હવે આંદોલન એક જ માર્ગ

દારૂખાના આયર્ન, સ્ટીલ ઍન્ડ સ્ક્રૅપ મર્ચન્ટ્સ અસોસિએશન અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ લૅન્ડ યુઝર્સ ઍક્શન કમિટીની મંગળવારે આગળની રણનીતિ પર વિચારણા કરવા મીટિંગ

રોહિત પરીખ


સાઉથ મુંબઈમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર સ્માર્ટ સિટીનું નિર્માણ કરે એ પહેલાં દોઢસો વર્ષથી સ્થાયી થયેલા લોખંડ બજારના વેપારીઓના પુનર્વસન માટે સરકાર તરફથી કોઈ જ નક્કર પૉલિસી જાહેર ન થતાં વેપારીઓ ઊકળી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પત્ર લખ્યા પછી પણ આ બાબતમાં સરકાર ઠંડે કલેજે કામ કરી રહી છે. સરકારની આ નીતિ સામે આંદોલન અને કાયદાકીય લડત લડવાનો હવે વેપારીઓએ નિર્ધાર કર્યો છે. આ આંદોલન અને કાયદાકીય લડત માટેની રણનીતિ નક્કી કરવા માટે દારૂખાના આયર્ન, સ્ટીલ ઍન્ડ સ્ક્રૅપ મર્ચન્ટ્સ અસોસિએશન (DISMA) અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (MbPT) લૅન્ડ યુઝર્સ ઍક્શન કમિટીએ મંગળવારે ૪ સપ્ટેમ્બરે દારૂખાનામાં એક મીટિંગ યોજી છે.

આ બાબતની માહિતી આપતાં દારૂખાના અને કર્ણાક બંદરના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પુનર્વસન માટે MbPT અને કેન્દ્ર સરકાર બન્ને રોજ નવા વાયદાઓ કરે છે. અમને MbPTના ચૅરમૅન તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે ૨૧ ઑગસ્ટે કેન્દ્રના શિપિંગ અને પોર્ટ પ્રધાન નીતિન ગડકરીના પ્રિન્સિપલ સેક્રેટરી અમારી અને પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ સાથે મીટિંગ કરીને પુનર્વસનની પૉલિસી તૈયાર કરશે. એ પૉલિસી હજી સુધી તૈયાર કરવામાં આવી નથી. પૉલિસીની વાત તો બાજુ પર રહી, હજી સુધી અમારી સાથે વ્યવસ્થિત મીટિંગ કરવા પણ MbPTના અધિકારીઓ તૈયાર નથી. એના બદલે રોજ સવાર પડતાં જ MbPT તરફથી વેપારીઓને તમારી લીઝ પૂરી થઈ ગઈ છે અને તમારા ભાડૂઆત હક પૂરા થાય છે એવી નોટિસો આપવામાં આવે છે. કર્ણાક બંદરમાં વેપારીઓની MbPT એક આખી ઇમારત સીલ કરી દીધી છે તો દારૂખાનામાં નોટિસ આપ્યા પછી એક વેપારીનાં MbPT મશીન સીલ કરી દીધાં છે. આમ  સરકારની આ બેવડી નીતિ છેલ્લાં બે વર્ષથી અમારા માટે ટેન્શનરૂપ બની ગઈ છે.’

દારૂખાનાના એક વેપારી ભરત કાણકિયાએ અમારા પુનર્વસન માટે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો એમ જણાવતાં આ વેપારીઓએ કહ્યું હતું કે ‘તેમના પત્ર પછી MbPTના અધિકારીઓની દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. જોકે આ દોડાદોડી ક્ષણભંગુર નીવડી હતી. ત્યાર પછી પણ આ અધિકારીઓએ દારૂખાનાના અને કર્ણાક બંદરના લોખંડના વેપારીઓના પુનર્વસન માટે કોઈ જ નક્કર યોજના આજદિન સુધી ઘડી નથી. ફક્ત ભરત કાણકિયાની MbPTના પોર્ટલ પરથી તેમની રદબાતલ કરવામાં આવેલી ફરિયાદ ફરીથી MbPTએ ગઈ કાલે રજિસ્ટર કરી હતી. આનાથી લોખંડ બજારના વેપારીઓ આક્રોશમાં આવી ગયા હતા.’

અમે MbPTની લીઝ પૂરી થઈ ગઈ હોવાથી અને સરકાર MbPTની જમીન પર લંડનના હાઇડ પાર્કથી મોટું ગાર્ડન અને દુબઈના વિશ્વના ઊંચા બુર્જ ખલીફા ટાવરથી પણ ઊંચો ટાવર બનાવવાની યોજના બનાવી મુંબઈને સ્માર્ટ સિટી બનાવવા ઇચ્છે છે. એની સામે અમારો કોઈ જ વિરોધ નથી એમ જણાવતાં DISMAના અધ્યક્ષ રાજીવ ખંડેલવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી તો એક જ માગણી છે કે તમે ભલે મુંબઈને વિશ્વની ટોચની સ્માર્ટ સિટી બનાવો, પણ અમારા દોઢસો વર્ષ જૂના બિઝનેસને વેરવિખેર ન કરો. આના માટે અમે સરકાર પાસે વાજબી દરે જમીનની માગણી કરી છે. પરંતુ અમને કોઈ જ રિસ્પૉન્સ મળતો નથી. આથી મંગળવારે ચોથી સપ્ટેમ્બરે અમે DISMA અને MbPT લૅન્ડ યુઝર્સ ઍક્શન કમિટીના બધા જ સભ્યોની દારૂખાનામાં એક મીટિંગ બોલાવી છે જેમાં કાયદાકીય લડત અને આંદોલન માટેની રણનીતિ પર વિચારણા કરવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK