પબ્લિકે લીધો રાહતનો શ્વાસ

મિડ-ડે LOCALના અહેવાલ દ્વારા પંદર દિવસથી વહેતા ગટરના પાણીની સમસ્યા થઈ સૉલ્વ

water issue

પહેલાંની સ્થિતિ : વહેતું ગટરનું પાણી.

ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં કોઠવાડીમાં સાંઈબાબાના મંદિરની એકદમ પાસે જ પંદર દિવસથી ગટરનું પાણી રસ્તા પર વહી રહ્યું હતું. મિડ-ડે LOCALમાં આ સમસ્યાને પ્રકાશિત કરી સુધરાઈનું ધ્યાન દોર્યું હતું. સુધરાઈએ ત્વરિત ઍક્શન લઈ ગટર સાફ કરી રસ્તા પર વહેતું પાણી બંધ કર્યું હતું. અહીં પાસે જ સાંઈબાબાનું મંદિર આવેલું હોવાને કારણે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે તથા આસપાસ વસવાટ કરતા રહેવાસીઓને પણ ગટરના વહેતા પાણીનો ત્રાસ સહન કરવો પડતો હતો. અહેવાલ પ્રકાશિત થયા બાદ સુધરાઈને એની જવાબદારીનું ભાન થતાં ઊભરાતી ગટરને સાફ કરી પાણીને વહેતું બંધ કર્યું હતું જેથી લોકોને હવે રાહત થઈ છે.


water issue

અત્યારની સ્થિતિ : ગટરનું વહેતું પાણી થયું બંધ.


આ બાબતે મિડ-ડે LOCALનો આભાર માનતાં એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘પંદર દિવસથી સતત ગટરનું પાણી વહ્યા કરતું હતું, પરંતુ સુધરાઈ દ્વારા ઍક્શન લેવાનું નામ નહોતું. મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા બાદ અમારી સમસ્યાનું સમાધાન મળતાં અમે મિડ-ડે LOCALના ખૂબ આભારી છીએ, કારણ કે ગટરના વહેતા પાણીની એક સમસ્યાને કારણે બીજી કેટલીયે સમસ્યાનો અમને સામનો કરવો પડતો હતો. હવે અમને આ સમસ્યામાંથી છુટકારો મળ્યો છે એ માત્ર ને માત્ર મિડ-ડે LOCALને કારણે જ. માટે હું ફરી મિડ-ડે LOCALનો ખૂબ આભાર માનું છું કે જેણે સહાયતા કરીને અમારા પ્રૉબ્લેમને સૉલ્વ કર્યો.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK