મુંબઈ કૉન્ગ્રેસના ગુજરાતી સેલના કાર્યાલયના લોકાર્પણનો પ્રસંગ સપડાયો વિવાદમાં

યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ જગ્યા આપવા સામે વિરોધ વ્યક્ત કરતાં વાતાવરણ તંગ થયું, પણ કુનેહપૂર્વક સમસ્યાનું નિવારણ કરીને ગુજરાતી સેલના અધ્યક્ષ ડૉ. ઉપેન્દ્ર દોશીએ યુવા અધ્યક્ષને મોઢું મીઠું કરાવ્યંશ

cell

મુંબઈ કૉન્ગ્રેસના ગુજરાતી સેલનું ગઈ કાલે ભૂતપૂર્વ સંસદસભ્ય એકનાથ ગાયકવાડના હસ્તે આઝાદ મેદાન પાસે આવેલા રાજીવ ગાંધી ભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યાલય લોકાર્પણ થાય એ પહેલાં યુથ કૉન્ગ્રેસ સાથે જગ્યાની બાબતમાં વિવાદ ઊભો થતાં વાતાવરણ થોડી વાર માટે ગરમ થઈ ગયું હતું, પરંતુ ગુજરાતી સેલના અધ્યક્ષ ઉપેન્દ્ર દોશીએ તેમની કુનેહથી બાજી સંભાળીને વાતાવરણને શાંત કરી દીધું હતું.

છેલ્લાં ૬૦ વર્ષમાં અનેક ગુજરાતી નેતાઓએ ગુજરાતીઓનું નેતૃત્વ કૉન્ગ્રેસમાં કર્યું છે, પણ ગુજરાતી સેલનું કાર્યાલય પહેલી વાર ઉપેન્દ્ર દોશીના અધ્યક્ષપદ હેઠળ શરૂ થતાં ગુજરાતીઓમાં એક નવો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ પહેલાંના ગુજરાતી સેલના અધ્યક્ષ મનીષ શાહે ચાર વર્ષ સુધી માટુંગામાં તેમની જ ઑફિસમાં ગુજરાતી સેલનું કાર્યાલય બનાવ્યું હતું, પરંતુ મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે પહેલી વાર રાજીવ ગાંધી ભવનમાં ગુજરાતી સેલના કાર્યાલય માટે જગ્યા આપીને ગુજરાતીઓની પાર્ટી માટેની મહત્તામાં વધારો કર્યો હતો.

cell1

સંજય નિરુપમે ગુજરાતી સેલના કાર્યાલય માટે યુથ કૉન્ગ્રેસના કાર્યાલયમાં એક નાનકડી જગ્યા આપી હતી. ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ગુજરાતી સેલના કાર્યાલયમાં પૂજા કરી લોકાર્પણ કરવાની તૈયારી થતાં જ યુથ કૉન્ગ્રેસના ગણેશ કુમાર અને અન્ય કાર્યકરોએ ગુજરાતી સેલની ઑફિસ તેમના કાર્યાલયમાં થાય એની સામે સખત વિરોધ કર્યો હતો. જગ્યાની બાબત પર એટલોબધો ઊહાપોહ થયો કે યુથ કૉન્ગ્રેસના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરોનાં ટોળેટોળાં રાજીવ ગાંધી ભવનમાં જમા થઈ ગયાં હતાં. એકાવન વર્ષથી કૉન્ગ્રેસ સાથે જોડાયેલા ઉપેન્દ્ર દોશીએ સહેજ પણ ગરમ થયા વગર બાજી સંભાળી લીધી હતી તેમ જ કાર્યાલયના લોકાર્પણ સમયે ભૂતપૂર્વ સંસદસભ્ય એકનાથ ગાયકવાડની સાથે યુથ કૉન્ગ્રેસના અધ્યક્ષ ગણેશ કુમારને પણ રિબન કાપવામાં સાથે રાખી લીધા હતા તેમ જ તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

આ સેલના માધ્યમથી મારો ગુજરાતીઓને કૉન્ગ્રેસના છત્ર હેઠળ લાવવાનો પ્રયાસ રહેશે એમ જણાવતાં ઉપેન્દ્ર દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલ ગુજરાતી સેલના કાર્યાલયથી અમે કરી છે. ત્યાર બાદ વૉર્ડ, વિધાનસભા અને લોકસભાનાં ક્ષેત્રો પ્રમાણે ગુજરાતીઓની કમિટીઓની રચના કરી અને ગુજરાતીઓનું વર્ચસ્વ કૉન્ગ્રેસ પાર્ટીમાં વધે એ માટે હું કટિબદ્ધ છું અને હું મારી જવાબદારી પૂરા જોશ સાથે નિભાવીશ. અમે અમારું કાર્યાલય રાજીવગાંધી ભવનની અન્ય જગ્યામાં ટૂંક સમયમાં શરૂ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK