ સેક્રેટરી ફ્લાઇન રેમેડિઓસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દહીહંડી વખતે નાના ગોવિંદાની સેફ્ટીને ધ્યાનમાં લઈને કોર્ટે ૧૪ વર્ષથી નાની ઉંમરના ગોવિંદાને ટીમમાં સામેલ કરવા નહીં એવો સ્પષ્ટ આદેશ આપ્યો હતો અને એની જવાબદારી પોલીસને સોંપવામાં આવી હતી. પોતાના વિસ્તારમાં આવતા પોલીસ-સ્ટેશનમાં ગોવિંદા પથકોએ ટીમના સભ્યોનું નામ, ઓળખપત્ર અને ફોટો વગેરે આપવાનું હતું. જોકે અમારા ફોરમના ૧૦૦ વૉલન્ટિયર્સે નવી મુંબઈ, ચેમ્બુર, થાણે, કુર્લા, બાંદરાથી લઈને મીરા રોડ એમ કુલ ૫૦ જગ્યાએ જઈને સર્વે કર્યો હતો. ૧૦૦ જણની ટીમમાં અમારી પાસે ૫૦ વિડિયોગ્રાફર અને ૫૦ ફોટોગ્રાફર હતા. આ લોકોએ કરેલા સર્વેમાં ઘણી ગોવિંદા-ટીમમાં ૧૪ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો મટકી ફોડવા સૌથી ટૉપ પર ચડ્યાં હતાં. અનેક મહિલા ગોવિંદા-ટીમમાં પણ આવું જ જોવા મYયું હતું. મુંબઈના અમુક ભાગોમાં ચેકિંગ હોવાથી અને કાર્યક્રમો પણ ઓછા હોવાથી સબબ્ર્સ બાજુએ આ વધુ જોવા મળ્યું હતું. એમાં પણ અમે ૫૦ હજાર રૂપિયા કે એનાથી વધુ ઇનામ આપતા હોય એવા જ કાર્યક્રમમાં તપાસ કરી હતી. નાની ગલીઓ કે સોસાયટીઓ ભેગી કરીને કરતા હોય ત્યાં તો જોયું પણ નથી. જોકે અમુક સોસાયટીઓ નાનાં બાળકો માટે વિશેષ અમુક થરની મટકી બાંધે છે. જોકે કાયદા પ્રમાણે એ પણ ખોટું જ છે. નાનપણથી આપણે તાલીમ આપીએ અને ત્રણેક વર્ષમાં તો બાળકો ચારથી પાંચ થર પર જવા માટે ઉત્સાહિત થઈ જતાં હોય છે.’

કોર્ટનો દરવાજો ખખડાવીશું એમ જણાવતાં ફ્લાઇન રેમેડિઓસે કહ્યું હતું કે ‘અમે જે સર્વે કર્યો ત્યાંના પોલીસ-સ્ટેશનમાં જઈને અમે પોલીસને ગોવિંદા-ટુકડીઓએ સબમિટ કરેલા ડૉક્યુમેન્ટ્સની તપાસ કરાવી રહ્યા છીએ. જોકે પોલીસ તો કહે છે કે ૧૪ વર્ષથી ઉપરના જ ગોવિંદાઓનો સમાવેશ છે. કદાચ ટુકડીઓએ છેલ્લી ઘડીએ ૧૪ વર્ષથી નાના ગોવિંદાઓને સાથે લઈ લીધા હશે. અમારી પાસે રહેલા પુરાવા અને અન્ય માધ્યમથી પણ અમે વિડિયો ભેગા કરી રહ્યા છીએ. અમે તો ફક્ત મુંબઈની જ તપાસ કરી છે; પરંતુ મુંબઈની બહાર જેમ કે પુણે, નાગપુર વગેરે જગ્યાના પણ અમે વિડિયો મગાવી રહ્યા છીએ. ૩૦ ફીટ જેટલી હાઇટ પર ગોવિંદા ચડે અને પડે તો હાથ-પગમાં ફ્રૅક્ચર આવે છે; પરંતુ એનાથી વધુ હાઇટ પરથી પડે તો તેનું મૃત્યુ થવાનું નિãત છે જ એટલું જ નહીં, કોર્ટે મહારાષ્ટ્ર સરકારને થરની હાઇટ નક્કી કરવા માટે બે વર્ષ પહેલાં આદેશ આપ્યો છે; પરંતુ એ વિશે પણ સરકારે ગંભીરતા દેખાડી નથી. બધા પુરાવા ભેગા થઈ જાય પછી એક-બે દિવસમાં અમે મહારાષ્ટ્ર સરકાર સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની પિટિશન કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK