પહેલી ડિસેમ્બરથી મરાઠાઓ ફરી આંદોલન કરવાના મૂડમાં

માગણીઓ માન્ય કરવામાં નહીં આવે તો


નવેમ્બર મહિના સુધીમાં મરાઠા સમાજને આરક્ષણ જાહેર કરવામાં નહીં આવે તો પહેલી ડિસેમ્બરથી ફરી મરાઠાઓ મહારાષ્ટ્રભરમાં આંદોલન કરશે એવો ઇશારો મરાઠા ક્રાન્તિ ઠોક મોરચાએ આપ્યો છે. મરાઠા ક્રાન્તિ ઠોક મોરચા સમીક્ષાઓની બેઠક ગઈ કાલે મુંબઈમાં યોજાઈ હતી. મરાઠાઓ માટે મરાઠા આરક્ષણ, મોરચા, લોન અને મરાઠા સમાજના વિવિધ પ્રfનો માટે મરાઠા હેલ્પલાઇનનો ટોલ-ફ્રી નંબર તેમ જ ઍપ શરૂ કરવામાં આવશે એવી માહિતી પણ મરાઠા ક્રાન્તિ ઠોક મોરચાએ આપી હતી.

આ બેઠકમાં મરાઠા ક્રાન્તિ ઠોક મોરચાએ આપેલી માહિતી પ્રમાણે મરાઠા આંદોલનમાં જે લોકો સહભાગી થયા હતા તેમના પરના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે અને જેમની વિરુદ્ધ પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે તેમને છોડવાનો પૂર્ણપણે કાયદેસર રીતે પ્રયત્ન કરવામાં આવે. અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળ દ્વારા આવતા મહિનાભરમાં દરેક જિલ્લાની ૧૦૦ છોકરીઓને લોનપાત્ર માન્ય નહીં કરવામાં આવે તો મહામંડળને તાળાં લગાવવાનો ઇશારો પણ આ સમયે આપવામાં આવ્યો હતો. મરાઠા ક્રાન્તિ મોરચા આંદોલનમાં જે પત્રકારોની ધક્કામુક્કી કરવામાં આવી હતી, ત્રાસ થયો હતો તેમની સકલ મરાઠા સમાજ દ્વારા માફી માગવામાં આવે છે એવું સમન્વયકોએ આ બેઠકમાં કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK