લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળની મૅનેજિંગ કમિટીમાં મહિલાઓ કેમ નથી?

આવો સવાલ કરીને લાલબાગમાં જ રહેતા સામાજિક કાર્યકર્તાએ ૮૪ વર્ષમાં કોઈ મહિલાને કોર કમિટીમાં સ્થાન મળ્યું ન હોવાનો કર્યો આરોપ 

raja

ચેતના યેરુણકર

ગણેશોત્સવ મંડળોમાં પણ પુરુષપ્રધાન સંસ્કૃતિ પ્રવર્તે છે. લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળમાં વ્યવસ્થા જાળવવા અને ઉજવણીમાં ક્યાંય ખલેલ ન પહોંચે એ માટે સેંકડો મહિલા કાર્યકરો મહેનત કરે છે, પરંતુ એમાંથી એક પણ મહિલાને મંડળની મૅનેજિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવતું નથી. લાલબાગના જ એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે મંડળના ૮૪ વર્ષના ઇતિહાસમાં ક્યારેય મહિલા કાર્યકરને મૅનેજિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

લાલબાગચા રાજાની વેબસાઇટ પર મૅનેજિંગ કમિટીના ૩૫ સભ્યોની યાદીમાં બધાં નામોની આગળ ‘શ્રી’ લખ્યું છે. ક્યાંય ‘શ્રીમતી’ કે ‘કુમારી’ લખ્યું નથી. લાલબાગ વિસ્તારના સામાજિક કાર્યકર મહેશ વેન્ગુર્લેકરે એ મંડળની મૅનેજિંગ કમિટીમાં એક પણ મહિલા સભ્ય ન હોવા વિશે ચૅરિટી કમિશનરને પણ ફરિયાદ કરી છે.

મહેશ વેન્ગુર્લેકરે લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળમાં મહિલાઓને નિર્ણય લેવાની કોઈ સત્તા આપવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો છે. મહેશ વેન્ગુર્લેકરે જણાવ્યું હતું કે ‘મહત્વના આર્થિક નિર્ણયો લેવાની સત્તા ધરાવતી કોર કમિટીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવતું નથી. ચૅરિટી કમિશનરને સુપરત કરવામાં આવેલા ઠરાવમાં ત્રણ વર્ષથી વધારે વખતથી મંડળના સભ્ય હોય એવા કોઈ પણ ‘પુરુષ’ને મૅનેજિંગ કમિટીના સભ્યપદની ઉમેદવારી કરવાના અધિકારનો ઉલ્લેખ છે. રીતસર સત્તાવાર ઠરાવમાં ભારપૂર્વક ‘પુરુષ’ શબ્દના ઉલ્લેખ દ્વારા મહિલાઓને નિર્ણાયક સત્તા સોંપવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.’

મંડળનું શું કહેવું છે?


લાલબાગચા રાજા મંડળના સચિવ સુધીર સાળવીએ મહેશ વેન્ગુર્લેકરના તમામ આક્ષેપોને ખોટા ગણાવતાં જણાવ્યું હતું કે ‘લગભગ ૧૨૦૦ મહિલા કાર્યકરો ૧૧ દિવસના ઉત્સવમાં સક્રિય હોય છે. એ બધી જ્યારે ઇચ્છે ત્યારે મૅનેજિંગ કમિટીમાં જોડાઈ શકે છે. અમે હંમેશાં તેમનું સ્વાગત કરીશું.’

ચૅરિટી કમિશનરનું શું કહેવું છે?


મહેશ વેન્ગુર્લેકરના આક્ષેપ વિશે ચૅરિટી કમિશનર શિવકુમાર દિઘેએ જણાવ્યું હતું કે ‘મહિલાઓને સાર્વજનિક મંડળની મૅનેજિંગ કમિટીમાં સ્થાન આપવાની કાયદેસર કે આદેશાત્મક જોગવાઈ નથી. જોકે લાલબાગચા રાજા ટ્રસ્ટના બંધારણના દસ્તાવેજો તપાસીને કોઈ પણ જોગવાઈઓનો ભંગ કરવામાં આવે છે કે નહીં એની ખાતરી કરવી પડશે. આ ફરિયાદના અનુસંધાનમાં તપાસ કરીને એમાં કરવામાં આવેલા આક્ષેપોમાં તથ્ય છે કે નહીં એની તપાસ કરીશ અને તપાસમાં સિદ્ધ થતી વિગતોના આધારે આવશ્યક પગલાં લેવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK