આપઘાત માટે કર્યું પર્ફે‍ક્ટ પ્લાનિંગ

મોટો દીકરો દુકાને જાય, બીજાં બે સંતાનોની પરીક્ષા પૂરી થાય અને પત્ની દેરાસરમાં જાય ત્યારે જોગેશ્વરીના ભૂરીલાલ જૈને સુસાઇડ કર્યું

suicide

પ્રીતિ ખુમાણ ઠાકુર

જોગેશ્વરીમાં ગુરુવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કરનાર ૪૬ વર્ષના ભૂરીલાલ હરખચંદ જૈને પૂરા પ્લાનિંગ સાથે આત્મહત્યા કરી હતી. બન્ને સંતાનોની પરીક્ષા પૂરી થાય અને ઘરમાં તેઓ જ્યારે એકલા હોય ત્યારે જીવ ટૂંકાવવાનો તેમણે નિર્ણય કર્યો હતો. તેમની યોજના પ્રમાણે ગુરુવારે મોટો દીકરો દુકાને જવા નીકળી ગયો, બન્ને સંતાનો છેલ્લી પરીક્ષા આપવા ગયાં અને પત્ની દેરાસરમાં ગઈ ત્યારે ઘરમાં એકલતાનો લાભ લઈ તેમણે ફાંસો ખાઈ લીધો હતો.

પત્ની દેરાસરથી પાછી ફરી ત્યારે પતિને સાડી દ્વારા લટકતા જોઈને આઘાત પામી અને પાડોશીઓની મદદથી તેમને ઉતારી અને રિક્ષામાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં જ તેમણે જીવ ગુમાવી દીધો હતો. આ બનાવને કારણે પરિવારજનોની સાથે આસપાસના રહેવાસીઓ પણ ભારે આઘાતમાં આવી ગયા છે. જોગેશ્વરી પોલીસે કેસ નોંધીને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી હતી અને કેસની તપાસ હાથ ધરી છે.

જોગેશ્વરી (ઈસ્ટ)માં આવેલા સંતોષીમાતા રહેવાસી સંઘમાં વ્યાસ ચાલમાં રહેતા ૪૬ વર્ષના ભૂરીલાલ હરખચંદ જૈન અંધેરી (ઈસ્ટ)માં આર. કે. સિંહ રોડ પર મહાલક્ષ્મી મેટલ માર્ટ નામની દુકાન ધરાવતા હતા. આ દુકાનમાં તેમનો મોટો દીકરો પ્રવીણ કામ કરતો હતો, જ્યારે બીજો દીકરો અને નાની દીકરી બન્ને કૉલેજમાં ભણે છે. ગુરુવારે સવારે ઘરમાંથી બધાં જતાં રહ્યાં ત્યારે તેમણે આ પગલું ભર્યું હતું.

આ ઘટના વિશે માહિતી આપતાં પરિવારના એક ઓળખીતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભૂરીલાલ જૈનનો મોટો દીકરો સવારે આઠ વાગ્યે દુકાને ગયો હતો અને અન્ય બન્ને સંતાનો નવ વાગ્યે કૉલેજમાં જવા નીકYયાં હતાં, જ્યારે પત્ની દેરાસરમાં ગયાં હતાં. ત્યાર બાદ તેઓ ઘરમાં એકલા હતા. બન્ને સંતાનો તેમની છેલ્લી એકઝામ આપવા ગયાં ત્યારે તેમને પેપર સારી રીતે લખવાનું પણ કહ્યું હતું. ઘરમાંથી બધાં ગયાં પછી ઘરની સીલિંગમાં લોખંડની ચૅનલમાં સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો. તેમનું વન પ્લસ માળાનું ઘર છે અને તેઓ ઉપરના ફ્લોર પર રહેતા હતા. અડધા કલાકમાં પત્ની ઘરે આવી ત્યારે તેમણે પતિને લટકતા જોયા હતા.’

આસપાસના રહેવાસીઓએ મદદ કરી છતાં બચ્યા નહીં એમ કહેતાં રિલેટિવે કહ્યું હતું કે ‘પત્નીએ જોયું અને તેઓ બૂમો પાડવા લાગતાં આસપાસના રહેવાસીઓ આવ્યા અને તેમને ઉતાર્યા ત્યારે જીવ હોવાથી તેમને રિક્ષામાં નાખીને નજીક આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.’

તેઓ ટેન્શનમાં રહેતા અને હું મરવાનો છું એમ કહેતા હતા એમ જણાવતાં રિલેટિવે કહ્યું હતું કે ‘લગભગ ૨૦૦૮માં તેમની તબિયત ખૂબ લથડી પડી હતી અને તેઓ થોડા માનસિક રીતે અક્ષમ થઈ ગયા હતા. ત્યાર બાદ સતત તેમની તબિયત ખરાબ રહેતી હતી. નોટબંધી બાદ ધંધા પર પણ ખૂબ અસર થઈ હતી અને એ પણ ટેન્શન તેમને આવ્યું હતું. કેટલાય જણને હું મરવાનો છું એમ કહેતા રહેતા હતા. ટેન્શન વધુ થતાં તેમની તબિયત ખરાબ રહેતી હતી અને દવાઓ પણ ચાલુ હતી. જોકે એ દરમ્યાન જ તેમણે આવું પગલું લીધું હોવાથી અમે બધા જ ખૂબ આઘાતમાં છીએ. તેમણે બન્ને સંતાનો છેલ્લી એક્ઝામ આપવા ગયાં પછી જ આ પગલું લીધું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy