લૅપટૉપની બૅગ બચાવવા જતાં કચ્છી યુવાન ૧૦૦ ફુટ ઘસડાયો

મોટરબાઇક પર બૅગ-સ્નૅચિંગ કરવા આવેલા બે યુવકો સામે પોલીસ-ફરિયાદ

umesh nagda


અંધેરી (ઈસ્ટ)ના મહાકાલી રોડ પર ફાઇનૅન્સ-કન્સલ્ટન્ટનું કામ કરતો ઉમેશ નાગડા ખભે લટકાવેલી લૅપટૉપની બૅગ બચાવવા જતાં બૅગ-સ્નૅચરો તેને સોએક ફુટ દૂર સુધી ઘસડી ગયા હતા જેને લીધે ઉમેશ ઈજા પામ્યો હતો. જોકે બૅગ બચાવવામાં તે સફળ રહ્યો હતો. મહાકાલી રોડ નજીક આવેલી તેલી ગલીમાં બે દિવસમાં બૅગ-સ્નૅચિંગની આ ત્રીજી ઘટના બની હતી.

આખા બનાવની વાત કરતાં ઉમેશ નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે સાડાપાંચ વાગ્યે હું મારી ઑફિસ નજીકની તેલી ગલી વિસ્તારમાં જ્યાં સૌથી વધુ કુરિયરની ઑફિસો આવેલી છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે બે યુવાનોએ મોટરબાઇક પર આવીને મારી બૅગ ખેંચવાના પ્રયાસ કર્યા હતા. મારી બૅગમાં લૅપટૉપ અને અન્ય અગત્યના ડૉક્યુમેન્ટ્સ હોવાથી મેં બૅગને બચાવવાની કોશિશ કરી હતી.’

મોટરબાઇક પર બૅગ-સ્નૅચિંગ કરવા આવેલા યુવાનોને લાગ્યું હતું કે મારી બૅગમાં મોટી રોકડ રકમ છે એમ જણાવતાં ઉમેશ નાગડાએ કહ્યું હતું કે ‘મારી બૅગ ઝૂંટવી રહેલા યુવાનોએ મોટી રકમના ભ્રમમાં મને બૅગ સાથે રોડ પર ઘસડ્યો હતો, પણ મારી બૅગમાં અગત્યનાં કાગળિયાં હોવાથી મેં બૅગ છોડી નહોતી. તેઓ મને બૅગ સાથે સોએક ફુટ સુધી ઘસડી ગયા હતા. આ રોડ આમ તો ભરચક હોય છે, પણ સોમવારે રોડ પર એટલી ગિરદી નહોતી. એ વખતે મેં ઘણી બૂમાબૂમ કરી હતી છતાં મને બચાવવા કોઈ નહોતું આવ્યું.’

ઉમેશ નાગડાએ તેની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે ‘યુવાનોએ પકડાઈ જવાની બીકે મને રોડ પર છોડી દીધા બાદ મેં મારા એક મિત્રને ફોન કરીને મદદ માટે બોલાવ્યો હતો. તે આવ્યા બાદ મેં ડૉક્ટર પાસે જઈને સારવાર કરાવી હતી. મને હાથ-પગમાં માર વાગ્યો હતો. સારવાર લીધા પછી મેં પોલીસ-ફરિયાદ કરી હતી. મારી સાથેના બનાવ પછી મને એ વિસ્તારમાંથી ખબર પડી હતી કે બાઇક પર આવીને લૂંટવાનો બે દિવસમાં આ ત્રીજો બનાવ બન્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK