ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક-બૅગ્સ પર બૅન, પણ બજારોમાં થાય છે ધમધોકાર વેચાણ

વેપારીઓનો જ ચોંકાવનારો આક્ષેપ : આના માટે BMCના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર : નવા નોટિફિકેશન બાદ મોટા પાયે દંડાઈ શકે છે દુકાનદારો

bag

રોહિત પરીખ

પ્લાસ્ટિકબંધીના પાંચ મહિના અને લાખો રૂપિયાના દંડની વસૂલી પછી પણ આજની તારીખે મુંબઈની બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક-બૅગ્સનું ધમધોકાર વેચાણ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, પ્લાસ્ટિકની બજારોમાં રોજ પચાસથી ૭૦ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક-બૅગ્સ બહારગામથી ઠલવાય છે એવો ચોંકાવનારો આક્ષેપ પ્લાસ્ટિકના વેપારીઓ જ કરી રહ્યા છે. આ માટે તેઓ BMCના ભ્રષ્ટ અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.

મસ્જિદ બંદરમાં BMCની બ્લુ સ્ક્વૉડના ૭૦ અધિકારીઓ પ્રવેશતાં જ માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો હતો અને લાઇસન્સ ધરાવતા ૪૭ વેપારીઓ તેમનાં ગોડાઉનો અને દુકાનો બંધ કરીને એ દિવસે રફુચક્કર થઈ ગયા હતા એમ જણાવતાં પ્લાસ્ટિકના કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ‘એ દિવસે એક જ કલાકમાં આ સ્ક્વૉડે એક જ દુકાનમાંથી એક હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર પછી આ અધિકારીઓએ કહ્યું હતું કે આવી રેઇડ ચાલુ જ રહેશે. જોકે અચાનક આ વિસ્તારમાં નાનીઅમથી રેઇડ છોડીને રેઇડ પડવાની બંધ થઈ ગઈ છે જેનાથી અમે વેપારીઓ હવે દ્વિધામાં છીએ. વેપારીઓ પ્રતિબંધ પ્લાસ્ટિકનું તેમની રીતે અર્થઘટન કરીને ખુલ્લેઆમ બિઝનેસ કરે છે. મુંબઈમાં રેલવે-સ્ટેશન બહારની ફુટપાથો, ભુલેશ્વર જેવી માર્કેટો, મસ્જિદ બંદર સ્ટેશનની આસપાસ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ BMC અપ્રૂવ્ડ છે એવી છાપ સાથે વેચાય છે.’

ગાર્બેજ માટે ઉપયોગમાં લેવાની પ્લાસ્ટિકની થેલીઓ શાકમાર્કેટમાં શાક આપવા માટે ઉપયોગમાં લેવાય છે એવી માહિતી આપતાં આ વેપારીઓએ કહ્યું હતું કે ‘આજે પણ મુંબઈમાં કચરાના ઢગલામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ એક-બે નહીં પણ જથ્થામાં જોવા મળશે. શહેર અને ઉપનગરોમાં ફેરિયાઓ પણ ૨૦૦૬ અને ૨૦૧૮ની પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓમાં પાર્સલ આપી રહ્યા છે. આમ છતાં BMCની બ્લુ સ્ક્વૉડ શાંત બેઠી છે.’

હજી એક કાયદાનું અમલીકરણ થતું નથી ત્યાં મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કમ્પોસ્ટેબલ બૅગોના રીટેલ વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે એમ જણાવીને વેપારીઓએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકબંધી જાહેર થઈ ત્યાર પછી BMCએ એના દ્વારા યોજાયેલા એક્ઝિબિશનમાં કમ્પોસ્ટેબલ બૅગોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ બૅગોમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું હોવાથી એના ઉપયોગમાં છૂટ મૂકવામાં આવી હતી. અચાનક હવે એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવતાં અમારા માટે એક નવી મુસીબત આવી ગઈ  છે.’

અમે આજે પણ લોકો જાગરૂક બનીને પ્લાસ્ટિકબંધીનો અમલ કરે એમ ઇચ્છીએ છીએ એમ જણાવતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પ્રામાણિકતાથી અમારી મૂવમેન્ટ ચલાવી રહ્યા છીએ. બાયો-ડિગ્રેડેબલ બૅગો પ્લાસ્ટિકમાંથી જ બને છે એટલે એના ઉપયોગ પર પ્રતિબંધ છે, જ્યારે કમ્પોસ્ટેબલ બૅગો પણ પર્યાવરણ માટે જોખમી હોવાથી પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. હજી પણ લોકોમાં નૉન-વોવન પૉલિ-પ્રોપલિન બૅગો માટે ગેરસમજ પ્રવર્તી રહી છે. આ બૅગો પ્લાસ્ટિકની જ છે, એ કપડાંની નથી. આમ છતાં બજારોમાં એનું વેચાણ થઈ રહ્યું છે જેના પર પણ અમારી કાર્યવાહી થઈ રહી છે. મસ્જિદ બંદર સહિત મુંબઈની જે બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હશે ત્યાંના વેપારીઓ અમારી દંડાત્મક કાર્યવાહીમાંથી બચશે નહીં.’

ગાર્બેજ માટે ઉપયોગમાં લેવામાં આવતી બૅગો પર સેન્ટ્રલ પૉલ્યુશન બોર્ડની પરવાનગીનો સર્ટિફિકેટ-નંબર હોવો જરૂરી છે એમ જણાવીને મંત્રાલયના પર્યાવરણ-વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નંબર વગરની બૅગો પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ગણાશે અને દુકાનદારો તેમ જ યુઝરો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓએ જ્યાં પણ હજી કન્ફ્યુઝ્ડ હોય ત્યાં બ્લુ સ્ક્વૉડના અધિકારીઓનો સંપર્ક કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકની આઇટમોની જાણકારી મેળવી લેવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK