કેરળવાસીઓ માટે કાબિલેદાદ મદદ

તાડદેવની ૯ વર્ષની ચેસ-ચૅમ્પિયને અત્યાર સુધી જીતેલી તમામ રકમ પૂરગ્રસ્તોની મદદ માટે આપી દીધી

kerala1

તાડદેવમાં રહેતી ૯ વર્ષની ગોલ્ડ મેડલિસ્ટ ચેસ-ચૅમ્પિયન સુહાની લોહિયાએ પોતે વિવિધ સ્પર્ધાઓમાં જીતેલી બે વર્ષની બધી જ રકમ કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં આપી દીધી છે.

બાંદરાની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતી સુહાની લોહિયા યંગેસ્ટ ચેસ-પ્લેયરોમાંથી એક છે. અમને સુહાની પર ખૂબ જ ગર્વ છે એવું જણાવતાં સુહાનીની મમ્મી શીતલ લોહિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી દેશવ્યાપી દરેક ટુર્નામેન્ટથી પોતે જીતેલી રકમ સુહાનીએ કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે ડોનેટ કરી છે. સુહાનીએ ૨૦૧૪માં અન્ડર-૫ ગર્લ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. અન્ડર-૬ ગર્લ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. ૨૦૧૫ અને ૨૦૧૬માં અન્ડર-૭ ગર્લ્સની ચાર વિવિધ સ્પર્ધાઓમાં તે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પણ જીતી હતી તેમ જ એક વાર વર્લ્ડમાં છઠ્ઠા નંબરે રહી હતી. અન્ડર-૮ ગર્લ્સની સ્પર્ધામાં તે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ પછી ગયા વર્ષે અને આ વર્ષે યોજાયેલી અન્ડર-૯ ગર્લ્સની ત્રણ વિવિધ સ્પર્ધામાં બ્રૉન્ઝ, સિલ્વર અને ગોલ્ડ (ઇન્ડિયા ટીમ મેડલ) મેડલ જીતી હતી. સુહાનીનો સ્વભાવ પહેલાંથી જ જરૂરિયાતમંદોને રોકડ અને આવશ્યક વસ્તુઓ દાન કરવાનો રહ્યો છે. તે પોતાનો બર્થ-ડે પણ આશ્રમનાં બાળકો સાથે ઊજવે છે.’

સુહાનીનો ૧૩ વર્ષનો ભાઈ સિદ્ધાંત લોહિયા પણ ચેસ-ચૅમ્પિયન છે અને તે પણ આ પહેલાં પોતાની જીતેલી રકમ જરૂરિયાતમંદોની મદદ માટે ડોનેટ કરી ચૂક્યો છે.

kerala2

મીરા-ભાઇંદરના ફેરિયાઓએ એક ટ્રક નવાં કપડાં મોકલાવ્યાં, હવે દવા મોકલશે

કુદરતી સંકટમાં સપડાયેલા કેરળના લોકોની મદદે મીરા-ભાઈંદર શહેરના હૉકર્સ પણ આવ્યા છે. ફેરિયાઓએ પૂરગ્રસ્તોને મદદ કરવા માટે ટ્રક ભરાય એટલાં નવાં કપડાં સ્વૈચ્છિક રીતે ભેગા કરીને મોકલાવ્યાં છે. આ ઉપરાંત તેમણે દવા મોકલવા માટે પણ તૈયારી દેખાડી છે.

આ વિશે માહિતી આપતાં આઝાદ હૉકર્સ યુનિયનના સભ્ય જયશંકર સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કેરળમાં વરસાદ અને પૂરને કારણે ખૂબ તારાજી સર્જાઈ છે. લગભગ છ લાખ લોકો ઘર વગરના થઈ ગયા છે. મીરા-ભાઈંદરના ફેરિયાઓએ અનોખી પહેલ કરીને પૂરપીડિતો માટે કપડાંની સહાય મોકલાવી છે. નાનાં બાળકો, સ્ત્રી, પુરુષ, સિનિયર સિટિઝન્સ એમ બધા વયજૂથના લોકો માટે એક નાની ટ્રક ભરાય એટલાં થેલાં ભરીને નવાં કપડા ભેગાં કર્યાં હતાં. મીરા રોડના ઐયપ્પા સ્વામી મંદિરના ટ્રસ્ટના માધ્યમથી આ સામગ્રી મોકલવામાં આવી છે.’

kerala

દેહવ્યવસાય કરતી મહિલાઓ એક લાખ રૂપિયાની મદદ કરશે : સોમવારે આ મહિલાઓએ ૨૧,૦૦૦ રૂપિયાનો ચેક વડા પ્રધાન રિલીફ ફન્ડમાં આપ્યો

કેરળના પૂરગ્રસ્તોને મદદ કરવા માટે અહમદનગરની દેહવ્યવસાય કરતી મહિલાઓએ પોતાની ત્રણ દિવસની ૨૧,૦૦૦ રૂપિયાની કમાણી વડા પ્રધાન રિલીફ ફન્ડમાં સોમવારે આપી હતી. તેમણે આ રકમનો ચેક નિવાસી ઉપજિલ્લાધિકારી પ્રશાંત પાટીલને આપ્યો હતો. આ મહિનાના અંત સુધીમાં કુલ એક લાખ રૂપિયાની મદદ કેરળના પૂરગ્રસ્તોને કરવાનો સંકલ્પ આ મહિલાઓએ કર્યો છે. 

આ પહેલાં ૧૯૯૨થી વિવિધ ૩૮ કુદરતી અને રાષ્ટ્રીય આપત્તિઓમાં આ મહિલાઓએ પોતાનો સહયોગ આપ્યો હતો. મરાઠવાડા અને ગુજરાતમાં ભૂકંપ; સુનામી; કારગિલ યુદ્ધ; મહારાષ્ટ્રમાં દુષ્કાળ; કાશ્મીર, તામિલનાડુ, બિહારમાં પૂર જેવી અનેક ઘટનાઓમાં આ મહિલાઓએ અત્યાર સુધીમાં આશરે ૨૭ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. એ સિવાય આ સ્થળે જઈને તેમણે સ્વયંસેવક તરીકે પણ કામ કર્યું છે.

અહમદનગરની સ્નેહાલય નામની સંસ્થાના યુવાનિર્માણ પ્રકલ્પના યુવા સ્વયંસેવકની ટીમ ઍમ્બ્યુલન્સ, સ્નેહાલયના સ્માઇલી પ્રકલ્પમાં બનાવેલાં સૅનિટરી પૅડ અને ધાન્ય સહિત કેરળ પહોંચશે. ત્યાં ગુંજ નામની સંસ્થા સાથે આ ટીમ કામ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK