યે લાઇટ કબ જલેગી?

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અનેક વચનો પૂરાં કર્યા વગર કંપની અદાણી ગ્રુપને વેચી દીધી એવો આક્ષેપ કરીને આઠ દિવસથી અસહકાર આંદોલન કરી રહેલા કર્મચારીઓને લીધે સબર્બ્સમાં ઘણે ઠેકાણે વીજસંકટ

light

રોહિત પરીખ

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામદારોની બનેલી મુંબઈ ઇલેક્ટ્રિક સંઘર્ષ સમિતિએ એની વિવિધ માગણીઓ સાથે ૨૪ ઑગસ્ટથી શરૂ કરેલા બેમુદત અસહકાર આંદોલનને કારણે ઉપનગરોના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ રહ્યો છે. એમાં લેટેસ્ટ ઉમેરો અંધેરી (ઈસ્ટ)ની વસંત વિહાર સોસાયટીનો છે. જોકે ગઈ કાલે હડતાળ ચાલુ હોવા છતાં ઘાટકોપરના રમાબાઈ નગરમાં ૨૯ કલાકે લાઇટ પાછી આવી હતી.

આ દરમ્યાન સોશ્યલ મીડિયામાં આંદોલનના કારણ બાબતમાં બે મેસેજો વાઇરલ થયા હતા. એક મેસેજમાં હડતાળ પર ઊતરેલા કામદારો ફીડરનો ફ્યુઝ કાઢી જતા હોવાનો આક્ષેપ કરીને કામદારોની આ મસ્તી સામે સાવધાન રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તો અન્ય એક મેસેજમાં કામદારોની આ હડતાળ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એની કંપની અદાણી ગ્રુપને વેચી નાખી હોવાથી કામદારો આંદોલન પર ગયા છે એમ જણાવવામાં આવ્યું હતું.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજોને રદિયો આપતાં મુંબઈ ઇલેક્ટ્રિક સંઘર્ષ સમિતિના પદાધિકારી અભિજિત વિખારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારાં માન્યતાપ્રાપ્ત યુનિયનો મુંબઈ ઇલેક્ટ્રિક વર્કર્સ યુનિયન અને મુંબઈ ઇલેક્ટ્રિક ઑફિસર્સ અસોસિએશન અદાણીના આગમનને આવકારી રહ્યા છે. અમે કોઈ પણ ફીડર સાથે લોકોને તકલીફ પડે એવી કોઈ રમત નથી રમતા. અમારી સંઘર્ષ સમિતિ અસહકાર આંદોલન કરી રહી છે જેના માટે અમે ઑફિસમાં હાજર રહીએ છીએ. અમે ક્યાંય બહાર જતા નથી. એટલે અમારા કામદારો કશેય મસ્તી કરી રહ્યા છે એ આક્ષેપ સદંતર ખોટા છે.’

પોતાની માગણી બાબતની માહિતી આપતાં અભિજિત વિખારેએ કહ્યું હતું કે ‘રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમારી સાથે ૨૦૦૭થી ૨૦૧૬ સુધીમાં અનેક વાર કામદારોની ભરતી, કામદારોનાં વેતન, કામદારોનાં પ્રમોશન, કામદારોને બીજા અને ચોથા શનિવારે રજા જેવી અનેક બાબતોના કરાર કર્યા હતા. આમ છતાં આજદિન સુધી એમાંથી એક પણ કરાર પર કંપનીએ અમલ નથી કર્યો. એથી ૨૪ જુલાઈએ અમે ઝોનલ કાર્યાલય સામે ઉગ્ર પ્રદર્શન અને ૧૩ ઑગસ્ટે અમે ઘંટનાદ કરીને કંપનીના મૅનેજમેન્ટને જગાડવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ મૅનેજમેન્ટને અમારા આંદોલનની કોઈ જ અસર થઈ નહોતી. એથી ૨૪ ઑગસ્ટથી અમે બેમુદત અસહકાર આંદોલન શરૂ કર્યું છે, જેને લીધે લોકોને અંધારપટ જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. એ માટે અમને દરગુજર કરશો.’

lighjt1

અંધેરીની બહુમાળી વસંત વિહાર સોસાયટીની લાઈટ ગુલ, લિફ્ટ પણ બંધ

મુંબઈનાં ઉપનગરોમાં કાર્યરત રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અદાણી ગ્રુપ દ્વારા ટેકઓવર કરવામાં આવ્યા બાદ આ કંપનીના કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે અને એને પગલે ઉપનગરોના અનેક વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ થઈ રહી છે. ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે અંધેરીની વસંત વિહાર સોસાયટીનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેમણે ફરિયાદ કરી હોવા છતાં મોડી રાત સુધી તેમનો પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો નહોતો. આ વિશેની માહિતી આપતાં અંધેરીના રહેવાસી ચંદ્રકાંત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી વસંત વિહાર સોસાયટી લિફ્ટવાળું બિલ્ડિંગ છે અને અહીં વીજપુરવઠો ખોરવાય તો ઉંમરલાયક લોકો છ માળ ચડીને કેવી રીતે જઈ શકે? અમે ફરિયાદ કરી તો અમને જણાવવામાં આવ્યું હતું કે તમારી સોસાયટીનો ઇન્ટરનલ પ્રૉબ્લેમ છે, અત્યારે કર્મચારીઓની હડતાળ હોવાથી કોઈ આવી શકે એમ નથી. રિલાયન્સ હતી ત્યારે ફક્ત ૩૦ મિનિટમાં સર્વિસ મળતી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK