મરાઠાઓએ શાંતિથી પુણેમાં આંદોલન કર્યું

અમરાવતીમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

maratha

આરક્ષણની માગણીને લઈને મરાઠા ક્રાન્તિ મોરચાના કાર્યકર્તાઓએ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યાથી મુંઢવા અને કોરેગાંવ પાર્કના વિસ્તારોને ટાર્ગેટ કરીને શાંતિપૂર્વક આંદોલન કર્યું હતું. જોકે આંદોલકોએ દુકાનદારોને દુકાનો બંધ કરવા જબરદસ્તી કરી હતી.

દસથી ૧૫ આંદોલકોએ પુણે-સોલાપુર હાઇવે બ્લૉક કરવાની કોશિશ કરી હતી તેમ જ અમુક લોકોએ રસ્તારોકો આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વનવાડી પોલીસે તેમની ધરપકડ કરી હતી.

યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મરાઠા સમાજના આરક્ષણ માટે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે અમરાવતીના વડાલી ગામના ૪૦ વર્ષના સંજય કદમે અમરાવતી જિલ્લાધિકારીની ઑફિસના પરિસરમાં પોતાની પર કેરોસીન રેડીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ સમયે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા સંભાળી રહેલા કર્મચારી પ્રમોદે સંજય કદમને રોક્યો હતો અને ત્યાં હાજર પોલીસે તેને પકડી પાડ્યો હતો. ગાડગેનગર પોલીસે સંજયને તાબામાં લીધો હતો. મરાઠા સમાજની બેઠકના અમુક કલાક પહેલાં જ આ બનાવ બન્યો હતો.

૯ ઑગસ્ટે રસ્તા પર ઊતરવાની ચીમકી


મરાઠા આરક્ષણ બાબતે રાજ્ય સરકારે ૭ ઑગસ્ટ સુધીમાં ચોક્કસ નિર્ણય ન લેતાં અને આ બાબતે લેખિતમાં આશ્વાસન ન આપતાં આંદોલન તીવþ કરવામાં આવશે એવો ઇશારો મરાઠા સમાજ વતી આપવામાં આવ્યો છે. ૯ ઑગસ્ટે રાજ્યભરમાં મરાઠા સમાજના લોકો રસ્તા પર ઊતરીને આંદોલન કરશે એવું પરલીમાં યોજાયેલી બેઠકમાં મરાઠા ક્રાન્તિ મોરચાના સમન્વયક આબા પાટીલે કહ્યું છે. આંદોલન દરમ્યાન આત્મહત્યા કરનારા લોકોના પરિવારજનોને વળતર આપવાની માગણી પણ કરવામાં આવી છે.

હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મરાઠા સમાજ આરક્ષણના મુદ્દા પર ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલન દરમ્યાન રાજ્યભરનાં શહેરોમાં થયેલી હિંસક ઘટનાઓ પર મુંબઈ હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે, પુણે, પિંપરી-ચિંચવડ, નાશિક, સોલાપુર વગેરે સહિત અનેક જગ્યાએ આ આંદોલન હિંસક બન્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ‘આ ઘટનાઓથી સમાજ પર થનારું પરિણામ ખૂબ ગંભીર રહેશે. સરકાર બદલાતી રહેશે, પણ દેશનું શું? આવી જ પરિસ્થિતિ રહેશે તો દેશમાં અનેકને સુરક્ષા આપવાનો સમય આવશે અને આવનારા સમયમાં હાઈ કોર્ટના અસ્તિત્વ પર પણ પ્રશ્ન કરવામાં આવશે તેમ જ હાઈ કોર્ટ પણ કંઈ કરી શકતી નથી એવો સંદેશ નાગરિકોમાં જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK