Video : અંધેરી પોલીસનો અત્યાચાર ક્યારે અટકશે?

કપલને બેરહેમીથી મારતા પોલીસોનો વિડિયો વાઇરલ થયા પછી તપાસનો આદેશ : લોકો પર ત્રાસ ગુજારવાનો પખવાડિયામાં આ ત્રીજો બનાવ


Video: Mumbai cops thrash couple inside police stationસૌરભ વક્તાણિયા અને શિવા દેવનાથ

સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવ દરમ્યાન લાલબાગચા રાજાનાં દર્શને આવેલી એક યુવતી પર પોલીસો તૂટી પડ્યા હતા એનો વિડિયો સોશ્યલ મીડિયામાં જેમ વાઇરલ થયો હતો એમ અંધેરી પોલીસ-સ્ટેશનમાં એક કપલની પોલીસ બેહરેમીથી પિટાઈ કરે છે એવો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. આ કપલનો ગુનો એ હતો કે એ મધરાતે રસ્તા પર ઝઘડતું હતું.

નવાઈની વાત એ છે કે અંધેરી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ સામે એક જ પખવાડિયામાં ત્રણ એવા આરોપ લાગ્યા છે જેમાં તેમણે જનતા પર અત્યાચાર કર્યો હોય. બુધવારે એક કપલની પોલીસ-સ્ટેશનમાં પિટાઈ કરવાની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી જેના કારણે ખાસ્સી ચકચાર મચી હતી. જોકે નવાઈની વાત એ છે કે આ કેસમાં જેમની સામે આરોપ છે તે અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને હવે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. કાનૂની રીતે જોવામાં આવે તો પોલીસ કોઈ પણ વ્યક્તિને હાથ લગાવી શકતી નથી અને પોલીસ-કસ્ટડીમાં પણ ઊલટતપાસ વખતે મારપીટ કરી શકતી નથી.

શું છે લેટેસ્ટ ઘટના?

બીજી નવેમ્બરે વહેલી સવારે એક યંગ કપલ મેટ્રો રેલવે-સ્ટેશન પાસેના રોડ પર રસ્તા પર ઝઘડી રહ્યું હતું એટલે એને અંધેરી પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યું હતું. પોલીસના એક જૂથે એની મારપીટ કરી હતી એ વિડિયો ગુલામ શેખ નામની વ્યક્તિએ ઉતાર્યો હતો. આ વિડિયો-ક્લિપમાં આ કપલ પોલીસના મારથી ચીસો પાડતું અને મદદની બૂમો પાડતું દેખાય છે. પોલીસ તેમને બળજબરીથી છૂટા કરે છે. છોકરાને બીજી રૂમમાં લઈ જવામાં આવે છે અને ત્યાં પણ તેની મારપીટ થાય છે. મારપીટમાં સામેલ પોલીસોમાં મહિલા-કૉન્સ્ટેબલો પણ દેખાય છે.

જોકે આ કેસમાં પોલીસ એકદમ બચાવની ભૂમિકામાં આવી ગઈ છે અને એનો દાવો છે કે આ કપલ વહેલી સવારે ચિક્કાર દારૂના નશામાં રોડ પર ઝઘડતું હતું. અંધેરી ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર દિલીપ રૂપવતેએ કહ્યું હતું કે ‘આ કપલ રિલેશનશિપમાં છે અને તેઓ ટંૂક સમયમાં મૅરેજ કરવાના છે. મલાડમાં કોઈ હોટેલમાં પાર્ટી કરીને તેઓ અંધેરી સ્ટેશને આવ્યાં હતાં. તેમણે ચિક્કાર દારૂ પીધો હતો અને તેઓ રસ્તા પર એકબીજા સાથે ઝઘડતાં હતાં. એક ટીવી-રિપોર્ટરનું તેમના પર ધ્યાન ગયું અને યુવાન એક યુવતીને હેરાન કરે છે એવું જાણીને તેણે અમને ફોન કર્યો હતો. તેમને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ તેમણે પોલીસને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમનાં સ્ટેટમેન્ટ્સ લેવામાં આવી રહ્યાં હતાં ત્યારે યુવાન ઊભો થયો હતો અને તેણે યુવતીને પકડી હતી. અમે તેમને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો અને તેથી આ ઘટના બની. આમાં અમારો કોઈ ફૉલ્ટ નથી. જોકે આ કેસમાં તપાસ થઈ રહી છે. અમે આ કપલના પેરન્ટ્સને બોલાવ્યા હતા. તેમણે અમારી માફી માગી હતી અને અમે પણ તેમને વૉર્નિંગ આપીને છોડ્યાં હતાં.’

જુઓ ઘટનાનો વીડિયોબીજી ઘટના

આવો એક બનાવ બીજી નવેમ્બરે જ બન્યો હતો જેમાં અંધેરી પોલીસ-સ્ટેશનના એક દારૂડિયા કૉન્સ્ટેબલ પ્રમોદ નલાવડેએ પવઈ લેક વિસ્તારમાં રિક્ષામાં જઈ રહેલી ૨૧ વર્ષની મહિલાને રિક્ષાની બહાર ખેંચી કાઢીને તેના પર હુમલો કર્યો હતો. પ્રમોદ નલાવડેએ આ મહિલાને ‘આઇટમ’ કહીને બોલાવી હતી અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું.

આ ઘટના નજરે જોનારા સાક્ષીએ કહ્યું હતું કે લોકોએ જ્યારે આ ઘટનાનો વિરોધ કર્યો અને નલાવડેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે એવું કહ્યું હતું કે તે મુંબઈ પોલીસમાં કામ કરે છે અને કોઈ પકડવાનો પ્રયાસ કરશે તો તેને પાઠ ભણાવવામાં આવશે.

આ ઘટના વિશે બોલતાં યુવતીએ કહ્યું હતું કે ‘આ ભયાનક ઘટના હતી. જે લોકોનું કામ લોકોની રક્ષા કરવાનું છે તેમની આવી હાલત છે. આ ઘટનાથી હું ડઘાઈ ગઈ છું. આરોપી સામે સખત પગલાં લેવામાં આવવાં જોઈએ.’

પોલીસે આ ઘટના બાદ પ્રમોદ નલાવડે સામે વિનયભંગનો આરોપ મૂક્યો હતો અને પવઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પહેલી ઘટના

આવી જ એક ઘટના બાવીસ ઑક્ટોબરે બની હતી જેમાં બે મિત્રો વચ્ચેની ફાઇટમાં અંધેરી પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ફરિયાદીઓને ભારે પરેશાન કરી દીધા હતા. આ વિશે બોલતાં એક ફરિયાદીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘બાવીસ ઑક્ટોબરની આ ઘટના છે. મારા એક મિત્ર સાથે મારે કોઈ મુદ્દે ઝઘડો થયો અને અમે એની ફરિયાદ કરવા અંધેરી પોલીસ-સ્ટેશનમાં ગયા. વહેલી સવારે મારા પરિવારના મેમ્બરોને પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. મારા ફ્રેન્ડે મારી માફી માગી લીધી એટલે અમે ફરિયાદ ન કરવાનું નક્કી કર્યું. અમે પોલીસ-સ્ટેશનમાંથી બહાર નીકળતા હતા ત્યારે પોલીસો અમારી પાસે આવ્યા અને અમને અપમાનિત કરવા લાગ્યા. તેઓ અમને બળજબરીથી પોલીસ-સ્ટેશનમાં લઈ ગયા. મારી મમ્મી અને બહેનને ગંદી ગાળો આપી. મારા કાકા હાર્ટ-પેશન્ટ છે તેમને અને મારા પપ્પાને તેમણે લૉક-અપમાં નાખી દીધા.’

પોલીસે તેમની રીતે આ કેસમાં બન્ને પરિવારોના ૧૫ મેમ્બરો સામે ફરિયાદ નોંધી હતી. આ પરિવારોમાં કોઈનું ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ નથી છતાં ફરિયાદ લેવામાં આવી હતી. તેમણે અંદરોઅંદર સમાધાન કરી લેવા છતાં હેરાન કરવામાં આવ્યા હતા.

જુલિયો રિબેરોએ શું કહ્યું?

ભૂતપૂર્વ પોલીસ-કમિશનર જુલિયો રિબેરોએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘જો આ ઘટના સાચી હોય તો એ ઘણું ખરાબ કહેવાય. કોઈને પણ મારવાનો અધિકાર પોલીસને નથી. જો કપલે પોલીસને અપમાનિત કર્યા હોય અને હુમલો કર્યો હોય તો પોલીસે તેમની સામે કાયદાના આધારે કામ લેવાની જરૂર હતી. મારું માનવું છે કે તમામ પોલીસ-સ્ટેશનમાં ઘ્ઘ્વ્સ્ કૅમેરા હોવા જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK