પાલઘરમાં બીચ-બાઇકના અકસ્માતમાં ત્રણ જખમી

કેળવે બીચ પર ચાલતી આ જૉય રાઇડને બંધ કરવા મૅરિટાઇમ બોર્ડે નોટિસ ફટકારી

accident

પ્રીતિ ખુમાણ ઠાકુર

પાલઘરમાં આવેલો કેળવે બીચ ટૂરિસ્ટોથી લઈને સ્થાનિક રહેવાસીઓનો મનપસંદ બીચ છે. આ બીચ પર ટૂરિસ્ટોને આકર્ષવા બાઇકની રાઇડ મળી રહેતી હોવાથી ઘણા લોકો એ માટે પણ ખાસ આવતા હોય છે. જોકે ગઈ કાલે બીચ-બાઇકનું એક્સેલરેટર અને મેઇન એક્સલ તૂટી જતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણ જણ જખમી થયા હતા. એમાં બે ટૂરિસ્ટ હતા. ટૂરિસ્ટો મામૂલી જખમી થયા હતા, જ્યારે ડ્રાઇવરને પાલઘરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બધાને પગલે મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (MMB)એ તાત્કાલિક આ રાઇડને બંધ કરવાની નોટિસ ઇશ્યુ કરી છે તેમ જ કેળવે કોસ્ટલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

મુંબઈના બે અજ્ઞાત ટૂરિસ્ટોએ આ બાઇક સમુદ્રકિનારે રાઇડ કરવા ભાડા પર લીધું હતું. ડ્રાઇવર બાઇક ચલાવતો હતો અને ટૂરિસ્ટો મજા માણી રહ્યા હતા એ વખતે અચાનક જ બાઇકે પોતાનું બૅલૅન્સ ગુમાવ્યું અને અકસ્માત થયો હતો. મુંબઈના બન્ને ટૂરિસ્ટો ગભરાઈ જતાં પ્રાથમિક સારવાર લઈને મુંબઈ જવા રવાના થઈ ગયા હતા, જ્યારે ડ્રાઇવરને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લઈને પોલીસ FIR નોંધશે.

કેળવે બીચ પર ટૂરિસ્ટોને આકર્ષવા લગભગ ચાર બીચ-બાઇકે MMBમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ બાઇકોના માલિક દ્વારા MMBએ આપેલી ૧૭ કન્ડિશનને ફૉલો કરવામાં આવી નથી એવું જણાયું હતું. થોડા સમય પહેલાં દહાણુના બીચ પર બોટ સમુદ્રમાં પલટી થતાં ત્રણ ગુજરાતી છોકરીઓએ જીવ ગુમાવ્યો હતો. એથી અહીંની જોખમી બાઇક-રાઇડને પણ બંધ કરવાની સ્થાનિક રહેવાસીઓએ માગણી કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy