સાંતાક્રુઝમાં ફૂડ-સ્ટૉલવાળાઓના ન્યુસન્સને કારણે છેડતીના બનતાં બનાવો

મહિલાઓનું ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું, પાંચ-પાંચ વખત સુધરાઈને ફરિયાદ કરવા છતાં રહેવાસીઓને હજી સુધી ઉકેલ મળ્યો નથી

letter

સુધરાઈને કરેલી ફરિયાદનો લેટર.


ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં ખોટવાડીમાં લાલ પઠાણ ચાલ પાસે ગેરકાયદે ફૂડ-સ્ટૉલ ચાલતા હોવાથી સ્થાનિક રહેવાસીઓને અને એમાંય મહિલાઓને પસાર થતાં અનેક પરેશાની સહન કરવી પડે છે. ગેરકાયદે ફૂડ-સ્ટૉલ બાબતે સુધરાઈમાં ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી કોઈ જ ઉકેલ ન આવ્યો નથી.

આ બાબતે ફરિયાદ કરતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારી ચાલમાં ગેરકાયદે સ્ટૉલવાળાઓને કારણે ન્યુસન્સ વધી ગયું છે. અહીં પાસે જ ગાર્મેન્ટ્સની ફૅક્ટરી આવેલી છે. ત્યાં કામ કરતા વર્કરો સૅન્ડવિચવાળા કે દાબેલીવાળા પાસે અડ્ડો જમાવીને પસાર થતી મહિલાઓની ટીળખ કરતા હોય છે અને આખો રસ્તો બ્લૉક કરી દે છે. ફૂડ-સ્ટૉલવાળાઓને કંઈ કહેવા જઈએ તો ચાકુ બતાવીને અમને ધમકી આપે છે. અમે પાંચ-પાંચ વખત સુધરાઈને ફરિયાદ કરી છે, પરંતુ હજી સુધી અમારો પ્રૉબ્લેમ સૉલ્વ થયો નથી. સવારથી લઈને મોડી રાત સુધી ગેરકાયદે સ્ટૉલવાળાઓ અડ્ડો જમાવીને બેસતા હોવાથી રાતે યુવતીઓ ત્યાંથક્ષ પસાર થતાં ડરતી હોય છે. આ લોકો ત્યાંથી પસાર થતી યુવતીઓ પર કમેન્ટ થતી હોય છે અને ખુલ્લેઆમ તેમની છેડતી કરતા હોય છે. સુધરાઈ તેમની વિરુદ્ધ કોઈ જ ઍક્શન લેતી ન હોવાને કારણે આ લોકોની હિંમત વધી ગઈ છે. મહિલાઓ તથા યુવતીઓની સેફ્ટીનો વિચાર કરીને સુધરાઈ અહીં ગેરકાયદે સ્ટૉલવાળાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને તેમને કાયમ માટે હટાવી દે એ ખૂબ અનિયાર્ય છે.’


food stall

ચલાવવામાં આવતા ગેરકાયદે ફૂડ-સ્ટૉલ.


અન્ય એક મહિલા રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં ઊભા રહેતા સૅન્ડવિચવાળા તથા દાબેલીવાળા ગંદકી તો ફેલાવી જ રહ્યા છે, સાથોસાથ પસાર થતી મહિલાઓને ગંદી નજરથી જોતા હોય છે અને કેટલીયે વાર આસપાસ કોઈ ન હોય તો પરેશાન કરવા પીછો કરીને ડરાવતા પણ હોય છે. અમે અમારા ઘરના દરવાજા પાસે ઊભા રહીએ તો પણ તેઓ ખરાબ નજરે જોતા હોય છે એટલે અમે ઘરમાં એકલી હોઈએ ત્યારે બહુ ડર લાગે છે. અમારી સેફ્ટી માટે સુધરાઈએ ત્વરિત કોઈ ઍક્શન લેવી જોઈએ જેથી પસાર થનારી મહિલાઓ સાથે કંઈ ઊંચ-નીચ ન થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK