શહીદના નામે પૈસા ભેગા કરવાનો કારસો

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી : મીરા રોડ પોલીસે વિડિયો-ક્લિપ ફૉર્વર્ડ કરનારા સામે કાર્યવાહીની આપી ચીમકી

 kaustab


પ્રીતિ ખુમાણ ઠાકુર

 ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે ૩૦ વર્ષના કૌસ્તુભ પ્રકાશ રાણે ૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને બધા ભાવુક પણ થયા હતા તેમ જ સોશ્યલ મીડિયા પર સતત શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરવામાં આવી રહ્યા છે.

જોકે આ બધા વચ્ચે આઘાતજનક બાબત જાણવા મળી છે કે શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના રિલેટિવ્સે ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. એથી મીરા રોડ પોલીસે ગંભીરતા દેખાડીને તાત્કાલિક આ મેસેજ ફૉર્વર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો છે. જોકે મહિલાનો અવાજ ધરાવતો ખૂબ જ ઇમોશનલ ઑડિયો કોણે અને શું કામ બનાવ્યો એ પ્રfન ઊભો થાય છે. એક શહીદના પરિવારને સાંત્વન આપવાને બદલે એને હેરાનગતિ થાય એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK