ગુજરાતીની રેસ્ટોરાંમાં ઘૂસીને તોડફોડ, બે જણની ધરપકડ

હુક્કાપાર્લર ચાલતું હોવાનો આક્ષેપ કરીને સ્વાભિમાન સંઘટનાના કાર્યકરો ત્રાટક્યા

hotel

મમતા પડિયા

કમલા મિલ્સ કરુણાંતિકામાં ૧૪ વ્યક્તિનો ભોગ લેવાયો અને એના પડઘારૂપે રાજકીય પક્ષો છડેચોક હુક્કાપાર્લર બંધ કરાવવા માટે ઊતરી આવ્યા છે. BMCની બેદરકારીની આક્ષેપબાજી કરીને નારાયણ રાણેના દીકરા નીતેશ રાણેની સ્વાભિમાન સંઘટનાના કાર્યકરો બુધવારે રાતે વર્સોવાની સિરોકો રેસ્ટોરાંમાં ઘૂસી ગયા હતા અને પાંચ મિનિટમાં તોડફોડ કરીને જતા રહ્યા હતા. વર્સોવા પોલીસ-સ્ટેશનમાં આ વિશે ગુનો નોંધવામાં આવ્યો છે અને બે જણની ધરપકડ કરવામાં આવી છે. સિરોકોમાં રાજકીય પક્ષના ઘૂસવાનો અને પાંચ મિનિટની અંદર તોડફોડ કરીને જતા રહેવાનો બનાવ યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ રેસ્ટોરાંના માલિકે કર્યો હતો ત્યારે હુક્કાપાર્લર બંધ કરાવવા વિશે કોઈકે કશેકથી શરૂઆત કરવી પડશે એવી ભૂમિકા સ્વાભિમાન સંઘટનાએ લીધી છે.

બુધવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ વર્સોવાની જાણીતી સિરોકો રેસ્ટોરાંમાં લાલ ઝંડા અને હુક્કાપાર્લર બંધ કરવાની નારાબાજી કરીને સ્વાભિમાન સંઘટનાના વીસથી વધુ કાર્યકરો ઘૂસ્યા હતા. રેસ્ટોરાંમાં જમી રહેલા ગ્રાહકોને બહાર ભગાડીને ચારથી પાંચ મિનિટમાં રેસ્ટોરાં ખાલી કરાવી ફર્નિચરની તોડફોડ કરીને તેઓ જતા રહ્યા હતા. આ મામલે વર્સોવા પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ FIR નોંધીને સ્વાભિમાન સંઘટનાના કાર્યકર મેહતાબ શેખ અને મનોજ ઠાકુરની ધરપકડ કરી છે.

arrest

અમારી રેસ્ટોરાંમાં હુક્કા સર્વ થતા નથી અને મૉરલ-પોલિસિંગના નામે સરેઆમ ગુંડાગીરી કરવામાં આવી છે એમ જણાવીને સિરોકોના માલિક કૌશલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો અમે કોઈ પણ રીતે ખોટા હોઈએ તો વહીવટી તંત્ર અમારી સામે કાર્યવાહી કરી શકે છે. અમારી રેસ્ટોરાંમાં ઘૂસીને તોડફોડ કરવાનો અધિકાર સ્વાભિમાન સંઘટનાને કોણે આપ્યો? તેમણે થોડી મિનિટોમાં અમારું પાંચથી છ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. તેમનાં કરતૂત જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા હતા. આ બધામાં અમારા સ્ટાફ કે ગ્રાહકોમાંથી કોઈને ઈજા થાત તો એના માટે જવાબદાર કોણ? ભવિષ્યમાં અન્ય હોટેલ કે રેસ્ટોરાંમાં આવો બનાવ બને નહીં એ માટે અમે પોલીસમાં ફરિયાદ કરી છે. જો કંઈ કરવું હોય તો દારૂ, ડ્રગ્સ અને સિગારેટના નશા તરફ વળી રહેલા યુથને સુધારવા માટે યોગ્ય દિશામાં પગલાં ભરવાં જોઈએ. રેસ્ટોરાંમાં તોડફોડ કરીને કંઈ નહીં મળે.’

અમારા સંગઠનની કાર્યવાહીના પડઘારૂપે ગુરુવારે મુંબઈમાં ચાલતા અડધાથી વધારે હુક્કાપાર્લર બંધ થયા હતા એમ જણાવીને સ્વાભિમાન સંઘટનાના મુંબઈ શાખાના ચીફ સુનીલ પાલને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCને મૅનેજ કરીને રેસ્ટોરાંમાં ગેરકાયદે હુક્કાપાર્લર ચલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બનેલું ૧ અબોવનું અગ્નિતાંડવ એનું ઉદાહરણ છે. મુંબઈમાં ગેરકાયદે હુક્કાપાર્લર ચાલતી દરેક જગ્યાએ અમે પત્ર મોકલીને વહેલી તકે બંધ કરવાની અરજી કરી હતી. એમ છતાં ઘણી જગ્યાએ હુક્કા સર્વ કરવામાં આવી રહ્યા છે. વર્સોવાની આ રેસ્ટોરાંમાં હુક્કા સર્વ થતો હોવાનો વિડિયો અમને મYયો હતો એટલે અમારા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. અમારી આ રેસ્ટોરાં સાથે દુશ્મની નથી. રેસ્ટોરાંમાં ગેરકાયદે હુક્કાપાર્લર ચલાવવામાં આવે તો છે. એ ઉપરાંત ફાયર-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે અને આ પરિસ્થિતિમાં દુઘર્ટના બનતાં નિર્દોષ ગ્રાહકનો ભોગ લેવાય છે. આ વિશે જાગૃતિ લાવવા ૧૫ જાન્યુઆરીએ પચીસ હજારથી વધુ લોકો અને ૧ અબોવમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો મોરચો યોજીને BMC સમક્ષ દેખાવો કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK