સૌથી ઊંચી મટકી ફૂટી એમાં દેવેન્દ્ર ફડણવીસ કારણ બન્યા

મુખ્ય પ્રધાને પાનો ચડાવ્યો એટલે જય જવાન મંડળના ગોવિંદાઓએ ફટાફટ નવ થર બનાવી પહેલા જ પ્રયાસમાં મહારાષ્ટ્રની આ વર્ષની સૌથી ઊંચી મટકી ફોડી ૧૧ લાખનું ઇનામ જીત્યું

fadnavis

પ્રીતિ ખુમાણ ઠાકુર

થાણે (વેસ્ટ)માં આવેલા ડૉ. કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહ, હીરાનંદાની મીડોઝ પાસે ગઈ કાલે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની ઉત્સાહ આપતી સ્પીચ વચ્ચે નવ થર લગાડીને મહારાષ્ટ્રની આ વર્ષની સૌથી ઊંચી મટકી જોગેશ્વરીના જય જવાન ગોવિંદા મંડળે ફોડી હતી. આ મટકી ફોડતાં જ લોકોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગોવિંદા પથકે ૧૧ લાખ રૂપિયાનું ઇનામ પણ જીત્યું હતું.

જોગેશ્વરીની જવ જવાન ગોવિંદા મિત્ર મંડળ દ્વારા નવ થર લગાડીને મહારાષ્ટ્રની પહેલી દહીહંડી ફોડવામાં આવી હતી. આ મંડળના અધ્યક્ષ સંદીપ ઢવળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારું મંડળ દહીહંડી પહેલાં ખૂબ પ્રૅક્ટિસ કરતું હોય છે અને એમાં ખાસ સુરક્ષા ધ્યાનમાં રાખીને કેવી રીતે વધુ થર લગાવવા એના પર ધ્યાન આપીએ છીએ. ૨૦૦૮થી એટલે કે છેલ્લાં ૧૧ વર્ષથી અમારું પથક મટકી ફોડવા વિવિધ વિસ્તારોમાં જાય છે. આ વખતે થાણેમાં આયોજક દ્વારા પહેલી વખત યોજાયેલી દહીહંડીમાં ગયા હતા. ત્યાં ચીફ મિનિસ્ટરે ખૂબ સરસ સ્પીચ આપીને અમારો ઉત્સાહ વધાર્યો હતો અને અમે અમુક મિનિટોની અંદર નવ થર લગાડીને મટકી ફોડી હતી. અમે મોટા ભાગે નવ થર જ લગાડવાના પ્રયત્નો કરીએ છીએ અને અહીં નવ થર લગાડવા માટે ૫૪૦ ગોવિંદાઓએ ભાગ લીધો હતો. નવ થર માટે ૧૧ લાખ રૂપિયાનું ઇનામ પણ અમે જીત્યું છે. થાણેની આ મટકી બાદ નૌપાડા વિસ્તારમાં અને ત્યાંથી અન્ય વિસ્તારોમાં પણ અમે મટકી ફોડવા ગયા હતા.’

સ્વામી પ્રતિષ્ઠાનના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના નેતા શિવાજી પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આયોજક તરીકે અમારું પહેલું વર્ષ હતું અને એ વાતનો ગર્વ છે કે પહેલા જ વર્ષે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારાષ્ટ્રની સૌથી ઊંચી નવ થરની પહેલી મટકી અહીં ફોડવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો ઉત્સાહ સાતમે આસમાને હતો. ચીફ મિનિસ્ટર માઇક પર શુભેચ્છા આપીને ગોવિંદા પથકને ઉત્સાહ વધારી રહ્યા હતા કે એટલી વખતમાં પથકે જલદીથી નવ થર પણ કરી દીધા હતા. આખું વાતાવરણ જ કંઈક અલગ જોવા મળ્યું હતું.’

fadnavis1

મુંબઈમાં હજારથી વધુ ગોવિંદા મંડળ

મુંબઈમાં જન્માષ્ટમીનો ક્રેઝ ખૂબ વધતો જઈ રહ્યો છે તેમ જ મુંબઈમાં હજારથી વધુ ગોવિંદા પથક છે. માઝગાવના શ્રી દત્ત ક્રીડા મંડળના અધ્યક્ષ બાલા પડેલકરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘ગઈ કાલે મુંબઈભરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોવિંદા પથકોએ થર લગાડ્યા હતા. સાત, આઠ થરની સાથે આ વખતે નવ થર પણ લગાડવામાં આવ્યા હતા. મુંબઈમાં હજારથી વધુ ગોવિંદા મંડળો છે અને એમાથી સાડાનવસો ગોવિંદા મંડળોએ વીમો કઢાવેલો છે તેમ જ અમે મંડળની સુરક્ષા વિશે ખાસ ધ્યાન રાખવા અને સુરક્ષાનાં સાધનો વાપરવા આહ્વાન પણ કર્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK