કેળવે રોડ સ્ટેશનથી મુંબઈ પહોંચવાના આપ્યા સાડાપાંચથી છ હજાર રૂપિયા

ગુજરાત મેલના પૅસેન્જરોએ કલાકો સુધી સહન કરવી પડી હેરાનગતિ

kelve

રોહિત પરીખ

મુશળધાર વરસાદમાં વસઈથી બીલીમોરા સુધી અટકેલા રેલવેના પૅસેન્જરોની મદદ તથા આ પૅસેન્જરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડવામાં પ્રશાસન સદંતર નિષ્ફળ ગયું હતું એવો આક્ષેપ ગઈ કાલે પાલઘર પાસે આવેલા કેળવે રોડ રેલવે-સ્ટેશન પર અટકેલા રેલવેના પૅસેન્જરો તરફથી કરવામાં આવ્યો હતો. આ પૅસેન્જરોને મુંબઈ પાછા ફરવા માટે પ્રશાસન તરફથી કોઈ રોડ-ટ્રાન્સપોર્ટની સુવિધા મળી નહોતી. કેળવે રોડ રેલવે-સ્ટેશન પર બાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ પડેલા પૅસેન્જરોએ વાપી, પાલઘર અને મુંબઈથી પ્રાઇવેટ કારો અને બસો મગાવવી પડી હતી.

ગઈ કાલે ભોગવેલી પરેશાની બાબતની માહિતી આપતાં ચેમ્બુરના જૈન જાગૃતિ સેન્ટર અને કચ્છી જૈન મંડળના સક્રિય કાર્યકર જતીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સંસ્થાઓ ૧૪૦ યાત્રિકોને લઈને વડોદરા પાસેના મણિલક્ષ્મી તીર્થ દર્શન માટે ગઈ હતી. સોમવારે રાતના અમે ગુજરાત મેલમાં મુંબઈ પાછા આવી રહ્યા હતા. મુંબઈના મુશળધાર વરસાદને કારણે વસઈ અને નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પર ભરાયેલા પાણીને લીધે અમારી ટ્રેન કેળવે રોડ રેલવે-સ્ટેશન પર અટકી ગઈ હતી. અમને આશા હતી કે થોડા સમયમાં પાણી ઊતરી જશે અને અમે મુંબઈ તરફ જઈ શકીશું, પરંતુ નાલાસોપારા અને વસઈમાં ટ્રૅક પર પાણી સાંજ સુધી રહેવાથી આખરે ટ્રેનને કેળવે રોડ સ્ટેશનથી જ અમદાવાદ તરફ પાછી વાળવાનો રેલવે-પ્રશાસને નિર્ણય લીધો હતો, જેને લીધે ગુજરાત મેલના સેંકડો પૅસેન્જરો માટે કપરો સમય શરૂ થયો હતો.’

kelve

જોકે આ સમય દરમ્યાન પાલઘર, સફાલા, કેળવે રોડના જૈન સંઘો અને મારવાડી સમાજો અમારી મદદે આવી પહોંચ્યા હતા. આ સંદર્ભે‍ માહિતી આપતાં જતીન છેડાએ કહ્યું હતું કે ‘અમારી સંસ્થાઓએ પાલઘરથી જમવાનો અને નાસ્તાનો પ્રબંધ કરીને મગાવી લીધો હતો, પરંતુ અન્ય પૅસેન્જરો માટે પાલઘર, સફાલા, કેળવે રોડના ગુજરાતી, મારવાડી  સમાજે જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી. આ સમાજના કાર્યકરોએ એક-એક પૅસેન્જરને પર્સનલી મળીને જમાડ્યા હતા. એથી પેસેન્જરોને ખાવા-પીવાની કોઈ જ અગવડ કે પરેશાની ભોગવવી નહોતી પડી.’

સરકાર તરફથી આ પરિસ્થિતિમાં પણ ટ્રાન્સપોર્ટની કોઈ જ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. આ બાબતની માહિતી આપતાં જતીન છેડાએ કહ્યું હતું કે ‘પાલઘર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બે બસ આવી હતી જેમાં કેળવે ગામના રહેવાસીઓ અને ગુજરાત મેલના અમુક પેસેન્જરો મુંબઈ જતા રહ્યા હતા, બાકીના પેસેન્જરોએ પોતાની રીતે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી પડી હતી જેમણે વાપી, પાલઘર અને મુંબઈથી વાહનો મગાવ્યાં હતાં. એને લીધે તેમણે કારના સાડાપાંચથી છ હજાર રૂપિયા સુધી ચૂકવવા પડ્યા હતા. અમે અમારા માટે મુંબઈથી બસો મગાવી હતી જે છેક રાતના સાડાઆઠ-નવ વાગ્યે કેળવે રોડ સ્ટેશન પર અમને તેડવા આવી હતી. એમાં અમે મોડી રાતના મુંબઈ પહોંચ્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK