ઓવરહેડ વાયરના સંપર્કમાં આવીને પાંચ વર્ષમાં ૧૪૩ પ્રવાસીઓએ ગુમાવ્યા જીવ

શૉર્ટ સર્કિટને કારણે ૧૪૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા

WIRE



મમતા પડિયા

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં રોજ ૮૦ લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને પીક અવર્સ દરમ્યાન જીવના જોખમે દરવાજા પર લટકતા, બે ડબ્બાની વચ્ચેના ભાગમાં તેમ જ છત પર બેસીને અથવા તો સ્ટન્ટ કરવાથી પ્રવાસીઓ અચકાતા નથી. એને કારણે દરરોજ સરેરાશ દસથી બાર લોકો મૃત્યુના મુખમાં સપડાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટ્રેનની છત પર પ્રવાસ કે સ્ટન્ટ કરતી વખતે ઓવરહેડ વાયરના સંપર્કમાં આવી જવાથી ૧૪૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હોવાની અને ૧૩૮ પ્રવાસીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાની ચોંકાવનારી માહિતી ઍક્ટિવિસ્ટ શકીલ શેખે RTI ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં જાણવા મળી હતી.

૨૦૧૩થી મે ૨૦૧૮ સુધીમાં લોકલ ટ્રેનમાં થયેલા અકસ્માતોમાં ઓવરહેડ વાયરના સંપર્કમાં આવીને શૉર્ટ સર્કિટને કારણે ૧૪૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા એ ખરેખર ગંભીર બાબત છે એમ જણાવીને શકીલ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેમાં CSMTથી કર્જત સુધીમાં ૬૭ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા અને બાવન પ્રવાસીઓ દાઝી ગયા હતા. વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટથી પાલઘર સુધીમાં ૪૦ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૩૧ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. એ જ રીતે હાર્બર લાઇનમાં સૅન્ડહસ્ર્ટ રોડથી પનવેલ વચ્ચે ૩૬ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૩૯ ઘાયલ થયા હતા. ચેમ્બુરથી ટિળકનગર સ્ટેશન વચ્ચે સૌથી વધુ એટલે કે ૧૬ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. શૉર્ટ સર્કિટને કારણે મૃત્યુ અને ઘાયલ થવાના સૌથી વધુ બનાવ ત્રણેય લાઇનમાં ૨૦૧૬માં નોંધાયા હતા. એમાં ૬૧ મૃત્યુ અને ૬૮ ઘાયલનો સમાવેશ છે. હાર્બર લાઇનની ટ્રેનોની સર્વિસ સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઇનના મુકાબલે ઘણી ઓછી છે. એને કારણે ટ્રેનમાં હકડેઠઠ પ્રવાસીઓ ઘૂસે છે અને ટ્રેનની છત પર પ્રવાસ કરતાં ડરતા નથી. રેલવે માટે કામ કરતી વિવિધ બિનસરકારી સંસ્થાઓ સાથે મળીને અમે હાર્બર લાઇનની સર્વિસ વધારવા માટે રેલવેપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી છે. લોકોએ જીવના જોખમે છત પર પ્રવાસ કરવો જોઈએ નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK