તેલના વેપારીઓએ કરી ડબ્બાના ઉપયોગની અને છૂટક તેલના વેચાણ પરના પ્રતિબંધો હટાવવાની માગણી

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડડ્ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા સાથે ગઈ કાલે યોજાયેલી મીટિંગમાં અસોસિએશન દ્વારા કરવામાં આવી રજૂઆત

oil

રોહિત પરીખ

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડડ્ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) સાથે યોજાયેલી ગઈ કાલની મીટિંગમાં ખાદ્ય તેલ વ્યાપારી અસોસિએશનના પદાધિકારીઓએ ફરી એક વાર પૅકિંગમાં ખાદ્ય તેલના જૂના ડબ્બાના ઉપયોગ માટેની પરવાનગી આપવાની અને છૂટક તેલના વેચાણ પરના પ્રતિબંધો હટાવી દેવાની માગણી કરી હતી. ગઈ કાલે FDA ભવનમાં FSSAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પવન અગ્રવાલે FSSAIના નવા કાયદાના અમલીકરણ પછી ખાદ્ય તેલના વેપારીઓને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવા માટે મીટિંગનું આયોજન કર્યું હતું.

આ મીટિંગના માધ્યમથી FSSAI દેશભરના ઘરાકોને ઉત્કૃક્ટ ક્વૉલિટીના ખાદ્ય પદાથોર્ કેવી રીતે પૂરા પાડી શકાય એ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવાનો પ્લાનિંગ કરી રહી છે. આને માટે FSSAIના અધિકારીઓની ટીમ દેશભરનાં વિવિધ રાજ્યોમાં વેપારીઓ સાથે મીટિંગ કરીને નવા કાયદાને કારણે વેપારીઓને પડતી મુસીબતોની ચર્ચાવિચારણા કરી રહી છે. મહારાષ્ટ્ર પહેલાં એણે ૬થી વધુ રાજ્યો સાથે આ મુદ્દે મીટિંગ કરી લીધી છે. આ મીટિંગ બાદ FSSAI દરેક રાજ્યોમાં વેપારીઓને સાથે રાખીને ઝોનલ કમિટી રચવાના પ્લાનિંગમાં છે.

ગઈ કાલની મીટિંગની માહિતી આપતાં ખાદ્ય તેલ વ્યાપારી અસોસિએશન મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો મહારાષ્ટ્રના વેપારીઓનો સંપ અને વ્યવસ્થા જોઈને FSSAIના અધિકારીઓ ખુશ થઈ ગયા હતા. તેઓએ પહેલાં ઝોનલ કમિટી રચવાનો પ્લાન કયોર્ હતો, પરંતુ ત્યાર બાદ હવે દરેક સ્ટેટની અલગ-અલગ કમિટી રચવાની તૈયારી કરી હતી.’

અમે જૂના ડબ્બામાં ખાદ્ય તેલ પૅક કરવાની અમારી માગણી ફરીથી દોહરાવી હતી એમ જણાવતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘અમારી આ માગણી વર્ષોજૂની છે. એના માટે અમે હડતાળ કરીને વિરોધ કરી ચૂક્યા છીએ. આમ છતાં આ બાબતમાં સરકાર અને FDA એના નિયમો અને કાયદાને બદલવા જક્કી વલણ અપવાની રહ્યાં છે. ગઈ કાલની મીટિંગમાં અમે FSSAIના અધિકારીઓને આ વાતની ફરીથી સમજણ આપી હતી અને આ પૅકિંગથી ઘરાકોને ભાવમાં થતા ફાયદા પણ તેમને સમજાવ્યા હતા. છૂટક તેલના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કાયમી ધોરણે પાછો ખેંચવામાં આવે એવી પણ અમે ગઈ કાલે માગણી મૂકી હતી.’

FSSAIના અધિકારીઓ જ્યારે માલ સીઝ કરે છે ત્યારે રિપોર્ટ આપવામાં મહિનાઓ કાઢી નાખે છે એ સંદર્ભમાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘ગઈ કાલની મીટિંગમાં અમે આ મુદ્દાને મહત્વ આપ્યું હતું. કોઈ પણ પ્રોડક્ટનાં સૅમ્પલ લીધા પછી અધિકારીઓ વેપારીઓના માલને સીઝ કરી જાય છે. સૅમ્પલનો રિપોર્ટ આવતાં મહિનાઓ લાગી જાય છે. જ્યારે નિયમ પ્રમાણે આ રિપોર્ટ ૧૪ દિવસમાં આવી જવો જોઈએ, પણ એ આવતા જ નથી. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં માલની એક્સપાયરી-ડેટ પૂરી થઈ જાય છે એને કારણે માલ ફેંકી દેવો પડે છે. એનાથી વેપારીઓએ અને રાષ્ટ્રે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. એવો વારો ન આવે એ માટે સૅમ્પલના રિપોર્ટ વહેલી વહેલી તકે આપીને સીઝ કરવામાં આવેલા માલને છૂટો કરવામાં આવે એવી અમે દરખાસ્ત મૂકી છે.’

આ મીટિંગમાં FSSAIનાં ચીફ મૅનેજમેન્ટ સર્વિસિસનાં માધવી દાસે ન્યુટ્રિશન ફૂડ પ્રોડક્ટ્સ પર ભાર મૂક્યો હતો એ સંદર્ભે શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘માધવી દાસે કહ્યું હતું કે ન્યુટ્રિશન ફૂડ પ્રોડક્ટ્સની માહિતી બાળકોને એજ્યુકેશનના માધ્યમથી હવે મળવી જોઈએ. આને માટે જરૂર હોય તો બુક બહાર પાડવી જોઈએ જેથી બાળકો અને તેનાં મમ્મી-પપ્પાને આ પ્રોડક્ટ્સની મહત્તાની ખબર પડે.’

આ મીટિંગમાં મહારાષ્ટ્રનાં FSSAIનાં કમિશનર પલ્લવી દરાડે સહિત અનેક અધિકારીઓએ હાજરી આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy