પ્લાસ્ટિકના વેપારીઓ હવે સરકારભરોસે

હાઈ કોર્ટે પ્લાસ્ટિકબંધી સામે સ્ટે આપવાનો કર્યો ઇનકાર કર્યો : અદાલતે કહ્યું કે પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ વાત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે : બૅનથી અરજદારોના મૂળભૂત અધિકારોનો કોઈ ભંગ નથી થતો : કોર્ટના આ આદેશથી પ્લાસ્ટિકના મૅન્યુફૅક્ચરર્સ અને વેપારીઓમાં હતાશા : સોમવારથી ટેક્નિકલ કમિટી સાથે ચર્ચાનો દોર શરૂ થશે

bag3

રોહિત પરીખ

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકબંધી સામેની કાયદાકીય લડતમાં પ્લાસ્ટિકના મૅન્યુફૅક્ચરર્સ અને વેપારીઓને ગઈ કાલે પહેલી હાર મળતાં તેઓ હતાશ થઈ ગયા હતા. ગઈ કાલે પ્લાસ્ટિકબંધી સામે સ્ટે આપવાનો હાઈ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. કોર્ટે આ બાબતમાં સરકાર અને એની ટેક્નિકલ કમિટી સાથે બેસીને વેપારીઓને યોગ્ય નિર્ણય લેવાની તાકીદ કરી હતી. કોર્ટના આ આદેશથી હવે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર જ એકમાત્ર સહારો બની ગઈ હતી.

bag2

હાઈ કોર્ટના જસ્ટિસો અભય ઓક અને રિયાઝ ચાગલાની ડિવિઝન બેન્ચે આ બાબતમાં મૅન્યુફૅક્ચરર્સ અને વેપારીઓને સરકાર સાથે બેસીને ચર્ચાવિચારણા કરીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. પ્લાસ્ટિકના મૅન્યુફૅક્ચરર્સ અને ટ્રેડર્સની જેમ યુઝર્સને પણ ગઈ કાલે કોર્ટ તરફથી ૨૩ જૂન સુધીમાં પ્લાસ્ટિકના રહેલા સ્ટૉકને નષ્ટ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે આ બાબતમાં તો મહારાષ્ટ્ર સરકારે કોર્ટના આદેશ પહેલાં જ પાંચમી માર્ચથી મુંબઈ સહિતની મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓએ શરૂ કરેલી દંડાત્મક કાર્યવાહીઓને ૨૩ જૂન સુધી સ્થગિત કરી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્લાસ્ટિકબંધીથી અરજદારોના મૂળભૂત અધિકારોનો કોઈ ભંગ થતો નથી.

bag1

મહારાષ્ટ્ર સરકારના પ્લાસ્ટિકબંધીના ૨૩ માર્ચના નોટિફિકેશનનો વિરોધ કરવા મહારાષ્ટ્રનાં અનેક પ્લાસ્ટિકનાં અસોસિએશનો ૨૪ માર્ચે હાઈ કોર્ટમાં ગયાં હતાં. સરકારે નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થમોર્કોલમાંથી બનતી બધી જ આઇટમો પર ૨૩ માર્ચથી પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારના આ પ્રતિબંધથી મહારાષ્ટ્રમાં ચાર લાખ લોકો બેરોજગાર બની જશે એવી માહિતી ઑલ ઇન્ડિયા પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન, મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન અને પ્લાસ્ટિક બૅગ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ આપી હતી. આ માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રતિબંધથી ૫૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જતાં આર્થિક કટોકટી પણ સર્જાશે.

આ બધા મુદ્દા કોર્ટ સમક્ષ રજૂ કરવા છતાં ગઈ કાલે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાનને અમે નજરઅંદાજ કરી શકીએ નહીં. અમે જાણીએ છીએ કે પ્લાસ્ટિકબંધીથી આ બિઝનેસ સાથે સંકળાયેલા અનેક લોકોને નુકસાન સહન કરવું પડશે, પણ એના માટે અમે પ્લાસ્ટિકના પ્રદૂષણથી પર્યાવરણ અને લોકોના જીવન પર થતી આડઅસર પ્રત્યે દુર્લક્ષ ન સેવી શકીએ. સરકારને માથે અત્યારે રોજના ૧૨૦૦ ટન પ્લાસ્ટિક વેસ્ટેજના જનરેશનની બહુ ગંભીર સમસ્યા છે. 

bag

કોર્ટના આ આદેશ પહેલાં પ્લાસ્ટિકના મૅન્યુફૅક્ચરર્સ અને વેપારીઓને કોર્ટનો આદેશ તેમની ફેવરમાં અને સકારાત્મક આવશે એવી પૂરી આશા હતી. આ સિવાય ગુરુવારે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક સાથે સંકળાયેલાં અનેક અસોસિએશનોએ મંત્રાલયમાં કરેલી મૅરથૉન મીટિંગમાં સરકાર બાયબૅક સ્કીમના માધ્યમથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે કૂણું વલણ દાખવી ૨૩ માર્ચના નોટિફિકેશનમાં હળવાશ લાવશે એવો બધાં જ અસોસિએશનોને વિશ્વાસ આવ્યો હતો. સૌને લાગતું હતું કે સરકાર પચાસ માઇક્રોન અને એની નીચેના પ્લાસ્ટિક પર કડક કાર્યવાહી શરૂ કરશે, જ્યારે એનાથી જાડા પ્લાસ્ટિક પર સરકાર થોડા ફેરબદલ કરીને આ ઇન્ડસ્ટ્રીઝને મહારાષ્ટ્રમાંથી સાવ ખતમ થતી બચાવશે.

હવે અમારો સહારો ફક્ત રાજ્ય સરકાર છે એવો સંકેત આપતાં થોડા રડમસ અવાજે મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ કૌશિક સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો અત્યારે તો અમારો કોઈ ઇરાદો નથી. સોમવારે ૧૬ એપ્રિલે અમારી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને સરકારની ટેક્નિકલ કમિટી સાથે મંત્રણા અને ચર્ચાવિચારણા શરૂ થવાની છે. આ સમયે PET બૉટલોની જેમ પ્લાસ્ટિકની અન્ય કેટલીક પ્રોડક્ટ્સને સરકાર એના પ્રતિબંધમાંથી બાકાત રાખશે એની જાણકારી મળશે. અત્યારે તો અમારી હાલત રૂપિયાનો માલ ચાર આનામાં વેચવાની થઈ ગઈ છે. પ્લાસ્ટિકબંધીની જાહેરાત થઈ ત્યારથી બૅન્કોએ અમારી સાથેના વ્યવહારમાં મોટો બદલાવ કરી દીધો છે. હવે સરકાર નરમ નહીં પડે તો અમારે અમારાં મશીનો પણ ભંગારના ભાવે વેચવાં પડશે, જેનાથી આર્થિક કટોકટી સર્જાવાના પૂરા ચાન્સિસ છે. આ સિવાય અત્યારે તો અમારી સામે કોઈ વિકલ્પ દેખાતો નથી.’

કોર્ટના આદેશને કારણે મહાનગરપાલિકાનો લાઇસન્સ ડિપાર્ટમેન્ટ અમારા પર ગમે ત્યારે ત્રાટકી શકે છે એમ જણાવતાં વસઈના એક મૅન્યુફૅક્ચરરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં તો ૨૩ માર્ચના સરકારના પ્લાસ્ટિકબંધીના નોટિફિકેશનના દિવસથી જ હેરાનગતિ શરૂ થઈ ગઈ છે. કોર્ટે અમને સ્ટે આપ્યો હોત તો ઇન્સ્પેક્ટર-રાજ સામે અમે લડી શક્યા હોત, પણ અમારી કાયદાકીય હારથી ઇન્સ્પેક્ટર-રાજને છુટ્ટો દોર મળી જશે. અમને અત્યારે તો આ બાબતનો સૌથી મોટો ભય છે.’

ગુરુવારે સરકારના પર્યાવરણ વિભાગના અધિકારીઓ સાથેની ચર્ચામાં બાયબૅક સ્કીમને લાવવાની વાત હતી. જોકે કોર્ટના આદેશથી આ બાબતમાં સરકાર આગળ વધશે કે કેમ એ વાત પર હવે અમને શંકા જાગે છે એમ જણાવતાં પ્લાસ્ટિકના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નોટિફિકેશનની જાહેરાત પછી સરકારનો રવૈયો અમારી સાથે ખૂબ જ ખરાબ હતો. અમારી સાથે પ્લાસ્ટિકબંધીને મુદ્દે વાત કરવા રાજ્ય સરકારના પર્યાવરણ અધિકારીઓ તૈયાર નહોતા. ત્યાર પછી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યાં સુધી સરકાર અમારી સાથે નરમ વાતો કરતી હતી. ગઈ કાલના કોર્ટના આદેશ પછી સરકાર સોમવારથી કેવું વલણ અપનાવશે એનો અંદાજ તો અમને સોમવારથી જ આવશે.’

અમારી પાસે હવે ઘરાક વાસણ લઈને કેરીનો રસ લેવા આવે છે એમ જણાવતાં ઘાટકોપરના એક દુકાનદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્ષોથી કેરીનો રસ ઘરાકોને આપતા હતા. જોકે પ્લાસ્ટિકબંધી પછી જ્યાં સુધી અમારી પાસે પ્લાસ્ટિકની થેલીનો સ્ટૉક છે ત્યાં સુધી અમે કેરીનો રસ થેલીમાં આપીએ છીએ, પરંતુ મોટા ભાગે અમે ઘરાકને વાસણ લઈને આવવાનું કહીએ છીએ, જેને લીધે અમારી ઘરાકી ઘટી ગઈ છે.’

Comments (1)Add Comment
...
written by Manoj N Parmar, April 16, 2018
If using plastic bag is harmful to environment, then plastic water battles also should be banned.
One plastic battle required more raw plastic as compared to one bag of plastic.

From Manoj N Parmar
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK