જોઈ લો સુધરાઈની બેદરકારી

સાંતાક્રુઝમાં ૧૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં રસ્તાની વચ્ચે પડેલા થડને ઉપાડવાની હજી સુધી ફુરસદ નથી મળતી : સુધરાઈની બેદકારીને લીધે દરરોજ અનેક ગાડીઓ થડ પર ચડી જાય છે જેને બહાર કાઢતાં કલાકો વેડફાય છે

bmc work



ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલી ફસ્ર્ટ ગાવઠણ લેનમાં એક ઝાડ ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા હોવાથી જાગ્રત દુકાનદારોએ સુધરાઈનો સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું ત્યારે સુધરાઈના કામદારો આવીને ઝાડને કાપી ગયા, પણ થડને એમ જ રસ્તાની વચ્ચે મૂકીને તેમણે ચાલતી પકડી લીધી. રસ્તા પરના ટર્નિંગ પૉઇન્ટ પર આ થડ હોવાથી દરરોજ અનેક ગાડીઓ ડૅમેજ થઈ રહી છે. આ બાબતે દુકાનદારોએ અનેક વાર સુધરાઈને ફરિયાદ કરી છે, પરંતુ સુધરાઈ માત્ર આશ્વાસન જ આપતી હોવાથી દુકાનદારો નિરાશ થયા છે. વારંવાર કરાયેલી ફરિયાદ સામે સુધરાઈ આંખ આડા કાન કરી રહી છે જેથી લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

આ બાબતે વધુ માહિતી આપતાં એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘દશેરા પહેલાં સુધરાઈવાળા ઝાડને કાપીને લઈ ગયા ત્યારે જ અમે તેમને કહ્યું હતું કે આ થડને લઈ જાઓ. તો તેઓ  કહેવા લાગ્યા કે અમારી પાસે અત્યારે જગ્યા નથી અને એને કાપવા માટે સાધન પણ નથી એટલે અમે આવતી કાલે થડ લઈ જઈશું, પરંતુ આ વાતને અનેક દિવસ વીતી ગયા, પણ હજી સુધી થડ આમ જ રસ્તા વચ્ચે પડેલું છે. અમે આ થડને નથી ખસેડી શકતા, કેમ કે અમે અહીંથી ખસેડીશું તો સુધરાઈ કહેશે કે અમારી પરમિશન વગર શા માટે થડ ખસેડ્યું? એટલે અમારા હાથ પણ બંધાયેલા છે. દરરોજ આ બાબતે અમે સુધરાઈને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે હા, કાલે આવીશું અને લઈ જઈશું. હજી સુધી થડ લઈ જવા માટે કોઈ આવ્યું નથી. આ થડ રસ્તા પરના ટર્નિંગ પૉઇન્ટ પર જ હોવાથી એ તરફથી જતી ગાડીઓને એ ન દેખાતાં અહીં દરરોજ એના પર અનેક ગાડી ચડીને ફસાઈ જાય છે અને ગાડીઓને નુકસાન થાય છે. અત્યાર સુધીમાં તો કેટલીયે ગાડીઓને આ થડ પર ચડીને નુકસાન થયું છે. ગાડીને થડમાંથી બહાર કાઢતાં લોકોના કલાકોના કલાકો વેડફાઈ જાય છે. આ બાબતની જાણ અમે સુધરાઈને કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય રિસ્પૉન્સ મળતો નથી.’

આ બાબતે સુધરાઈના એક અધિકારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે અમે બે દિવસમાં થડને ત્યાંથી ખસેડી લઈશું.જોકે અધિકારીએ માત્ર આશ્વાસન જ આપ્યું છે. હજી સુધી રસ્તા વચ્ચે પડેલા એ થડને ઉપાડવામાં આવ્યું નથી. સુધરાઈ પોતાના કામ પ્રત્યે કેટલી બેદરકાર છે એ અહીં દેખાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK