વૉલમાર્ટ સામે દેશભરમાં બીજી જુલાઈએ ધરણાં

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના અમદાવાદના રાષ્ટ્રીય સંમેલનમાં લેવાયો નિર્ણય

walmart

આપણા દેશના નાના વેપારીઓને ૧૬ બિલ્યન અમેરિકન ડૉલરના વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલથી મોટું નુકસાન થશે. જ્યાં સુધી સરકાર તરફથી ઈ-કૉમર્સ પૉલિસી બાબતમાં ન વિચારવામાં આવે ત્યાં સુધી દેશનાં ૧૦૦થી વધુ વેપારી અસોસિએશનો વૉલમાર્ટ ડીલનો વિરોધ કરશે. અમદાવાદમાં મંગળવારે પૂરા થયેલા બે દિવસના કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય સંમેલનમાં વૉલમોર્ટ ડીલનો વિરોધ કરવા માટે દેશભરમાં બીજી જુલાઈએ ધરણાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બાબતની માહિતી આપતાં ઘ્ખ્ત્વ્ના મહારાષ્ટ્રના અધ્યક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંમેલનમાં ઈ-કૉમર્સ માટેની નીતિ બનાવવા અને રેગ્યુલેટરી ઑથોરિટીના ગઠનની માગણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યાં સુધી સરકાર દ્વારા ઈ-કૉમર્સ પૉલિસી ન બને ત્યાં સુધી ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીનું કડકપણે પાલન કરવામાં આવે એવી સંમેલનમાં માગણી કરવામાં આવી હતી. આના માટે સરકારી અધિકારીઓ અને વેપારીઓની તથા ઈ-કૉમર્સ કંપનીઓની સરકારે એક ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ.’

વૉલમાર્ટ દેશમાં આવવાથી દેશના મૅન્યુફૅક્ચરર્સ અને સપ્લાયર્સને બહુ મોટું નુકસાન થશે એમ જણાવતાં કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘વૉલમાર્ટનો દેશભરમાંથી ૧૦૦થી વધુ ટ્રેડર્સ અસોસિએશનો, કામગાર યુનિયનો જેવાં અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે. વૉલમાર્ટ ગ્લૉબલ ચેઇન માટે પ્રખ્યાત છે. એ ચીનમાંથી સસ્તો માલ ખરીદે છે, જેનાથી દેશના ઉદ્યોગો અને વેપાર પર જબરદસ્ત મોટી અસર થશે. વૉલમાર્ટ ખરેખર દેશ માટે ફાયદાકારક હોય તો પહેલાં એને માટે આપણા નાના કરિયાણાંના વેપારીઓને એની પૉલિસી પ્રમાણે તૈયાર કરવા પડશે. તેમના માટે દેશભરમાં સેમિનાર યોજીને તેમને એજ્યુકેટ કરવા જોઈએ. એ સિવાય વૉલમાર્ટના પ્રવેશથી દેશના નાના વેપારીઓએ ઘરમાં બેસવાનો સમય આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy