શાર્કની પાંખ અને પૂંછડીના ભાગનો ૨૨.૪૦ કરોડની કિંમતની જથ્થો જપ્ત

શાર્ક ફિન સૂપનો એક બોલ ૭૧૨૦ રૂપિયામાં વેચાય છે : પાંખો કાપીને શાર્કને પાછી દરિયામાં ફેંકી દેવાય છે અને તરી ન શકતાં તેમ જ ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામે છે એટલે એના પર છે પ્રતિબંધ

shark

મમતા પડિયા

ચીન અને હૉન્ગકૉન્ગમાં ઊંચી કિંમતે પીરસાતી માછલીની વાનગીઓમાં મહત્વનું સ્થાન ધરાવતી શાર્ક ફિન્સ (પાંખ અને પૂંછડીનો હિસ્સો)ના ૮૦૦૦ કિલોના જથ્થાને મુંબઈ અને ગુજરાતમાં ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કાર્યવાહી કરીને જપ્ત કર્યો હતો. શાર્કમાં જીવ હોય ત્યારે જ એની પાંખ અને પૂંછડીના ભાગને કાપી લેવામાં આવે છે. આ શાર્ક ફિન્સની વિદેશમાં ઘણી ડિમાન્ડ છે. દરિયાઈ જીવનનું સંતુલન ખોરવાય નહીં એ માટે શાર્ક ફિન્સની નિકાસ પર આપણા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર DRIએ મુંબઈમાં શિવડીના ગોડાઉનમાંથી ૩૦૦૦ કિલો અને ગુજરાતના વેરાવળના ગોડાઉનમાંથી ૫૦૦૦ કિલો એમ કુલ ૮૦૦૦ કિલો માલ રેઇડ પાડીને જપ્ત કર્યો હતો. આ કેસમાં માસ્ટર માઇન્ડ સહિત ચાર જણને DRIએ તાબામાં લીધા હતા. શાર્કની પાંખો અને પૂંછડીનો આ ભાગ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૨૮૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે.

shark1

સૂકી ચામડી, દરિયાઈ સૂકું ઉત્પાદન, માછલીની અંદરનો સૂકો ભાગ એમ કહીને શાર્કની પાંખો અને પૂંછડીની નિકાસ કરવામાં આવતી હતી એમ જણાવીને DRI ઑથોરિટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાઇનીઝ અને વિયેટનામીઝ ભોજનમાં પારંપરિક આહાર તરીકે શાર્ક ફિન્સનો ઉપયોગ શાર્ક ફિન સૂપ બનાવવા માટે થાય છે. આ સૂપનો એક બોલ ૧૦૦ ડૉલર (ભારતીય ચલણમાં ૭૧૨૦ રૂપિયા)માં વેચાય છે. આમ તો શાર્ક ફિન્સનું વજન તેના કુલ વજનના એકથી પાંચ ટકા હોય છે. માછીમારો ખાસ શાર્ક ફિન્સ મેળવવા માટે શાર્કને જીવતી પકડીને એની પાંખ અને પૂંછડી કાપી નાખે છે. ત્યાર બાદ જીવતી શાર્કને દરિયામાં ફેંકી દેતા હોય છે. શાર્કની પાંખ અને પૂંછડી જતી રહી હોવાથી એ તરી શકતી નથી અને દરિયાના તળિયે પડી રહે છે અને ગૂંગળાઈને મરી જાય છે અથવા તો એમનું ભક્ષણ થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હેઠળની ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (DGFT)એ ૨૦૧૫ની ૬ ફેબ્રુઆરીએ શાર્ક ફિન્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.’

સૂકી ચામડી, દરિયાઈ સૂકું ઉત્પાદન, માછલીની અંદરનો સૂકો ભાગ એમ કહીને સરકારી યંત્રણાની છેતરપિંડી કરીને શાર્ક ફિન્સની નિકાસ કરવામાં આવે છે એમ જણાવીને DRI ઑથોરિટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના શિવડી અને ગુજરાતના વેરાવળના ગોડાઉનમાં વારંવાર શાર્ક ફિન્સનો સ્ટૉક જમા કરવામાં આવતો હતો. ત્યાર બાદ એને ચીન અને હૉન્ગકૉન્ગમાં નિકાસ કરવામાં આવતો હતો. જપ્ત કરાયેલા ૮૦૦૦ કિલો માલની તપાસ કરતાં વાઇલ્ડ-લાઇફ ઇન્સ્પેક્ટરોએ આ માલ શાર્ક ફિન્સ હોવાનું જણાવ્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK