પોલીસને સતત હાથતાળી આપતો ડ્રગ પેડલર આખરે હાથ આવ્યો

તે મોડી રાત્રે બહાર નીકળતો અને મુંબઈની ગલીઓમાં ડ્રગ્સ વેચતો

shaik

મમતા પડિયા

ડોંગરી, નાગપાડા, ક્રૉફર્ડ માર્કેટમાં વેચવા માટે લાવવામાં આવેલું સવા કરોડ રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યું હતું. બાંદરા-વરલી સીલિન્ક પાસે આવેલી નર્ગિસ દત્ત નગર ઝૂંપડપટ્ટી પાસે MD વેચવા માટે આવેલા સલીમ ખાનને ક્રાઇમ બ્રાન્ચે જાળ બિછાવીને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછને આધારે તેના સાથી નાલાસોપારાના નુરુલ શેખને પકડવામાં આવ્યો હતો અને બન્ને પાસેથી કુલ ૧૦ કિલો MD જપ્ત કરવામાં આવ્યું હતું.

છેલ્લાં ત્રણેક વર્ષથી સલીમ ખાન ડોંગરી, નાગપાડા, ક્રૉફર્ડ માર્કે‍ટ અને મરીન ડ્રાઇવ સહિત દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારમાં ડ્રગ પેડલરને MD વેચવા માટે આપતો હતો એમ જણાવીને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ નવના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪૫ વર્ષના સલીમ ખાન વિશે બાતમીદારોએ માહિતી આપી હતી, પરંતુ સીધો કોઈ ક્લાયન્ટને મળતો જ ન હોવાથી સલીમ ખાન સુધી પહોંચી શકાતું નહોતું. ત્યારે અચાનક અમને માહિતી મળી કે ૧૩ જુલાઈએ MD વેચવા માટે નર્ગિસ દત્ત નગરમાં આવવાનો હતો. એના આધારે જાળ બિછાવીને સલીમ ખાનને પકડ્યો હતો. તેની પાસેથી એક કિલો MD જપ્ત કરવામાં આવ્યું હતું. ડોંગરીના બે ટાંકી વિસ્તારમાં સલીમના ઘરમાં રેઇડ પાડી તો ત્યાં સાત કિલો MD મળી આવ્યું હતું. એ ઉપરાંત નાલાસોપારામાં રહેતા તેના ૬૦ વર્ષના સાગરીત નુરુલ શેખની ધરપકડ કરીને તેની પાસેથી પણ બે કિલો MD જપ્ત કરવામાં આવ્યું હતું. બન્ને પાસેથી ૧.૨૫ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પોલીસે મેળવ્યો હતો. આ બન્ને કયારેય ડ્રગ્સ સીધું માર્કેટમાં વેચતા નહોતા. તેઓ રાતે, મોડી રાતે મુંબઈની ગલીઓમાં ફરીને પેડલરને શોધતા અને તેમને ફ્રીમાં થોડું ડ્રગ્સ અથવા કમિશનપેટે પૈસા આપવાની ડીલ કરીને તેમના માધ્યમથી માર્કેટમાં ડ્રગ્સ પહોંચાડતા હતા. આ રીતે દક્ષિણ મુંબઈમાં MDનું માર્કેટિંગ કરતા હતા. આ બન્ને ક્યાંથી ડ્રગ્સ મેળવે છે એની પૂછપરછ અત્યારે ચાલી રહી છે અને આ રૅકેટના મૂળ સૂત્રધાર સુધી પહોંચવાના અમારા પ્રયત્ન રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK