ઍક્સિડન્ટે જોડી તોડી ગુજરાતી દંપતીની

કુળદેવીનાં દર્શન કરીને પાછા ફરી રહેલા અંધેરીના સિનિયર સિટિઝન કપલની કારને બીજી કારે મારી ટક્કર : પતિનો બચાવ, પત્નીનું અવસાન

ોમમગ્ાલૂ

રોહિત પરીખ

ભરૂચથી કુળદેવીનાં દર્શન કરીને પાછાં ફરી રહેલાં અંધેરીનાં સિનિયર સિટિઝન્સની ઇનોવા કારને સુરત અને ભરૂચની વચ્ચે ધામરોળ ગામ પાસે રવિવારે બપોરે ૧૨.૪૦ વાગ્યે એક અજાણી કારે ટક્કર મારતાં આ અકસ્માતમાં અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં રહેતા ૬૫ વર્ષનાં હરેન્દ્ર ભોગીલાલ લિમ્બાચિયાને પાંસળી અને અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેમનાં ૬૦ વર્ષનાં પત્ની દીપ્તિબહેનનું મોત થયું હતું.

આ બનાવની માહિતી આપતાં ભરૂચ પાસે આવેલા કોસંબા પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરીના લોખંડવાલા કૉમ્પલેક્સના રહેવાસી અને નેવીના નિવૃત્ત કૅપ્ટન હરેન્દ્ર લિમ્બાચિયા અને તેમનાં પત્ની રવિવારે સવારે તેમના કુળદેવીનાં દર્શન કરી ઉત્તર ગુજરાતના પાટણ શહેરથી મુંબઈ તરફ જઈ રહ્યાં હતાં. એ સમયે તેમની ઇનોવા કારને એક અજાણી કારે પહેલાં ટક્કર મારી હતી, જેને કારણે તેમની કાર ફંગોળાઈને બીજી તરફ ગઈ હતી, જ્યાં ફરીથી એક કારે તેમને ટક્કર મારી હતી જેમાં હરેન્દ્રભાઈ અને દીપ્તિબહેન ગંભીર રીતે ઈજા પામ્યાં હતાં.’

આ અકસ્માત પછી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં તેમને પહેલાં ભરૂચની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં એમ જણાવતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘સરકારી હૉસ્પિટલમાંથી અમને ઇન્ફૉર્મ કરવામાં આવ્યું હતું. અમે ત્યાં પહોંચીએ એ પહેલાં જ આ લિમ્બાચિયા દંપતીને ભરૂચની સનશાઇન ગ્લોબલ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ બન્ને ગંભીર રીતે ઈજા પામ્યાં હતાં, જેમાં દીપ્તિબહેનને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે હરેન્દ્રભાઈને પીઠ અને પાંસળીમાં માર લાગ્યો હતો. કાર હરેન્દ્રભાઈ ડ્રાઇવ કરતા હતા.’

અમારે ત્યાં લાવવામાં આïવ્યું ત્યારે આ દંપતી ભાનમાં હતું એમ જણાવતાં સનશાઇન હૉસ્પિટલના ડૉક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધીરે-ધીરે દીપ્તિબહેનની તબિયત લથડવા લાગી હતી. તેમનું બ્લડ-પ્રેશર ડાઉન થવા લાગ્યું હતું. તેઓ થોડી વાર સારવાર લીધા બાદ મૃત્યુ પામ્યાં હતાં.’

લિમ્બાચિયા દંપતીનાં પુત્ર ઓસ્ટ્રેલિયા અને પુત્રી કેનેડામાં સ્થાયી થયાં છે. આ સંદર્ભમાં માહિતી આપતાં આ પરિવારના એક સભ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને અકસ્માતના સમાચાર મળતાં જ અમે ભરૂચ જઈને દીપ્તિબહેનની ડેડ-બૉડી અને હરેન્દ્રભાઈને અંધેરીની હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. દીપ્તિબહેનની ડેડ-બૉડી અમે તેમનાં સંતાનો આવે ત્યાં સુધી ઍર-કન્ડિશન્ડ કૉફિનમાં રિલેટિવ્સના દર્શન માટે રાખી છે. આજે અમે તેમના અંતિમ સંસ્કાર કરીશું. હરેન્દ્રભાઈની તબિયત નાજુક હોવાથી તેઓ વધુ માહિતી આપવા માટે અસમર્થ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK