વિલે પાર્લેના સુધરાઈના સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી ૩૬ વર્ષની મહિલાનું મોત

સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ થવાનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુધરાઈના સ્વિમિંગ પૂલોમાં બેદકારી અને સલામતીની અવગણના થાય છે એ સિદ્ધ થઈ ગયું છે. છેલ્લી ઘટના વિલે પાર્લે (ઈસ્ટ)માં મંગળવારે રાત્રે બની હતી. ઘટનામાં ૩૬ વર્ષની  શ્રેયા ભોસલે સ્વિમિંગ પૂલમાં ડૂબી જઈ મૃત્યુ પામી હતી. એ દિવસે સ્વિમિંગ શીખવા માટે આયોજિત સમર કૅમ્પનો છેલ્લો દિવસ હતો.


The pool at Prabodhankar Thackeray Sports Complex where Shreya Bhosale (above) drowned. While the BMC owns the land on which the pool is built, it is managed by Chhatrapati Shivaji Maharaj Smarak Samiti Trust, run by former mayor Ramesh PrabhooShreya Bhosle’s family refuted the pool management’s claim that everybody was in the changing room, saying that the entrance to the pool is closed once everyone leavesThe land on which the Prabodhankar Thackeray swimming pool in Vile Parle (East) is built, is owned by the BMC, but the pool is run by the Chhatrapati Shivaji Maharaj Smarak Samiti TrustShreya Bhosale


શ્રેયા પ્રબોધનકાર ઠાકરે સ્વિમિંગ પૂલમાં ડૂબી જઈ મૃત્યુ પામી હતી. આ સ્વિમિંગ પૂલ પ્રબોધનકાર ઠાકરે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનો એક ભાગ છે. આ સ્વિમિંગ પૂલ સુધરાઈએ બાંધ્યો છે અને એનો વહીવટ ભૂતપૂર્વ મેયર રમેશ પ્રભુનું છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ ટ્રસ્ટ સંભાળે છે.

મંગળવારની સાંજે સમર કૅમ્પનો છેલ્લો દિવસ હતો. ૮.૧૫થી ૯ વાગ્યાના બૅચમાં છ વર્ષનાં બાળકોથી લઈ સિનિયર સિટિઝનો સહિત ૮૦ વિદ્યાર્થીઓ હતા. છેલ્લો દિવસ હોવાથી બૅચનો સમય ૧૦ મિનિટ લંબાવવામાં આવ્યો હતો.

સ્વિમિંગ પૂલના મૅનેજર નીલેશ તાપસેએ માહિતી આપી હતી કે ‘બૅચ પૂરો થતાં શ્રેયા સહિત તમામ વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલની બહાર આવ્યાં હતાં અને ચેન્જિંગ રૂમમાં ગયાં હતાં. આ પહેલાં શ્રેયાએ લાઇફગાર્ડ સાથે ટૂંકી વાત કરી હતી અને તેની પાસેથી સૂચનો મેળવ્યાં હતાં. આ વખતે સ્વિમિંગ પૂલ તદ્દન ખાલી હતો. સૌ ચેન્જિંગ રૂમમાં કપડાં બદલી રહ્યા હતા. ૧૦ મિનિટ બાદ એક સફાઈ-કર્મચારીને સ્વિમિંગ પૂલના તળિયે શ્રેયાની બૉડી જોવા મળી હતી. લાઇફગાડોર્એ તરત શ્રેયાને બહાર કાઢી તેને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાની કોશિશ કરી હતી, પરંતુ એ પ્રયાસ નિષ્ફળ જતાં શ્રેયાને નજીકની બાબાસાહેબ ગાવડે હૉસ્પિટલે લઈ જવામાં આવી હતી.’

ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદ પ્રભુ જે રમેશ પ્રભુના પુત્ર છે તેમણે જણાવ્યું હતું કે અમે શ્રેયાને બચાવવાની બનતી કોશિશ કરી હતી, પણ હકીકતમાં શું થયું એ પોલીસ જ જણાવી શકશે.

 શ્રેયાના પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે તેનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે એમ બહાર આવ્યું છે. અન્ય કોઈ ઈજાનાં નિશાનો મળ્યાં નથી.

પોલીસે સ્વિમિંગ પૂલના મૅનેજર અને હેડ કોચ સામે ગુનો નોંધ્યો છે. શ્રેયા સ્વિમિંગ પૂલમાંથી બહાર આવી હતી એ વિશે શ્રેયાના કુટુંબે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. સુધરાઈના સ્વિમિંગ પૂલમાં ડૂબી જઈ મૃત્યુ પામવાની આ ૨૦૧૪ પછી ત્રીજી અને ૨૦૧૦ પછી ચોથી ઘટના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK