સમસ્યાનું સરનામું એટલે વિલે પાર્લેનો માલવીય રોડ

ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, રસ્તા પર સિમેન્ટ તથા પથ્થરના ઢગલા પડ્યા છે, વૃક્ષની આજુબાજુ પેવર બ્લૉક્સ પડેલા છે તથા ગેરકાયદે ફૂડ-સ્ટૉલ વચ્ચે મૂકેલો છે

food stall

વચ્ચે મૂકેલો ગેરકાયદે ફૂડ-સ્ટૉલ.



ઉર્વી શાહ


વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા માલવીય રોડ પર એક નહીં અનેક સમસ્યાઓનો ભંડાર પડેલો છે. અહીંની ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, રસ્તા પર સિમેન્ટ તથા પથ્થરના ઢગલા પડ્યા છે, વૃક્ષની આજુબાજુ પેવર બ્લૉક્સ પડેલા છે તથા ગેરકાયદે ફૂડ-સ્ટૉલ વચ્ચે મૂકેલો છે. એક જ રસ્તા પર થોડા-થોડા અંતરે સર્જાયેલી આવી સમસ્યાઓને કારણે રાહદારીઓને તકલીફ સહન કરવી પડે છે.

આ બાબતે ફરિયાદ કરતાં એક રહેવાસી વિકાસ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ઘણા દિવસથી આ સમસ્યા અહીં સર્જાયેલી છે અને આ સમસ્યાનો ઉકેલ ન આવતાં દિવસે-દિવસે સમસ્યા વધતી જઈ રહી છે. આ સમસ્યાઓને વિગતવાર જોઈએ.


malviya road

રોડ પર પડી રહેલા પથ્થર તથા સિમેન્ટના ઢગલા.


ચાલવાની જગ્યાએ ગેરકાયદે ફૂડ-સ્ટૉલ : ફૂટપાથ પર ચાલવાની જગ્યા માંડ મળે છે. એમાં વચ્ચે ફૂડ-સ્ટૉલવાળાઓ પણ પોતાનો કબજો જમાવતા હોય છે. વારંવાર ફરિયાદ કરવાને કારણે ગેરકાયદે ફૂડ- સ્ટૉલવાળાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બે-ચાર દિવસ બાદ ફરી એની એ જ રામાયણ ફરી શરૂ થઈ ગઈ છે. પ્રશાસન કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવે તો સારું રહેશે.

રોડ પર પથ્થરો તથા સિમેન્ટના ઢગલા : પંદર દિવસ થયા તો પણ હજી સુધી પથ્થરો તથા સિમેન્ટના ઢગલાને ઉપાડવાની કામદારોને ફુરસદ મળી નથી. કામ કરી સામાન એમ ને એમ મૂકીને કામદારો ચાલ્યા જતા હોય છે. ત્યાર બાદ સામાનને ઉપાડતાં દિવસો તો ક્યારેક મહિનાઓ નીકળી જતા હોય છે. રોડ વચ્ચે પડી રહેલા ઢગલાને કારણે વાહનચાલકોને અનેક પ્રૉબ્લેમ થતા હોય છે. આવા ઢગલા લોકોની પરેશાનીનું કારણ બની ગયા છે.

તૂટી ગયેલું ગટરનું ઢાંકણું : કામદારો રોડનું કામકાજ કરતા હતા ત્યારે તેમનાથી ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું જેને હજી સુધી રિપેર કરવામાં આવ્યું નથી. દિવસે-દિવસે ઢાંકણાની હાલત વધુ ખરાબ થતી જાય છે. રોડ પર ખાડો થઈ ગયો છે. પસાર થતાં ધ્યાન ચૂકી જવાય તો કોઈને પણ ઈજા થઈ શકે છે. આ માટે વહેલી તકે ગટરના ઢાંકણાની હાલતને સુધારવી અનિવાર્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK