રાજ ઠાકરેને જ પાછા બોલાવી લો

MNSમાંથી આયાતી કાર્યકરોને ફરીથી શિવસેનામાં ઉચ્ચ સ્થાને બેસાડવામાં આવતાં મૂળ શિવસૈનિકોમાં આક્રોશ : અસલ્ફામાં હોર્ડિંગ લગાવીને કરી માગણી

MNS

રોહિત પરીખ

મુંબઈના ૬ નગરસેવકોએ MNSમાંથી શિવસેનામાં પ્રવેશ કર્યો એ દિવસથી શિવસેનાના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે અને એમાં પણ રવિવારે એક વર્ષની અંદર MNSની સ્થાપનાથી નિષ્ઠાવાન રહેલા અને BMCના ઇલેક્શન વખતે શિવસેનાના ઉમેદવારોને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા MNSના કાર્યકરોને ફરીથી શિવસેનામાં ઉચ્ચ સ્થાન આપવામાં આવતાં શિવસૈનિકોમાં આક્રોશ ફેલાયો છે. શિવસૈનિકોએ તેમનો આક્રોશ વ્યક્ત કરતાં હોર્ડિંગોમાં સવાલ પૂછતાં કહ્યું છે કે બધાં જ પદ પર MNSમાંથી પાછા ફરેલા કાર્યકરોને બેસાડવા હોય તો MNSના નેતા રાજ ઠાકરેને કેમ શિવસેનામાં પાછા લેતા નથી?  

શિવસેનાના ઈશાન મુંબઈનાં પદોની જાહેરાત રવિવારે કરવામાં આવી એમાં શાખાપ્રમુખ અને વિભાગપ્રમુખો તેમ જ ઉપપ્રમુખોનાં પદ આયાતી નેતાઓને આપવામાં આવ્યાં હોવાથી ઘાટકોપરના અસલ્ફા વિલેજ વિસ્તારને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૯ના શિવસૈનિકોમાં ઘમસાણ મચી ગયું છે. રવિવારે વૉર્ડ-નંબર ૧૨૯ની શાખામાં નવા નેતાઓ અને જૂના શિવસૈનિકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

બનાવની માહિતી આપતાં વૉર્ડ-નંબર ૧૨૯ના ભૂતપૂર્વ શાખાપ્રમુખ પ્રદીપ માંડવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCના ઇલેક્શન વખતે હું શિવસેનાનો ઉમેદવાર હતો. MNSના કાર્યકરોને લીધે એ ઇલેક્શનમાં હું ફક્ત ૧૮૫ મતથી હાર્યો હતો. જો MNSમાંથી શિવસેનામાં વર્ષો પછી પાછા ફરેલા બાબુ દરેકર, વિજય પડવળ, જ્ઞાનેશ્વર વાચાળ, બાબુ સાળુંખે, શિવાજી કદમ, નાના તાટલે અને શરદ કોચરેએ ઇલેક્શન વખતે સક્રિય કાર્ય કર્યું હોત તો મારી જીત થઈ હોત. અત્યારે મને સંગઠનનો નેતા બનાવાયો છે, પણ મેં જ્યારે શાખાપ્રમુખ તરીકે ૪૫ અને ૫૦ વર્ષના કાર્યકરોની પસંદગી કરવાનું કહ્યું ત્યારે ફેબ્રુઆરીમાં જ MNSમાંથી શિવસેનામાં પાછા ફરેલા ૬૫ વર્ષના શિવાજી કદમને શાખાપ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું. આનાથી અમારા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. અમે વર્ષોથી શિવસેના અને ઉદ્ધવ ઠાકરે માટે જીવ રેડીને કામ કર્યું છે એવા સમયે અમારી સાથે થયેલો અન્યાય અમારા કાર્યકરો કેવી રીતે સહન કરી શકે.’

આ જ રીતે MNSમાંથી શિવસેનામાં પાછા ફરેલા કાર્યકરોને ઉચ્ચ પદે બિરાજમાન કરવા છે તો MNSના ચીફ રાજ ઠાકરેને કેમ શિવસેનામાં પાછા લઈ લેતા નથી એમ જણાવતાં પ્રદીપ માંડવકરે કહ્યું હતું કે ‘બધાં ઉચ્ચ પદો MNSમાંથી શિવસેનામાં પાછા ફરેલા કાર્યકરોને સોંપવા છે તો રાજ ઠાકરેને પાછા લઈ લેવા જોઈએ. કાર્યકરોને પાછા લેવા કરતાં રાજ ઠાકરેને જ પાછા બોલાવી લો એવી અમે માગણી કરતાં પોસ્ટરો લગાડીને અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy