વૉચમેન સૂતા હતા ત્યારે ચોરટોળી ઘરદેરાસરમાં ત્રાટકી

અંધેરીમાં ભગવાન સીમંધર સ્વામી ને પદ્માવતી માતાની મૂર્તિની ચોરીથી જૈન સમાજમાં આક્રોશ ફેલાયો

arrest


જૈન દેરાસરો ચોરટોળીઓ માટે સૉફ્ટ ટાર્ગેટ બની ગયાં હોય એવું લાગે છે. શનિવારે સવારે સાડાપાંચ વાગ્યે અજાણ્યા ચોરો અંધેરીના લ્સ્ રોડ પર મેફેર કુમકુમ બિલ્ડિંગમાં આવેલા ઘરદેરાસરમાંથી બે મૂલ્યવાન મૂર્તિઓ ઉપાડી ગયા હતા જેને પગલે બિલ્ડિંગના રહેવાસીઓ તેમ જ જૈન સમુદાયમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.

ભગવાનની મૂર્તિઓ ચોરી થયાને પગલે લોકોમાં રોષ પ્રસર્યો હોવાનું જણાવતાં દેરાસરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે સાડાપાંચ વાગ્યે ચોર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઘરદેરાસરમાં ઘૂસ્યા હતા અને ભગવાન સીમંધર સ્વામી તથા પદ્માવતી માતાની પંચધાતુની મૂર્તિ ચોરી ગયા હતા. બિલ્ડિંગમાં વૉચમેન તો છે પરંતુ એ વખતે તેઓ સૂઈ રહ્યા હતા.’

ચોરાયેલી મૂર્તિઓની કિંમત આશરે ૫૦,૦૦૦ રૂપિયા જેટલી છે, પરંતુ આ મુદ્દો આસ્થાનો હોવાનું જણાવતાં ભૂપેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મૂર્તિઓ અંધેરીના ગોપાલ ભુવનથી ૧૮ વર્ષ પહેલાં અહીં લાવવામાં આવી હતી અને બધા ભાવિકો દર્શન કરવા અહીં આવતા હતા. આ મૂર્તિઓ ચોરાઈ જવાથી લોકોની આસ્થા દુભાઈ છે અને આ ઘટના બની ત્યાર બાદ મૂર્તિઓ પાછી મળી જાય એ માટે અમે બધાએ જાપ કરવાનું શરૂ કરી દીધું છે.’

દેરાસરો બની ગયાં છે સૉફ્ટ ટાર્ગેટ

૧. વિલે પાર્લેના દેરાસરમાં ચોર ત્રાટક્યા


વિલે પાર્લે (ઈસ્ટ)ના નરીમાન રોડ પર આવેલા દેરાસરમાં ૨૦૧૬ની બીજી ઑક્ટોબરે ચોરો ત્રાટક્યા હતા અને એમાં રહેલી મૂર્તિઓ તેમ જ દાનપેટી ઉઠાવી ગયા હતા જેમાં દાનના આશરે ૭૫,૦૦૦ રૂપિયા હતા. આ દેરાસરમાં CCTV કૅમેરા ન હોવાને કારણે તેમ જ કોઈ સાક્ષી ન હોવાને કારણે પોલીસ માટે ચોરટાઓની ઓળખ શક્ય નહોતી બની.

૨. એક જ દેરાસરમાં ત્રણ વખત ચોરી

૨૦૧૭ની ૨૭ એપ્રિલે એક જ દિવસે જૈન દેરાસરમાં બે વખત ચોરી થઈ હતી. ત્યાર બાદ વધુ બે વખત આ જ દેરાસરમાં ભગવાનની મૂર્તિઓ પર ચડાવાયેલાં કીમતી આભૂષણો અને હીરા જડેલી ત્રણ ગોલ્ડ પ્લેટની ચોરી થઈ હતી. મરીન ડ્રાઇવ પોલીસે આ મામલે ૭ જૂને ૨૦ વર્ષના ટેક્નિશ્યન અકરમ ગયાઉદ્દીન અન્સારી અને ઝાકિર જમાલ જલાલ જમાલદારની ધરપકડ કરીને એ કેસ ઉકેલ્યો હતો.

૩. ૩૩૦ કિલો ચાંદી ચોરાઈ

૨૦૧૬ની ૧ ડિસેમ્બરે બોરીવલી (વેસ્ટ)માં આવેલા સંભવનાથ જૈન દેરાસરમાંથી ૫૦ વર્ષના એક શંકાસ્પદે ૧.૩૦ લાખ રૂપિયાની ૩૩૦ કિલો ચાંદી ચોરી જવાની ઘટના બનતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. ચોરાયેલી ચાંદી દેરાસરના વેરહાઉસમાં રાખવામાં આવી હતી. આ મામલે ૨૦૧૬ની ૧ ડિસેમ્બરે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK