BMCએ એક જ કામ ત્રણ વખત કર્યું એ છતાં એના કામની ગુણવત્તા ન સુધરી

અંધેરીમાં અસમથળ રોડને ત્રણ વખત રિપેર કર્યા બાદ પણ એની દુર્દશા જેમની તેમ

bmc

અસમથળ રોડ.

ઉર્વી શાહ

અંધેરી-ઈસ્ટમાં સહાર રોડના જંક્શન પાસેના રોડને ત્રણ વખત રિપેર કર્યા બાદ પણ વારંવાર પેવર બ્લૉક્સ નીકળી જવાથી રોડ ખાડાળો બની જતાં બાઇકરોના પડવાના કિસ્સા પણ બનવા લાગ્યા છે એવી ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

આ બાબતે ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પેવર બ્લૉક્સવાળો રોડ હોવાથી વારંવાર એ નીકળી જવાની સમસ્યા બની રહી છે તેમ છતાં BMC દ્વારા અહીં અત્યાર સુધી સરખું કામ કરવામાં નથી આવ્યું. રોડ પરના પેવર બ્લૉક્સ નીકળી ગયા બાદ કૉન્ટ્રૅક્ટરો એને જેમ-તેમ રિપેર કરી ચાલ્યા જાય છે અને થોડા દિવસ બાદ ફરી એ જ રામાયણ શરૂ થઈ જાય છે. અત્યારે પણ છેલ્લા પંદર દિવસથી રોડ પરના પેવર બ્લૉક્સ નીકળી જવાને કારણે અનેક ખાડા પડી ગયા છે. કેટલાય પસાર થનારા બાઇકરો આ ખાડાથી અજાણ હોવાથી પડી જવાના બનાવ પણ બન્યા છે તેમ છતાં રોડને નવો બનાવવામાં નથી આવતો કે નથી બરાબર રિપેર કરવામાં આવતો. આ કારણે આવા રોડ પરથી પસાર થવાથી અનેક સમસ્યા સર્જાઈ રહી છે.’

આ બાબતે એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘થોડા સમય પહેલાં જ રિપેર કરેલા રોડ પરથી પેવર બ્લૉક્સ ફરી નીકળવા લાગ્યા છે જેથી રોડ અસમથળ બની ગયો છે. આખા રોડ પર નાના-મોટા અનેક ખાડા પડેલા છે. રિક્ષામાં બેસીને આવા રોડ પરથી પસાર થતા હોઈએ ત્યારે જાણે ડાન્સ કરતા હોઈએ એવું ફીલ થયા વિના ન રહે. આવા રોડ પરથી સિનિયર સિટિઝનોને પસાર થવામાં બહુ પરેશાની થાય છે. BMCએ લોકોની સુવિધા માટે આ રોડને વ્યવસ્થિત રીતે રિપેર કરવો જોઈએ જેથી આવા ખાડાળા રોડમાંથી છૂટકારો મળે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK