સાંતાક્રુઝમાં ગેરકાયદે રિક્ષા-સ્ટૅન્ડ સામે ટ્રાફિક-પોલીસના આંખ આડા કાન

સાંતાક્રુઝ-વેસ્ટમાં ગોગા ડેરી ફાર્મની પાસે રિક્ષાચાલકોએ ગેરકાયદે શૅર-અ-રિક્ષા સ્ટૅન્ડ બનાવ્યું હોવાથી અહીં લાઇનબંધ રિક્ષા ઊભી હોય છે.

auto problem

લાઇનબંધ ઊભેલા રિક્ષાચાલકો.



ઉર્વી શાહ

રિક્ષાચાલકોના આવા ગેરકાયદે સ્ટૅન્ડના પરિણામે રસ્તો રોકાતાં અનેક સમસ્યા સર્જાય છે. ટ્રાફિક-પોલીસે આંખ આડા કાન કર્યા હોવાથી રિક્ષાચાલકોએ કોઈ ડર રાખ્યા વગર કાયદેસર રિક્ષા-સ્ટૅન્ડ હોય એ રીતે અડ્ડો જમાવી દીધો છે. એ સામે ટ્રાફિક-પોલીસે કોઈ જ પગલાં ન ભર્યા હોવાને કારણે આમ જનતાના નાકે દમ આવી ગયો છે.

 આ બાબતે ફરિયાદ કરતાં જય વકીલનાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પહેલાં અહીં રિક્ષાઓ ઊભી ન રહેતાં રસ્તો મોકળો હતો, પરંતુ થોડા મહિનાથી મોકળો માર્ગ જોઈ

શૅર-અ-રિક્ષાચાલકોએ અહીં કબજો જમાવ્યો છે જેના પરિણામે જ્યારે પણ અહીંથી પસાર થઈએ ત્યારે ત્રાસ થાય છે. પૅસેન્જર મળતાં રિક્ષાચાલકો આડેધડ રિક્ષાઓ દોડાવતા હોય તો વળી જ્યાં સુધી પૅસેન્જર ન મળે ત્યાં સુધી જે-તે વિસ્તારોનાં નામો લઈને ચિલ્લાતા હોય છે. જ્યાં સુધી કોઈ પૅસેન્જર ન મળે ત્યાં સુધી કેટલાક રિક્ષાચાલકો ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તો વળી એવામાં ક્યારેક કોઈ મહિલા કે યંગ ગર્લ જતી હોય તો તેની પણ મશ્કરી કરે છે. મહિલાઓની સેફ્ટી બાબતે પણ અહીં કેટલાય સવાલ ઊઠે છે. આવા તો અનેક પ્રૉબ્લેમો છે. આટલું બધું રોજ બનતું હોવા છતાં ટ્રાફિક- પોલીસે તો હજી સુધી કોઈ જ ઍક્શન લીધી નથી. અમારી કરેલી દરેક ફરિયાદ તેઓના બહેરા કાને અથડાઈ રહી છે એવું લાગે છે.

આ રિક્ષાચાલકોને કંઈ જ કહેવા જેવું નથી. આ દરેક પ્રૉબ્લેમનો માત્ર એક જ ઉપાય છે કે આ ગેરકાયદે રિક્ષા-સ્ટૅન્ડને દૂર કરી અહીં એક પણ શૅર-અ-ઑટોવાળાને ઊભા રહેવાની પરવાનગી આપવામાં ન આવે. આ બાબતે ટ્રાફિક-પોલીસ જો કડક વલણ અપનાવશે તો લોકોનું ભલું થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK