ઇસ લાઇન કી સભી ટ્રેનેં બંદ હૈં

નૉર્થ સાઇડમાં અંધેરી પાસેની પૅનલ ફેઇલ થતાં લોકલ ટ્રેનોનો વ્યવહાર ઠપ : અનેક ટ્રેનો કૅન્સલ કરવી પડી : ગઈ કાલે સવારે ૧૧થી ૧૧.૫૫ વાગ્યા સુધી પીક અવર્સમાં પ્રવાસીઓ રઝળી પડ્યા

andheri



વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે અંધેરી અને જોગેશ્વરી વચ્ચે નૉર્થ સાઇડમાં આવેલી પૅનલ ફેઇલ થઈ જતાં લોકલ ટ્રેનોનો વ્યવહાર પંચાવન મિનિટ માટે કૅન્સલ કરવો પડ્યો હતો. બોરીવલીથી ચર્ચગેટ તરફ આવતી-જતી લોકલ ટ્રેનોને કૅન્સલ કરવાની ફરજ પડી હતી. એને કારણે પીક અવર્સમાં પ્રવાસીઓ રઝળી પડ્યા હતા.

અંધેરી પાસેનું મેઇન પૅનલ બોર્ડ ફેઇલ થઈ જતાં ચર્ચગેટથી આવતી-જતી સ્લો અને ફાસ્ટ ટ્રૅક પરની લોકલ ટ્રેનોને અંધેરી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી, જ્યારે વિરારથી ચર્ચગેટ તરફ આવતી અપ અને ડાઉન ટ્રેનોને ગોરેગામ રોકી દેવામાં આવી હતી.

આ બનાવ વિશે વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની ઘટનાને કારણે વેસ્ટર્ન રેલવેને ૪૦ કરતાં વધુ સર્વિસ કૅન્સલ કરવાની ફરજ પડી હતી અને ૧૦૦થી વધુ સર્વિસ એના નિયત સમય કરતાં મોડી પડી હતી. આ પૅનલ બોર્ડનું રિપેરિંગ-કામ ઝડપથી હાથ ધરવામાં આવતાં ફાસ્ટ ટ્રૅક પર સાડાઅગિયાર વાગ્યે ટ્રેનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો, જયારે સ્લો ટ્રૅક પર ૧૧.૫૫ વાગ્યે ટ્રેનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો હતો. એને કારણે સવારના પીક અવર્સમાં પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે ૧૧.૦૫ વાગ્યે અમુક ટ્રેનો અંધેરી અને જોગેશ્વરી સ્ટેશનની વચ્ચે ઊભી રહી જતાં પ્રવાસીઓએ પાટા પર ચાલીને નજીકના સ્ટેશને જવું પડ્યું હતું. ગઈ કાલની ઘટનાને કારણે બોરીવલી સ્ટેશન પર મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ટ્રેનોની રાહ જોતા અટવાઈ ગયા હતા.’

હજી ગુરુવારે જ ગોરેગામમાં સિગ્નલ ફેઇલ થતાં લોકલ ટ્રેનોનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK