વડીલોનો વટ પડે

ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાન માટે સાંતાક્રુઝના ૧૫૦ સિનિયર સિટિઝનોની મહેનત રંગ લાવી : માર્ચમાં શરૂ થઈ જશે ૩.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે LPG આધારિત અંતિમ ધામ : નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહીને એકઠા કર્યા ૧.૮૦ કરોડ રૂપિયા

smashan



અનોખો પ્રયાસ : સાંતાક્રુઝ (વેસ્ટ)માં ગ્રીન સ્મશાનભૂમિ તૈયાર કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવનારા નગીન શાહ અને ઉમેશ શેઠને સાઇટ એન્જિનિયર ફર્નેસ કેવી રીતે કામ કરશે એ સમજાવી રહ્યા છે. તસવીર : શૈલેશ ભાટિયા


શૈલેશ ભાટિયા

સાંતાક્રુઝ (વેસ્ટ)ના ૧૫૦ સિનિયર સિટિઝનોએ આ વર્ષના આરંભમાં શરૂ કરેલા પ્રયાસોના આધારે લિન્કિંગ રોડ એક્સ્ટેન્શન પર ૫૦૦૦ ચોરસ ફુટના ક્ષેત્રમાં ૩.૬૦ કરોડ રૂપિયાને ખર્ચે અદ્યતન સ્મશાન આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં તૈયાર થઈ જશે. એની વિશેષતા એ છે કે બળતણરૂપે ન્ભ્ઞ્નો ઉપયોગ કરનારા આ ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાનમાં સૌને માટે વિનામૂલ્ય અંતિમ સંસ્કારની સવલત ઉપલબ્ધ રહેશે.

આ સ્ટેટ ઑફ ધી આર્ટ તથા ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાન જેવી સગવડો ઊભી કરીને પરિવર્તન અપનાવવા માટે અન્ય પરંપરાગત સ્મશાનોના સંચાલકો આ પ્રોજેક્ટ હાથ ધરનારા સિનિયર સિટિઝનોનો સંપર્ક કરી રહ્યા છે. માર્ચ મહિનામાં આ પ્રોજેક્ટને મીડિયામાં પ્રસિદ્ધિ મળ્યા પછી ખાર અને સાંતાક્રુઝના લોકો ઉપરાંત અમેરિકા અને ન્યુ ઝીલૅન્ડથી પણ ડોનેશન્સ મળતાં ૧.૮૦ કરોડ રૂપિયા ભેગા થયા હતા અને બીજા એક કરોડ રૂપિયાનાં ડોનેશન્સનાં કમિટમેન્ટ્સ આપવામાં આવ્યાં છે.

લિન્કિંગ રોડ એક્સ્ટેન્શન પર નર્ધિારિત સ્થળે ૩૦૦૦ ચોરસ ફુટનું નવું બાંધકામ થઈ ચૂક્યું છે. આર્કિટેક્ચરના ઉત્તમ નમૂનારૂપ આ બાંધકામમાં વિશાળ છાપરાને સર્પોટ માટે કોઈ આંતરિક થાંભલા નથી. મૃતદેહોને બાળવા માટેની પુણેની કંપનીની ટ્વિન ફર્નેસિસ (ભઠ્ઠીઓ) એક કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવી છે. એમાંની ડ્યુઅલ ટ્રીટમેન્ટ ચેમ્બર્સ મૃતદેહોને બાળતી વખતે નીકળતો ધુમાડો ફિલ્ટર કરીને પછી બહાર વાતાવરણમાં છોડશે.

આ પ્રોજેક્ટના સલાહકાર અને ચીફ કો-ઑર્ડિનેટર તરીકે સક્રિય સાંતાક્રુઝના ૬૮ વર્ષના દુકાનદાર નગીન શાહે મીડિયાના કવરેજને કારણે ડોનેશન્સ મેળવવામાં સરળતા રહી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે હવે ઇક્વિપમેન્ટ્સના ઇન્સ્ટૉલેશન તથા કૉર્પસ ફન્ડ ભેગું કરવા માટે પણ ડોનેશન્સ મેળવવામાં એ કવરેજ ઉપયોગી થાય છે.

આ સ્મશાનની યોજનાના પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટર ઉમેશ શેઠે જણાવ્યું હતું કે આ ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાનમાં ૬૦ કિલોનો મૃતદેહ બળી ગયા પછી છેલ્લે એક કિલો જેટલા રાખ અને અવશેષો બાકી રહેશે.

પ્રોજેક્ટના સ્થાપક સભ્યોમાંથી એક ડૉ. કિરીટ મહેતાએ જણાવ્યું હતું કે ‘અમારો આ પાઇલટ પ્રોજેક્ટ હવે અન્ય લોકો માટે કેસ-સ્ટડી બની ગયો છે. શહેરનાં અન્ય પરંપરાગત સ્મશાનોના સંચાલકો પણ આ પ્રોજેક્ટ વિશે પૂછપરછ કરી રહ્યા છે. તેઓ પણ આધુનિક પદ્ધતિના ફેરફારો કરવા ઉત્સુક છે.’

લાઇવ વિડિયો કવરેજ

- આ મેગા પ્રોજેક્ટમાં મૃત્યુ પામેલી વ્યક્તિનાં આખી દુનિયામાં રહેતાં સગાંઓને અંતિમ વિધિ જોવા મળે એ માટે વાઇ-ફાઇ ફૅસિલિટી સાથે લાઇવ વિડિયો-કવરેજની સગવડ આપવામાં આવશે.

- સ્પેશ્યલ કેસમાં સાધારણ ખર્ચે જો મૃત્યુ પામેલી વ્યક્તિનાં સગાં બૉડી સાચવવા ઇચ્છતાં હોય તો એ માટે રેફ્રિજરેટેડ કૉફિનની પણ વ્યવસ્થા આપવામાં આવશે. એ સગવડ મળતાં મૃતદેહને શબઘરથી સ્મશાન સુધી વાહનમાં લાવવાની જહેમત ઉઠાવવી નહીં પડે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK