દમણનો દારૂ અને મહારાષ્ટ્રનું લેબલ

વિરારમાં છાપો મારીને બિઅરની બૉટલ પર મહારાષ્ટ્રના નામવાળું ઢાંકણ અને સ્ટિકર લગાડવાનું કૌભાંડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પકડી પાડ્યું : એક બૉટલ પાછળ ૭૦થી ૧૦૦ રૂપિયાની કમાણી થતી

drink1

પ્રીતિ ખુમાણ ઠાકુર

સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એક એવી ગૅન્ગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે દમણ અને સિલવાસાથી સસ્તો દારૂ ખરીદીને વિરારના ગોડાઉનમાં સ્ટોર કરતી હતી અને ત્યાર બાદ બૉટલ પર લગાડેલાં સ્ટિકરને બદલી નાખીને, બૉટલનાં ઢાંકણ બદલીને દમણના દારૂને મહારાષ્ટ્રનો બનાવીને વેચતી હતી. લગભગ ૧૦૫ દારૂની બૉટલ અને ઇન્ડિયન મેડ ફૉરેન લિકર ગોડાઉનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. ૨૦૧૪ના નવેમ્બર મહિનામાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે તલાસરીમાં એક ફૅક્ટરી પર કાર્યવાહી કરી હતી જ્યાં સસ્તો દારૂ અને સોડા મિક્સ કરીને ફેક દારૂ બનાવવામાં આવતો હતો. એ રીતે વિરારમાંથી પણ બે જણની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી એ અનુસાર છેલ્લા અમુક દિવસથી અમે નજર રાખી રહ્યા હતા. માહિતીમાં અમને જણાયું હતું કે સસ્તો બિઅર અને વ્હિસ્કી બે ટેમ્પોમાં ભરીને દમણથી વિરાર લાવવામાં આવી રહ્યાં છે. એથી અમે જાપ્તો બેસાડી રાખ્યો હતો અને એ દરમ્યાન અમને બે ટેમ્પો શંકાસ્પદ લાગતાં તલાસરી પાસે આવેલા ચારોટી ચેકનાકા પાસે ટેમ્પો રોક્યા હતા. ટેમ્પોની તપાસ કરતાં જોવા મળ્યું હતું કે શાકભાજીનાં પ્લાસ્ટિકનાં ખાલી કન્ટેનરથી દારૂની બૉટલોના બૉક્સ છુપાડીને રાખવામાં આવ્યાં હતાં. પૂછપરછ કરતાં ટેમ્પોનો ડ્રાઇવર અમને ગેરમાર્ગે‍ દોરવાના પ્રયાસ કરવા લાગ્યો હતો. એથી અમે આખા ટેમ્પોની તપાસ કરતાં એમાંથી વધુ બૉક્સ મળી આવ્યાં હતાં. આ બૉટલોને વિરારના ગોડાઉનમાં લઈ જવામાં આવી રહી હતી. ત્યાં લઈ જઈને આ લોકો બૉટલને પાણીમાં મૂકી દેતા જેથી બૉટલ પર લગાડેલાં સ્ટિકર નીકળી જાય. દમણથી લાવવામાં આવતી દારૂની બૉટલ પર

drink

"Not To Be Sold In Maharashtra"  એવું સ્ટિકર લગાડવામાં આવેલું હોય છે. એથી આ સ્ટિકર નીકળી જાય ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રની બ્રૅન્ડનાં કૉપી કરેલાં સ્ટિકર લગાડતા હતા એટલું જ નહીં, આ લોકો વૉર્મ ટેમ્પરેચરમાં બૉટલના સીલ કરેલા ઢાંકણને ખોલતા હતા જેથી એમાં રહેલો કાર્બનડાયૉક્સાઇડ નીકળે નહીં અને હવામાં ફેલાઈ ન જાય. આ લોકો પાસે એક મશીન હતું જેનાથી બૉટલનું ઢાંકણું ખોલતા હતા અને આરોપીઓ બૉટલને ફરી બીજા ઢાંકણથી સીલ કરતા હતા. મહારાષ્ટ્રનું માર્કિંગ કરેલા ઢાંકણ દ્વારા ફરી બૉટલ સીલ કરવામાં આવતી હતી. ત્યાર બાદ ખાસ કરીને તેઓ આદિવાસીઓના કાર્યક્રમોમાં અને અન્ય ભાગોમાં ઓછી કિંમતે એ વેચતા હતા.’

એક બૉટલ પાછળ ૭૦થી ૧૦૦ રૂપિયા કમાતા હતા એમ કહેતાં અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપીઓ દમણથી લગભગ ૬૦ રૂપિયાની કિંમતે એક બૉટલ લઈને આવતા અને ત્યાર બાદ ડુપ્લિકેટ બિઅરની બૉટલ ૧૪૦ કે એનાથી વધુ રૂપિયામાં વેચતા હતા. આમ આરોપીઓ ૭૦થી ૧૦૦ રૂપિયા એક બૉટલ પાછળ કમાતા હતા. આ રીતે ખોટું કામ કરીને તેઓ ખૂબ નફો કમાતા હતા. રેઇડ કરીને અમે બે જણની ધરપકડ કરી છે તેમ જ અમે આની પાછળના માસ્ટરમાઇન્ડને શોધી રહ્યા છીએ. હાલમાં અમે ૩.૪૦ લાખ રૂપિયાની કિંમતની બિયરની બૉટલ જપ્ત કરી છે અને આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવે એવી શક્યતા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK