સર, લો તમારા છૂટા પૈસા, તમારી યાત્રા મંગલમય બને

રેલવે-સ્ટેશન પર મુસાફરો સાથે વાદવિવાદ ન થાય એ માટે સેન્ટ્રલ રેલવે ટિકિટ-વેન્ડિંગ સ્ટાફ તથા ટીસીને કસ્ટમર કૅરની આપશે તાલીમ‘છુટ્ટા પૈસા નહીં હૈ’ એ એક જ વાક્ય મુસાફરો તેમ જ ટિકિટ વેન્ડિંગ સ્ટાફ વચ્ચે તકરાર માટે પૂરતું છે. એવી જ રીતે વગર ટિકિટે પકડાયેલા મુસાફરો તેમ જ ટિકિટ કલેક્ટર (ટીસી) વચ્ચે પણ ઘણી વાર જીભાજોડી થતી હોય છે. રેલવે ઑથોરિટીએ પોતાના કર્મચારીઓને કસ્ટમર કૅર તથા હૉસ્પિટૅલિટી સર્વિસની તાલીમ આપી સમગ્ર વાતાવરણને વધુ સુમેળભર્યો કરવાનું અભૂતપૂર્વ કાર્ય શરૂ કર્યું છે એટલે નજીકના ભવિષ્યમાં ‘યે લીજિએ આપકે છુટ્ટે પૈસે, આપકી યાત્રા મંગલમય હો’ એવી ટિકિટ વેન્ડિંગ સ્ટાફની વાત સાંભળીને આંચકો ન અનુભવતા.

સેન્ટ્રલ રેલવેના એક સિનિયર અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘મુસાફરો સાથેની ટીસી તેમ જ ટિકિટ વેન્ડિંગ સ્ટાફની વર્તણૂકમાં સુધારો આવે એ માટે વિશેષ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. તેઓ તેમને મુસાફરો સાથે સારી રીતે વર્તવાના પાઠ શીખવશે જેથી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.’

ઘણી વખત લાંબી લાઇન હોવા છતાં કર્મચારી ધીમે-ધીમે કામ કરતો હોય અથવા તો લાંબા સમય સુધી ક્યાંક ચાલ્યો જાય તો મોટા ભાગના મુસાફરોનો પિત્તો જતો હોય છે. આવી જ કંઈક હાલત વગર ટિકિટે પકડાયેલા મુસાફરનો કૉલર કે હાથ ટીસી પકડી લે ત્યારે પરિસ્થિતિ વણસતી હોય છે.

આવા સંજોગોમાં મુસાફરો સાથે સલૂકાઈપૂર્વક કઈ રીતે વર્તવું એની તાલીમ ટીસી તેમ જ ટિકિટ વેન્ડિંગ સ્ટાફને આપવામાં આવશે. મુંબઈમાં પ્રથમ વખત આવો પ્રયોગ હાથ ધરવામાં આવશે. અગાઉ દિલ્હીમાં આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપનગરી રેલપ્રવાસી સંઘના મધુ કોટિયને કહ્યું હતું કે ‘ઘણાં સ્ટેશનોએ લાંબી લાઇનો છતાંય કર્મચારીઓની અછત છે. વળી એટીવીએમ તથા સીવીએમ પણ સરખી રીતે કાર્યરત નથી. પરિણામે મુસાફરો તથા રેલવે-કર્મચારીઓ વચ્ચે તણખા ઝરે છે. જે પ્રવાસીઓ ટૂંકા અંતરનો પ્રવાસ કરવા માગતા હોય તેમના માટે અલગ કાઉન્ટર રાખવું જોઈએ, કારણ કે મુખ્યત્વે તેઓ જ રેલવે-કર્મચારીઓ સાથે વાદવિવાદમાં ઊતરતા હોય છે.’

સેન્ટ્રલ રેલવે પાસે મુંબઈમાં ૨૦૦૦ ટિકિટ વેન્ડિંગ સ્ટાફ તથા ૧૨૦૦ ટીસી છે. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ એવો દાવો કર્યો છે વિવિધ સ્ટેશનો પર મુસાફરો દ્વારા SMS, ઈ-મેઇલ કે અંગત પત્રો દ્વારા કરેલી ફરિયાદોના ઉકેલ લાવવા માટે પણ તેઓ કાર્ય કરી રહ્યાં છે.

સેન્ટ્રલ રેલવેના ૫૦ ટકા ટીસી અનફિટ


સાયન હૉસ્પિટલના પ્રિવેન્ટિવ ઍન્ડ સોશ્યલ મેડિસિન (પીએસએમ) ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોના અભ્યાસે ચોંકાવનારાં તારણો આપ્યાં છે. એ મુજબ સેન્ટ્રલ રેલવેમાં ટિકિટચેકર (ટીસી) તરીકે કામ કરતા ૫૦ ટકા કર્મચારીઓ અનફિટ છે. સેન્ટ્રલ રેલવેમાં કુલ ૧૪૦૦ ટીસી કામ કરે છે જેમાંથી ૪૦૦ ટીસી પર આ સ્ટડી આધારિત છે. ૪૦૦માંથી ૫૦ ટકા વધુપડતું વજન, ડાયાબિટીઝ તથા બ્લડ-પ્રેશર (બીપી) જેવી સમસ્યાઓથી પરેશાન છે. ૨૮ ટકાને હાઈ સ્ટ્રેસ તો ૧૫ ટકાને હાઇપરટેન્શનની સમસ્યા છે. આ કૅમ્પ સેન્ટ્રલ રેલવે સ્ટાફ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. એમાં ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, કૅન્સર, આંખની તપાસ જેવા વિવિધ દસ જેટલી ટેસ્ટ કરવામાં આવી હતી. ટીસીની આવી ખરાબ શારીરિક તેમ જ માનસિક હાલતને કારણે બીજી પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તેમણે મુસાફરો સાથે સીધો સંપર્ક કરવાનો હોવાથી તેઓ ઘણી વાર ટિકિટ વગરના મુસાફરો સાથે વાદવિવાદમાં પડી જતા હોય છે.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

એટીવીએમ = ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન

સીવીએમ = કૂપન વૅલિડેટિંગ મશીન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK