સાંતાક્રુઝના પંચાવન વર્ષના માણસે ત્રીજે માળેથી કેમ ઝંપલાવ્યું?

સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતા પંચાવન વર્ષના બંકિમચંદ્ર બોઝે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશન પાછળ આવેલા પોલીસ ક્વૉટર્સના ત્રીજે માળેથી ઝંપલાવીને જીવ આપી દીધો હતો.


According to his wife Manju and son Bunty, Bose had been suffering extreme anxiety in the last few days


આ વિશે તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ‘બંકિમની ચેમ્બુરમાં પ્રૉપર્ટી છે અને છેલ્લા કેટલાક દિવસથી કોઈ વ્યક્તિ દ્વારા તેને ફોન કરીને એ પ્રૉપર્ટી વેચવાની ધમકી આપવામાં આવી રહી હતી. એથી બંકિમ ચિંતામાં મુકાઈ ગયો હતો અને તે રવિવારે મોડે સુધી સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો. જોકે તેની ફરિયાદ સામે ધ્યાન આપવામાં ન આવ્યું અને તેને ત્યાં બેસાડી રાખ્યો હતો. એથી તે પોલીસ-સ્ટેશનની બહાર નીકળી ગયો હતો. પોલીસથી પણ તેને કડવો અનુભવ થતાં તે વધુ ચિંતામાં મુકાઈ ગયો હતો. એથી પોલીસ-સ્ટેશનની પાસે આવેલા બિલ્ડિંગના ત્રીજે માળેથી તેણે ઝંપલાવી દીધું હતું. પોલીસની લાપરવાહીના કારણે તેણે જીવ ખોયો છે. એથી આ ઘટનાની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને પોલીસ-સ્ટેશનમાં લગાડેલા CCTV કૅમેરાના ફુટેજની પણ તપાસ થવી જ જોઈએ.’

Bose jumped from the terrace of the three-storey police quarters adjacent to the Santacruz police station. Pics/Rane Ashish

આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘આ વ્યક્તિ માનસિક રીતે અક્ષમ હતી અને તેને ઘરમાંથી જતા રહેવાની આદત હતી. રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યે તે પોલીસ-સ્ટેશને આવ્યો ત્યારે તે ફરિયાદ કરી રહ્યો હતો કે તેને કોઈ મારી નાખશે. એથી તેને પાણી આપીને શાંત કરવાની કોશિશ કરી હતી. જોકે તેને કોણ મારવાની કોશિશ કરે છે એ પૂછતાં તેણે કંઈ જવાબ આપ્યો નહીં. પોલીસ-સ્ટેશનથી તે ચાર વાગ્યે નીકળી ગયો અને પાસે આવેલા બિલ્ડિંગમાં ગયો હતો. થોડા સમય પછી કૉન્સ્ટેબલે તેને લોહીલુહાણ અવસ્થામાં જોયો અને હૉસ્પિટલમાં લઈ જતાં તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ વિશે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK