ફાયરબ્રિગેડના જવાનો બન્યા સફાઈ-કર્મચારી

ઘાટકોપરમાં સ્કાયવૉકની લટકી રહેલી મેટલ-પ્લેટ પડી ન જાય એ માટે પોલાણમાં ભરાયેલો કચરો કાઢવાની ફરજ બજાવવી પડી

skywalk

રોહિત પરીખ

સામાન્ય રીતે ફાયર-બ્રિગેડના જવાનોની ફરજ નાગરિકોને આગ અને હોનારતમાંથી બચાવવાની હોય છે, પરંતુ ગઈ કાલે ઘાટકોપરમાં ફાયર-બ્રિગેડના આ જવાનો પોતાની મૂળ ફરજ બાજુ પર મૂકીને જોખમી સ્કાયવૉકની મેટલ-પ્લેટમાંથી કચરો કાઢવાનું કામ કરી રહ્યા હતા.

ઘાટકોપર (ઈસ્ટ)ના પટેલ ચોકમાંથી પસાર થતા સ્કાયવૉકના નીચલા ભાગ પર સારા દેખાવ માટે લગાડવામાં આવેલી મેટલ-પ્લેટમાંથી એક ગઈ કાલે સાંજે ખૂલીને લટકી ગઈ હતી. જોખમી રીતે લટકી રહેલી આ મેટલ-પ્લેટને કારણે નાગરિકો જખમી ન થાય એ માટે ફાયર-બ્રિગેડને બોલાવવામાં આવી હતી, પરંતુ આ મેટલ-પ્લેટની પાછળ ઢંકાયેલો કચરાનો બહુ મોટો જથ્થો બહાર આવતાં ફાયર-બ્રિગેડના જવાનોએ આ કચરાની સાફસફાઈ કરવી પડી હતી. આ બનાવથી સ્કાયવૉકની જર્જરિત હાલત અને એની જાળવણી પ્રત્યે કરવામાં આવતી લાપરવાહી સામે આવી છે જે ક્યારેક રાહદારીઓ માટે જોખમી બની શકે છે.

ગઈ કાલે પોણાચાર વાગ્યાની આસપાસ ઘાટકોપર (ઈસ્ટ)માં મેટલ-પ્લેટ લટકતી હોવાનું સ્કાયવૉક નીચે ઊભા રહેતા રિક્ષાવાળાઓના ધ્યાનમાં આવ્યું હતું અને લટકતી પ્લેટ નીચે પડીને કોઈ રાહદારી માટે જોખમી બને એ પહેલાં એટલો રસ્તાનો ભાગ બંધ કરીને ફાયર-બ્રિગેડને બોલાવી હતી. આ સ્કાયવૉકના અનેક ભાગ જર્જરિત થઈ ગયા છે, આમ છતાં એની યોગ્ય જાળવણી કરવામાં નથી આવતી.

મેટલ-પ્લેટ પડવાના કારણ વિશે પૂછવામાં આવતાં ફાયર-બ્રિગેડના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેટલ-પ્લેટના પોલાણમાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો હતો. આ કચરાના વજનને કારણે જ કદાચ પ્લેટ ખૂલી ગઈ હોઈ શકે.’

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી નીલેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કાયવૉકની મેટલ-પ્લેટ ખૂલી જતાં એની પાછળ રહેલા કચરાના ઢગલા નજર સમક્ષ આવ્યા હતા. આગ લાગે, કોઈ બિલ્ડિંગ-હોનારત થાય કે પશુપક્ષી કશે ફસાઈ જાય ત્યારે બચાવકાર્ય કરતી ફાયર-બ્રિગેડે ગઈ કાલે આ કચરાના ઢગલા સાફ કરવા પડ્યા હતા. આ સાફસફાઈ વખતે મેટલ-પ્લેટ નીચે પડી ગઈ હતી. અનેક વાર ફરિયાદ કરવા છતાં સ્કાયવૉકની જાળવણી કરવામાં નથી આવતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK