ખાસ બાત - આ ગુજરાતી ડૉક્ટરને સ્વીડનની એક સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો આપશે તમારો ઑનલાઇન વોટ

યુવાનીમાં સાહસવૃત્તિ ખીલે એ એક સામાન્ય બીના છે. જોકે ઘાટકોપર (ઈસ્ટ)ના ગુજરાતી જનરલ ફિઝિશ્યન ડૉ. પરાગ શાહને ૪૮ વર્ષની ઉંમરે સાહસિક બનવાની ઇચ્છા થઈ અને જેમ-જેમ તેઓ સાહસ કરતા ગયા તેમ-તેમ તેમની આ ઇચ્છા પ્રબળ બનતી ગઈ.


dog skedding


રોહિત પરીખ


એપ્રિલ-૨૦૧૮માં પરાગ શાહ ૫૬ વર્ષના થશે. એ સમયે પરાગ શાહને સ્વીડનની કડકડતી ઠંડીમાં જ્યાં સવારે દસ ડિગ્રી અને રાતે માઇનસ ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન હશે ત્યાં આવા ઠંડા તાપમાનમાં સ્વીડન અને નૉર્વેની વચ્ચેના ઉત્તર ધ્રુવ તરફ બરફના રસ્તા પર ડૉગ-સ્લેડિંગ કરીને એટલે કે કૂતરાઓ દ્વારા ખેંચાતી ગાડી પર ઊભા રહીને પાંચ દિવસમાં ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવાની મનોકામના છે.  જોકે આ રમતમાં ભાગ લેવા માટે તેમને ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ લોકોના ઑનલાઇન વોટ ખૂબ જ જરૂરી છે.

જીવનમાં વનપ્રવેશ પછી પરાગ શાહને અવનવાં સાહસો કરવાનો શોખ જાગ્યો છે. એક ડૉક્ટર તરીકે જિમખાના જૉઇન કરીને ટાઇમપાસ કરવા માટે કહો કે ફિટનેસ માટે તેઓ નાની-મોટી રમતો રમતા હતા. આ વાત છે ૨૦૧૦ની જ્યારે તેમની ઉંમર ૪૮ વર્ષની હતી. આ ઉંમરે તેમને સાહસવૃત્તિ જાગી હતી. એને કારણે તેમણે ઘાટકોપર અને મુલુંડની નાની ટેકરીઓ પર ટ્રેકિંગ કરવાની શરૂઆત કરી હતી. ૨૦૧૪ સુધી તેઓ સહ્યાદ્રિ ઘાટ સુધી ટ્રેકિંગ કરવા જતા હતા. ત્યાર બાદ ૨૦૧૪ પછી તેમને વધુ સાહસ કરવાની ઇચ્છા થતાં તેમણે હિમાલય જઈને પર્વતારોહણ કર્યું હતું. એનાથી જોશ અને હિંમત વધવાની સાથે સાહસ કરવાનો ચસકો વધ્યો હતો.

એને પરિણામે પરાગ શાહે ૨૦૧૬થી અત્યાર સુધીમાં નેપાલ અને ભારતની ટ્રેક-ટીમના ડૉક્ટર તરીકે કેદારનાથ, હર કી ધુન, રૂપકુંડ, સૅન્ડાકફુ, એવરેસ્ટ બેઝ-કૅમ્પ અને વિશ્વની પ્રખ્યાત લદ્દાખની ઝનસ્કાર નદી પર શિયાળામાં બરફની ચાદર પર ટ્રેકિંગ કર્યું હતું. ત્યાર પછી તેમને મનાલીમાં ચાલતા કાઉસ માઉન્ટેનિયરિંગ (પર્વતારોહણની ટ્રેઇનિંગ)માં જવાનું ઝનૂન ઊપડ્યું હતું. આ ટ્રેઇનિંગમાં ૩૫ વર્ષ સુધીના યુવાનોને જ પરવાનગી આપવામાં આવે છે. આમ છતાં ડૉ. પરાગ શાહની જિદ્દ સામે અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ ઍન્ડ અલાઇડ સ્પોર્ટ્સનું મૅનેજમેન્ટ પણ ઝૂકી ગયું હતું. મૅનેજમેન્ટે શરત મૂકી હતી કે તમે આ ટ્રેઇનિંગ પૂરી કરશો તો પણ તમને અમે સર્ટિફિકેટ કે A ગ્રેડ નહીં આપીએ. જોકે ટ્રેઇનિંગ પૂરી થયા પછી અને પરાગ શાહની યશસ્વી સફળતા પછી ઇન્સ્ટિટ્યૂટ તરફથી સર્ટિફિકેટ અને જવલ્લે જ આપવામાં આવતો ‘કીપ ધ હિમાલયન ક્લીન’ અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ બધી સિદ્ધિઓની હરખભેર માહિતી આપતાં ડૉ. પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે સાહસવૃત્તિનો સમય કે રમતગમતનો સમય બાળપણ અને યુવાની સુધી જ હોય છે, પરંતુ હું આ વાત સાથે સહમત થતો નથી. બાળપણ રમતિયાળ હોય છે. ત્યાર પછી યુવાની ભણવામાં અને કરીઅર બનાવવામાં જતી રહે છે. પછી ગૃહસ્થજીવન જીવવાનો સમય અને પારિવારિક ઉલઝનોને સુલઝાવવાનો સમય હોય છે. એમાં ક્યારેક સાહસિકતા માટે સમય મળતો જ નથી. સાચો સમય પચાસ વર્ષ પછીનો જ છે જ્યારે માનવી તેની બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થઈને પોતાની મરજીનું જીવન જીવે છે. મેં પણ પચાસ વર્ષ પછી જ મારી મરજી મુજબનું જીવન જીવવાની શરૂઆત કરી.’


છેલ્લાં છ વર્ષમાં કરેલાં અનેક સાહસોમાં હજી મારે એક છોગું ઉમેરવું છે એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘મેં જ્યારે સ્વીડનના બર્ફીલા પર્વતારોહણ માટે ત્યાંના આયોજકોને મારી છેલ્લાં છ વર્ષની સિદ્ધિઓની રૂપરેખાઓ મોકલી ત્યારે હું પ્રથમ સ્ટેજમાં તો સિલેક્ટ થઈ ગયો છું, પણ અત્યારે હું સિલેક્શનના બીજા સ્ટેજમાં છું. એનો આધાર મને ઑનલાઇન મળી રહેલા વોટ પર છે. બુધવારે સાંજ સુધીમાં મને ૧૫૬૦ વોટ મળ્યા હતા. આ આંકડો ૧પ,૬૦૦ સુધી પહોંચે તો જ હું જર્લારવેન સ્પર્ધામાં ભાગ લઈ શકું.’

આ સ્પર્ધા વિશે માહિતી આપતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘આ સ્પર્ધામાં અમારે ઉત્તર ધ્રુવ (નૉર્થ પોલ) તરફ ડૉગ-સ્લેડિંગ દ્વારા પાંચ દિવસમાં ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. આ દરમ્યાન બદલાતા તાપમાનમાં ટકી રહેવું અતિ મહત્વનું હોય છે. જમવામાં ફક્ત ગુજરાતી ખજૂરપાક અને અડદિયો જ એક વેજિટેરિયન તરીકે ખાવામાં સુગમ પડે છે. આ સિવાય પણ અનેક રીતે બદલાતા વાતાવરણમાં ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે.’

ઑનલાઇન વોટિંગ


પરાગ શાહના આ સાહસને પ્રોત્સાહિત કરવા અને એક ગુજરાતી તરીકે તેઓ આ સ્પર્ધા માટે સિલેક્ટ થાય એ માટે આ સાઇટ પર જઈને મત આપવાનો રહેશે. મત આપવા માટે હવે ફક્ત અઠવાડિયાનો જ સમય બાકી છે. http://polar.fjallraven.com/

contestant/?id=2416&backpage=5&order=popular&country=105

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK