૭ વર્ષના એક છોકરાને ભગવાનની જેમ જ કેમ પૂજે છે આ ફૅમિલી?

પોતાની માત્ર ૭ જ વર્ષની દીકરી માધવીને જેના હૃદયને લીધે નવજીવન મળ્યું તે ૭ વર્ષનો ઑસ્ટ્રેલિયાનો ગુજરાતી છોકરો દેયાન ઉદાણી સ્મિતા અને રાજેશ વિશ્વકર્મા માટે ભગવાન સ્વરૂપ નહીં, સાક્ષાત્ ભગવાન જ છે. તેમણે દેયાનનો ફોટો પોતાના મંદિરમાં રાખ્યો છે અને દરરોજ તેની પૂજા કરે છે. આજે ઑર્ગન ડોનેશન ડે છે એ નિમિત્તે વાંચો આ અનોખી દાસ્તાન


family

પૂજા કરું મૈં તેરી : વિશ્વકર્મા ફૅમિલી અને તેમની દીકરી માધવી જેના હૃદયને લીધે આજે જીવે છે તે દેયાન ઉદાણીનો ફોટો તેમના મંદિરમાં. (તસવીરો : પ્રભંજન ધાનુ)


જિગીષા જૈન

જીવનમાં અંધકાર હોય, કોઈ દિશામાં આશા બચી ન હોય, પૈસા-પાવર-પોઝિશન જ્યારે સાવ નકામાં બની જાય ત્યારે કોઈ એક દિશાથી એક એવી મદદ આવે જે મદદથી તમારા બાળકને નવજીવન પ્રદાન થાય ત્યારે એ મદદ દેનારી વ્યક્તિ ભગવાનનું રૂપ નહીં પણ સ્વયં ભગવાન જ છે એમ હું માનું છું અને એટલે જ મારી સાત વર્ષની દીકરી જેને માટે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેને સાત દિવસમાં હાર્ટ ન મળ્યું તો તેનું મૃત્યુ નિãત છે તેને હાર્ટ ડોનેટ કરનારો સાત વર્ષનો દેયાન ઉદાણી મારા માટે ભગવાન છે અને એટલે જ તેનું સ્થાન મારા મંદિરમાં છે.

આ શબ્દો દ્વારા આઠમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલી માધવીની મમ્મી સ્મિતા વિશ્વકર્મા દેયાન અને તેના પરિવાર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.


family



સ્મિતા અને રાજેશ વિશ્વકર્માની મોટી દીકરી માધવીની તબિયત ગયા વર્ષથી થોડી નરમ-ગરમ રહેવા લાગેલી. તેના હાર્ટમાં એક પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું હતું જેને મેડિકલ ભાષામાં ડાયલેટેડ કાર્ડિયો માયોપથી કહે છે. એને લીધે ડૉક્ટરોએ સલાહ આપી કે દીકરીનું નામ તમે રજિસ્ટર કરાવી દો, તેને હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ મગજથી મૃત વ્યક્તિનું હાર્ટ તમને ડોનેશનમાં મળે અને એ હાર્ટ દરદી સાથે મૅચ થતું હોય. નામ રજિસ્ટર કરાવ્યાના ૩ દિવસની અંદર જ તેમને ફોન આવ્યો કે એક હાર્ટ છે જે તમને મળી શકે એમ છે.

આ દિવસને યાદ કરતાં સ્મિતા કહે છે, ‘આ ખૂબ જ મુશ્કેલ સમય હતો એક મા માટે. એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ. જેવી હાલતમાં છે એ હાલતમાં પણ મારું બાળક મારી પાસે તો હતું, પરંતુ જો હું ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર થઈ જાઉં અને તેને ઑપરેશન વખતે કંઈ થઈ જાય તો? આ ભય અને અસુરક્ષાની ભાવના વિશે મારી પાસે શબ્દો જ નથી. પણ હું માંડ હિંમત ભેગી કરીને માની કે ભલે મારા બાળકના ટ્રાન્સપ્લાન્ટ માટે હું તૈયાર છું. પરંતુ થયું એવું કે જે છોકરીનું હાર્ટ અમને મળવાનું હતું એ છોકરીની મમ્મી છેલ્લી ઘડીએ ફરી ગઈ. તેણે ડોનેટ કરવાની ના પડી દીધી. તેની ના અમારા માટે કેટલી ભારે હતી એ વર્ણવી શકું એમ નથી. દિવસ-રાત એક-એક ક્ષણ અમારા માટે ભારે હતી, કારણ કે ડૉક્ટરોએ કહ્યું હતું કે જલદી હાર્ટ નહીં મળે તો અમે અમારી છોકરી ખોઈ બેસીશું.’

આ બનાવના થોડા દિવસમાં હૉસ્પિટલથી બીજો ફોન આવ્યો કે તમે તાત્કાલિક હૉસ્પિટલ આવી જાઓ, કદાચ એક હાર્ટ મળી શકે એમ છે. જ્યારે હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે ખબર પડી કે એક ૭ વર્ષનો છોકરો છે જે ઑર્ગન ડોનેટ કરવાનો છે, પણ પહેલાં ડૉક્ટર્સ જોશે અને ચેક કરશે કે હાર્ટ મૅચ થાય છે કે નહીં. સ્મિતા અને રાજેશ આ વખતે વધુ ડરેલાં હતાં, કારણ કે આની પહેલાંના બનાવની જેમ જો તેની મમ્મી ના પાડી દેશે તો પોતાના બાળકનું શું થશે એ ભય તેમને અંદરથી મારી રહ્યો હતો. પણ દેયાનનું હાર્ટ, તેનું બ્લડ-ગ્રુપ, તેની ઉંમર બધું જ મૅચ થયું અને ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું.

આજે આ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટને ૬ મહિના થઈ ગયા છે. માધવી એકદમ હેલ્ધી છે, પરંતુ અમુક પ્રકારની કાળજી હજી રાખવાની છે એટલે તેની સ્કૂલ ચાલુ થઈ નથી. ગોરેગામમાં સંયુક્ત પરિવારમાં રહેતી આ દીકરી અને તેનાં માતા-પિતા આજકાલ તેને ઇન્ફેક્શનથી બચાવવા લોકોથી થોડી દૂર રાખવા માટે અંધેરીમાં રહે છે. બેચાર મહિનામાં તે સ્કૂલ પણ જઈ શકશે અને તેના ઘરે પાછી ફરશે. આ દંપતીએ પોતાની દીકરીથી કશું જ છુપાવ્યું નથી. આટલી નાની ઉંમરમાં એ છોકરી જાણે છે કે કોઈએ તેને પોતાનું હાર્ટ આપ્યું છે એટલે તે આજે સ્વસ્થ જીવન જીવી રહી છે.

દેયાન અને તેના પરિવારને સ્મિતા અને રાજેશ મળ્યાં પણ હતાં. આ દિવસ યાદ કરતાં સ્મિતા કહે છે, ‘મારા બાળકને નવજીવન આપવા બદલ મારા મનમાં તેમના માટે જે ભાવ છે એ ભાવ માટે કોઈ પણ શબ્દ નાનો જ પડે. હું જ્યારે તેની મમ્મીને મળી ત્યારે મારા મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. બસ, હું ચોધાર આંસુએ રડતી હતી. એક તો શું, સો જન્મ લઈશ તો પણ હું તેમનું આ ઋણ ચૂકવી નહીં શકું. અત્યારે પણ મને એમ લાગે છે કે તેમનો દીકરો મારી પાસે જ છે. માધવીની સાથે હું તેનો પણ ઉછેર કરી રહી છું એવા ભાવ મને આવે છે. હું પણ એક મા છું એટલે મને ખબર છે કે એક મા માટે આ નિર્ણય લેવો કેટલો કપરો છે. દેયાનની મમ્મીને ધન્ય છે.’

પોતાની સાથે બનેલી આ ઘટના પછી સ્મિતા અને રાજેશ વિશ્વકર્મા બન્નેએ ઑર્ગન- ડોનેશન માટેના શપથ લીધા છે અને કાર્ડ બનાવ્યું છે એટલું જ નહીં, નાનકડી માધવી પણ પોતે ઑર્ગન ડોનેટ કરવાની ઇચ્છા ધરાવે છે. એ નાનકડી દીકરી અંગદાનનું મહkવ સમજી ચૂકી છે અને કહે છે કે જો દેયાન કરી શકે તો હું કેમ નહીં.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK