બેદરકારી : વિલે પાર્લેમાં એક મહિનાથી પાણીનો થઈ રહ્યો છે બગાડ

સુધરાઈની બેદરકારીને લીધે પાણીનો થતો બગાડ

water wastage



ઉર્વી શાહ

વિલે પાર્લે-વેસ્ટમાં ઇર્લા સોસાયટી રોડ પર ઐશ્વર્યા ડિઝાઇનર શોરૂમ પાસે લગભગ એક મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાઇપ તૂટી ગઈ છે જેથી વૉટર-લીકેજની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે રહેવાસીઓએ સુધરાઈનું ધ્યાન પણ દોર્યું હોવા છતાં હજી સુધી સુધરાઈએ કોઈ પગલાં ન ભરતાં રોજેરોજ કંઈકેટલુંય પાણી વેડફાઈ રહ્યું છે. સુધરાઈની બેદરકારીને પરિણામે સતત વહેતા પાણીને કારણે અહીં ભરપૂર પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે. એમ છતાં આ વેડફાટને અટકાવવા સુધરાઈ દ્વારા સુસ્તતા દાખવવામાં આવતી હોવાથી લોકોએ પરેશાનીઓ સહન કરવી પડી રહી છે.

આ બાબતે એક રહેવાસીએ મિડ-ડે LOCALને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ‘પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી અહીં પાણી ભરાઈ જાય છે. પરિણામે સિનિયર સિટિઝનો કેટલીયે વાર લપસી જતા હોય છે. આ ઉપરાંત પાણીનો બગાડ થઈ રહ્યો છે એ તો અલગ જ. જ્યારે પાણી હોય અને એનો બગાડ થતો હોય ત્યારે સુધરાઈ બગાડ થતો અટકાવે નહીં અને પછી પાણી નથી એમ કહી પાણીકાપ મૂકી દે. ગરમીના દિવસો આવશે ત્યારે ‘પાણી બચાઓ’ના સંદેશ સુધરાઈ આપશે. શું માત્ર સલાહ આપવાનું જ કામ સુધરાઈનું છે? જ્યારે પાણીનો બગાડ થાય છે ત્યારે એને અટકાવવા માટે તો એનો કોઈ જ પૉઝિટિવ ઍટિટ્યુડ જોવા નથી મળતો. એ જ કારણે અનેક સમસ્યાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ બાબતે સુધરાઈ ઝડપભેર પગલાં લે અને લીક થતી પાઇપને રિપેર કરી પાણીના બગાડને અટકાવે.’

આ બાબતે અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સુધરાઈને આ બાબતે અમે ફરિયાદ કરી હોવા છતાં સુધરાઈ દ્વારા કોઈ પ્રકારનાં પગલાં લેવામાં નથી આવ્યાં. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું એવામાં પાઇપલાઇનના લીકને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. અહીં સુધરાઈની બેદરકારી સાફ દેખાઈ આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK