ગયા મહિને નરેન્દ્ર મોદીનેય મળવાની ના પાડી દીધેલી

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ભય્યુજી મહારાજ સાથે સાબરકાંઠામાં જાહેર કરેલા સંતનગરી પ્રોજેક્ટ માટે આ મુલાકાત માગવામાં આવી હતી

modi

રશ્મિન શાહ

આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજ છેલ્લા થોડા સમયથી ડિપ્રેશન અને સ્ટ્રેસ અનુભવતા હતા, જેને લીધે તેમણે પોતાની જાતને એકલી પાડી દીધી હતી. આધ્યાત્મિક ગુરુએ શરૂ કરેલા આ એકાંતને કોઈએ ખરાબ નજરથી જોયું નહોતું અને આ એકાંતને પણ તેમની આસપાસના સૌકોઈએ આધ્યાત્મિકતાનો એક ભાગ જ સમજી લીધો હતો અને ભય્યુજી મહારાજ કોઈને મળવા તૈયાર ન થાય તો એ મુજબના સંદેશાઓ પણ આગળ આપી દેવામાં આવતા હતા. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભય્યુજી મહારાજને મળવા માટે અપૉઇન્ટમેન્ટનું કહેવડાવ્યું હતું પણ ભય્યુજી મહારાજે ‘સૉરી’ના મેસેજ સાથે ના પડાવી હતી. નરેન્દ્ર મોદી અને ભય્યુજી મહારાજ વચ્ચે લગભગ સાતેક વર્ષથી સંબંધો હતા.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ભય્યુજી મહારાજ સાથે ‘સંતનગરી’ નામના એક પ્રોજેક્ટનું સપનું જોયું હતું. ૫૭૫ કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ માટે જ મોદી ભય્યુજી મહારાજને મળવા માગતા હતા. સાબરકાંઠા જિલ્લાના વડાલીના મહોર નામના ગામે સાકાર થનારા આ પ્રોજેક્ટ માટે અંદાજે ૫૩૯ એકર જમીન પર દેશભરના સંતોની નગરી બનવાની હતી, જેના માટે જમીનસંપાદનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું કામ ભય્યુજી મહારાજે હાથ પર લીધું હતું, જે જોવા માટે હવે તેમણે અને મોદીએ મળવાનું હતું, પણ હવે પ્રfન એ છે કે ભય્યુજી મહારાજની ગેરહાજરીમાં આ પ્રોજેક્ટનું શું થશે.

આંતરિક પ્રશ્નો વચ્ચે અટવાયેલા ભય્યુજી મહારાજ છેલ્લા થોડા સમયથી અપસેટ હતા, જે તેમની નજીકના સૌકોઈ પણ સ્વીકારે છે. ભય્યુજી મહારાજની નજીકની એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તે ફૉરેન સેટલ થવા માટે પણ વિચારી રહ્યા હતા.

અનેક વખત ‘મિડ-ડે’ સાથે વાત કરનારા ભય્યુજી મહારાજે અનેક વિષયો પર વાત કરી છે. એક વખત મોત જેવા વિષય પર વાત ચાલતી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે મરવું સહેલું છે પણ જીવવું અઘરું છે અને એના માટે જ હિંમત સાથે આગળ વધવાનું છે.

ભય્યુજી મહારાજની ખાસ વાત


તેઓ જમીનદારના દીકરા હતા

શરૂઆતમાં મૉડલિંગ કરતા

લાઇફ-સ્ટાઇલ વૈભવી હતી. મર્સિડિઝ અને રોલેક્સ ઘડિયાïળ વગર ચાલતું નહીં

બે લગ્ન કરેલાં, એ ઉપરાંત એક મહિલાએ તેના દીકરાના ફાધર તેઓ હોવાનો આરોપ મૂકેલો

દિલ્હીમાં ઉપવાસ પર બેઠેલા અણ્ણા હઝારેને પારણાં કરાવેલાં

નરેન્દ્ર મોદી ઉપરાંત ઉદ્ધવ ઠાકરે સાથે ઘનિષ્ઠ સંબંધ હતા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK