થાણેની હવેલી નજીક ભંગાર વેચતા આરોપીએ બનાવેલો લૂંટનો પ્લાન

પોલીસે માત્ર આઠ કલાકની અંદર જ છએ છ આરોપીને પકડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, એક દંપતીનો પણ સમાવેશ, પોલીસ-ટીમને આપવામાં આવ્યું ૨૧,૦૦૦ રૂપિયાનું ઇનામ

chori

પ્રીતિ ખુમાણ ઠાકુર

થાણે (વેસ્ટ)ના જાંબલી નાકા પરિસરમાં આવેલી શેઠશ્રી જયંતીલાલ ત્રિભોવનદાસ થાણાવાલા સંચાલિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી-વૈષ્ણવ મંદિર ટ્રસ્ટના કૃષ્ણમંદિરમાં ચોરો જન્માષ્ટમી પહેલાં જ હાથફેરો કરીને મંદિરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના એમ લાખો રૂપિયાની મતા ચોરી ગયા હોવાનું જાણવા મળતાં થાણેના કૃષ્ણભક્તોમાં નારાજગી જોવા મળી હતી. જોકે અમુક કલાકોની અંદર જ પોલીસે ચોરોને શોધી કાઢીને ચોરાયેલી માલમતા જપ્ત કરી હતી જેને પગલે કૃષ્ણભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો અને પોલીસના ફાસ્ટ ફૉર્વર્ડ કામની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

થાણેના વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવિકાન્ત માલેકરે ‘મિડ-ડે’ને આ ચોરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘રવિવારે સવારે મંદિરમાં ચોરી થઈ હોવાની માહિતી મળતાં ઘટનાસ્થળે જઈને તપાસ કરવામાં આવી હતી. મંદિરમાં ચોરોએ રોકડ રકમ સહિત સોના-ચાંદીના ભગવાનના દાગીના ચોરી કર્યા હતા. આ દાગીનામાં મંદિરનાં ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનાં ઘરેણાં, ચાંદીનાં વાસણો હતાં. આ કેસમાં છ ચોરોને પકડવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓમાં એક દંપતીનો પણ સમાવેશ છે.’

કેસ કેવી રીતે ઉકેલવામાં આવ્યો એ વિશે માહિતી આપતાં ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ સત્ય નારાયણે કહ્યું હતું કે ‘શનિવારે રાતે અને રવિવારે વહેલી સવાર સુધી ચોરો દ્વારા મંદિરનો દરવાજો તોડવામાં આવ્યો અને અંદર ઘૂસીને ચોરી કરવામાં આવી હતી. કબાટમાં રાખવામાં આવેલી રોકડ રકમ અને મંદિરમાં રહેલા દાગીના લઈ ગયા હતા. રવિવારે મંદિરના મૅનેજમેન્ટ દ્વારા મંદિર ખોલવામાં આવ્યું ત્યારે દાગીના અને પૈસા ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ચતુર ચોરોએ મંદિરના પરિસરમાં લગાડવામાં આવેલા CCTV કૅમેરા પણ ડિસકનેક્ટ કરી દીધા હતા. અમે મંદિરની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી અને એની મદદથી આરોપીઓ સુધી પહોંચી શક્યા હતા. ફુટેજની મદદથી દિવાના શિળફાટાથી ૨૬ વર્ષના સંતોષ કાંબળેને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કર્યા બાદ પોલીસે મુખ્ય આરોપીની ૨૧ વર્ષની પત્ની રેખા અને પાંચ આરોપીને પકડી પાડ્યા હતા. ચોરીમાં પકડાયેલા આરોપીઓની ઉંમર ૧૯ વર્ષથી લઈને ૨૬ વયજૂથ વચ્ચે હતી. આરોપીઓ ચોરીના માલ સાથે ભાગી જવાના પ્લાનમાં હતા, પરંતુ એ પહેલાં જ પોલીસે તેમને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત દાગીના એમ ૪૪.૭૬ લાખ રૂપિયાની વસ્તુઓ, એક કાર અને એક રિક્ષા જેના દ્વારા તેઓ ભાગવાનો પ્લાન કરી રહ્યા હતા એને જપ્ત કર્યાં હતાં. મંદિરના અમુક દાગીના તો લગભગ ૧૫૦ વર્ષ જૂના છે. મંદિરના મૅનેજમેન્ટે આ બધી કીમતી વસ્તુઓ બૅન્કના લૉકરમાં રાખવાને બદલે મંદિરમાં જ રાખી હતી. મુખ્ય આરોપી મંદિર પાસે ભંગાર વેચવાનું કામ કરતો હતો એથી તેને મંદિરમાં દરરોજ થતી બધી પ્રવૃત્તિઓ વિશે સારું નૉલેજ હતું. એથી મુખ્ય આરોપી અને તેની પત્ની ચોરી કરવા પહેલાં ત્યાં જઈને બધો અભ્યાસ પણ કરીને આવ્યાં હતાં. આરોપીઓ આ પહેલાં કોઈ ચોરીમાં કે અન્ય કોઈ ક્રાઇમમાં સામેલ છે કે એ વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરી થયેલી વસ્તુઓ કોર્ટમાં લીગલ પ્રક્રિયા પૂરી થયા બાદ મંદિરના મૅનેજમેન્ટને આપવામાં આવશે. કલાકોમાં કેસ ઉકેલીને કાબિલે તારીફ કામ કરવામાં આવ્યું હોવાથી પોલીસ-ટીમને ૨૧ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK